સુનીલ શેટ્ટીને પસંદ છે ક્રિકેટર કેએલ રાહુલ, તેના આથિયાના સંબંધ વિષે પૂછવા પર સુનીલે આપ્યો આવો જવાબ.
બોલીવુડ અભિનેત્રી અને ક્રિકેટરો વચ્ચે લવ અફેયરની પરંપરા ઘણા દશકોથી ચાલતી આવે છે. તેમાંથી કેટલાક તો લગ્ન કરી સેટલ પણ થઇ ગયા છે. હવે આ લીસ્ટમાં સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના નામ પણ જોડાઈ શકે છે. ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના સંબંધોને લઈને પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે. આ કપલ ઘણી જગ્યાએ એક સાથે જોવા મળે છે.
બંને થોડા સમય પહેલા એક એડ ફિલ્મમાં પણ એક સાથે જોવા મળ્યા હતા. અને આથિયાના પિતા સુનીલ શેટ્ટી પણ કેએલ રાહુલ સાથે વર્કઆઉટ કરતા જોવા મળી ચુક્યા છે. તેથી એ તર્ક લગાવવામાં આવી રહ્યો છે કે, આ કપલ વહેલી તકે જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. હાલમાં જ આ કપલ ઉપર સુનીલ શેટ્ટીએ એક એવી કમેન્ટ પણ કરી દીધી જેનાથી આ બંનેના સંબંધોનું સત્ય વધારે ગાઢ થતું દેખાઈ રહ્યું છે.
વર્તમાનમાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લંડનમાં છે. બંનેનો એક ફોટો પણ શેર થયો છે જેને જોઈને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ દરમિયાન આથિયા પોતાના ખાસ મિત્ર કેએલ રાહુલ સાથે હતી. ખાસ કરીને કેએલ રાહુલે ઇંગ્લેન્ડના પ્રવાસ માટે આથિયાને પાર્ટનર તરીકે લીસ્ટ કરી હતી. નિયમ મુજબ ભારતીય ટીમના ખેલાડી પોતાની સાથે એક પાર્ટનરને લઇ જઈ શકે છે, પણ તેના માટે તેમણે ટીમ મેનેજમેન્ટને પહેલાથી જ જાણ કરવી પડે છે.
આ દરમિયાન સુનીલ શેટ્ટીએ એક મીડિયા પાર્ટલ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હા આથિયા હાલના સમયમાં ઇંગ્લેન્ડમાં છે. તે પોતાના ભાઈ અહાન સાથે છે. બંને ભાઈ બહેન ત્યાં ફરવા ગયા છે. બીજી ડીટેલ્સ તમે તેમની પાસેથી જ મેળવી શકો છો. સુનીલ શેટ્ટી કેએલ રાહુલને પસંદ કરે છે.
એ વાતનો અંદાઝ તે વાત ઉપરથી લગાવી શકાય છે કે, થોડા દિવસો પહેલા તે કેએલ રાહુલ સાથે જિમમાં વર્કઆઉટ કરતા દેખાયા હતા. જયારે સુનીલને તે વિડીયો વિષે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, અહાન અને રાહુલ બંને સારા મિત્ર છે. મેં એ મેસેજ તે બંને માટે જ આપ્યો હતો. રાહુલ મારા પસંદગીના ક્રિકેટર્સ માંથી એક છે.
આથિયા અને કેએલ રાહુલ થોડા સમય પહેલા એક ચશ્માંની કંપનીનું પ્રમોશન કરવા માટે એક સાથે એક જાહેરાતમાં પણ જોવા મળ્યા હતા. તેની ઉપર સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, તે એક આંતરરાષ્ટ્રીય બ્રાંડ છે અને તે બંનેને પસંદ કરવાનો નિર્ણય કંપનીનો છે. તે બંને એક બીજા સાથે ઘણા સારા દેખાય છે. બંને સારા દેખાતા કપલ છે. જાહેરાતની ગણતરીએ બંનેની જોડી જોરદાર છે. બંને એક સાથે સારા લાગે છે, તે એડમાં. જયારે સુનીલને આથિયા અને રાહુલના સંબંધ વિષે પ્રશ્ન કરવામાં આવ્યો, તો તેમણે જણાવ્યું કે સારું રહેશે આ પ્રશ્ન તમે તે બંનેને જ પૂછો.
તમને આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની જોડી કેવી લાગે છે તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તમને શું લાગે છે શું આ બંનેએ લગ્ન કરી લેવા જોઈએ?
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.