વર્લ્ડકપ ટિમનો ભાગ રહેલા આ ક્રિકેટર પૈસા કમાવા માટે બન્યા સુથાર, પેટ ભરવા માટે કર્યા આવા કામ.
ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ જયારે પોતાની કારકિર્દીના ટોપ સ્થાન ઉપર હોય છે તો તેમને ખુબ પૈસા મળે છે, પણ નિવૃત્તિ પછી તેમનું જીવન પહેલા જેવું નથી રહેતું. ખેલાડીઓએ પોતાનું ગુજરાન ચલાવવા માટે બીજા કામ કરવા પડે છે. ઘણા ખેલાડીઓ નિવૃત્તિ પછી આર્થિક તંગીનો ભોગ પણ બનતા હોય છે. હાલમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
મુશ્કેલ બન્યું જીવન :
ઓસ્ટ્રેલીયાની ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર ઝેવીયર ડોહર્ટી (Xavier Doherty) એ વર્ષ 2017 માં ક્રિકેટ માંથી સન્યાસ લઇ લીધો હતો. નિવૃત્તિ પછી તે ઘણા મુશ્કેલ સમય માંથી પસાર થઇ રહ્યા છે. તેમણે પોતાનું ગુજરાન ચલાવવા માટે સુથારનું કામ કરવું પડે છે.
સુથાર બન્યા ડોહર્ટી :
ઓસ્ટ્રેલીયન ક્રિકેટર્સ એસોસિએશને પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં ઝેવીયર ડોહર્ટી કારપેન્ટ્રીનું કામ શીખતા જોવા મળી રહ્યા છે.
વર્લ્ડ કપ જીતી ચુક્યા છે :
ઝેવીયર ડોહર્ટીએ વર્ષ 2010 માં ઈંટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2015 માં તે આઈસીસી વર્લ્ડ કપ જીતવા વાળી ઓસ્ટ્રેલીયન ટીમના સભ્ય હતા, જોકે ફાઈનલમાં તેમને પ્લેઈંગ XI માં સ્થાન મળી શક્યું ન હતું.
નિવૃત્તિ પછી કર્યા ઘણા કામ :
ઝેવીયર ડોહર્ટીએ જણાવ્યું કે, જયારે તેમણે ક્રિકેટ માંથી વિદાય લીધી હતી ત્યારે તેમણે વિચાર્યું ન હતું કે તે આગળ શું કરવાના છે? શરુઆતના 12 મહિના સુધી તો તેમને જે પણ કામ મળ્યું તેમણે તે કર્યું. આ કડીમાં તેમણે લેંડસ્કેપીંગ, ઓફીસ વર્ક અને થોડા ક્રિકેટ સંબંધી કામ પણ કર્યા.
મળી આર્થિક મદદ :
પછી ઝેવીયર ડોહર્ટીએ સુથાર બનવાનું કામ શીખ્યું અને તેમની અડધી તાલીમ પણ પૂરી થઇ ચુકી છે. ડોહર્ટીએ કહ્યું, જયારે ક્રિકેટમાં કરિયર પૂરું થઇ જાય છે તો તમને ખબર પડે છે કે, હવે પૈસા કેવી રીતે આવશે. મગજમાં વાત ચાલે છે કે આગળ શું થશે? જીવન કેવું રહેશે? ઓસ્ટ્રેલીયન ક્રિકેટર્સ એસોસીએશનની ટ્રાંજીશન મેનેજર કાર્લાએ ફોન ઉપર મદદ કરી. તેની સાથે જ ભણવા માટે પણ પૈસા મળ્યા. તેનાથી આર્થિક મદદ મળી અને મારા ખર્ચા પણ થોડા ઓછા થઇ ગયા.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.