રવિવાર, એપ્રિલ 2, 2023
Homeક્રિકેટક્રિકેટ પ્રેમીઓ માટે માઠા સમાચાર, અમદાવાદમાં રમાનારી આજની અને આગામી બે T-20...

ક્રિકેટ પ્રેમીઓ માટે માઠા સમાચાર, અમદાવાદમાં રમાનારી આજની અને આગામી બે T-20 મેચોને લઈને થઈ આ જાહેરાત


હાલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચની સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝ અંતર્ગત આજે અને 18 તેમજ 20 માર્ચે અમદાવાદમાં T-20 મેચ રમાવાની છે. અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં આ મેચો રમવાની છે. આથી ક્રિકેટ પ્રેમીઓએ અગાઉથી જ તેની ટિકિટ પણ ખરીદી લીધી હતી. પણ હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, આ ત્રણેય મેચો દર્શકો વગર રમાશે.

જી હા, અમદાવાદમાં રમાનારી ત્રણયે T-20 મેચોમાં દર્શકોને એન્ટ્રી આપવામાં નહિ આવે. તેનું કારણ છે કોરોનાના વધતા કેસ. મિત્રો જણાવી દઈએ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી બાકીની તમામ T-20 મેચ ઓડિયન્સ વગર રમાશે.

આ મહત્વપૂર્ણ નિર્ણય GCA એ દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને જીસીએ દ્વારા બીસીસીઆઇ સાથે ચર્ચાવિચારણા કરીને આ ઇન્ટરનેશનલ મેચોમાં દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જે લોકોએ અગાઉથી ટિકિટ બુક કરાવી હતી તેમને પોતાની ટિકિટના રિફંડની ચિંતા થઈ રહી હશે. પણ તમારે આ બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

GCA ના જણાવ્યા અનુસાર, ત્રણેય T-20 મેચોની ટિકિટના રૂપિયા રીફંડ કરવામાં આવશે.અને એકાદ બે દિવસમાં લોકોને તેમની ટિકિટના પૈસા રિફંડ મળી જશે. તેના માટે પોલિસી તૈયાર કરવામાં આવશે. અને જે લોકોને કોમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં આવી છે, તેમને સ્ટેડિયમમાં નહીં આવવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ જણાવ્યા અનુસાર, કોરોનાના વધતા કેસને કારણે GCA એ BCCI સાથે ચર્ચાવિચારણા કરીને એ નિર્ણય લેવામાં આવ્યો છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી તારીખ 16, 18 અને 20 માર્ચની T-20 મેચો ઓડિયન્સ વગર રમાશે. અને જે લોકોએ તેની ટિકિટ ખરીદી હતી તેમને તેમના નાણાં રિફંડ કરી દેવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular