તમે બધા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ઓળખતા જ હશો. જો ના ઓળખતા હોય તો જણાવી દઈએ કે, તે રાજપૂત કરણી સેનાનાં ગુજરાત પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ છે. તે સમાજ કલ્યાણના કાર્યો કરે છે. હાલમાં તેમણે એક ચોં કાવના રો ખુલાસો કર્યો છે, જેનો એક વિડીયો ઘણો શેયર થઈ રહ્યો છે. તે વિડીયોમાં તે દીકરીઓને શિક્ષણ આપવા માટે રાજપૂત સમાજને અપીલ કરતા જોવા મળી રહ્યા છે.
હાલમાં જ રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજા જામનગરના ‘મોટી લાખાણી’ નામના ગામમાં ગયા હતા. ત્યાં તેમણે બહેનોની એક મિટિંગમાં તેમને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપીને તેમને માહિતગાર કર્યા હતા. અને તે સમયનો એક વિડીયો હાલમાં ખૂબ શેયર થઈ રહ્યો છે.
તેમણે જાડેજા સમાજની મહિલાઓ સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું જ છે. દીકરાઓને ઘરકામ કરાવવાથી દરબારીપણું જતું નહીં રહે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે, ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. દીકરીઓને ભણાવવી જોઈએ. ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી.
રિવાબાએ કહ્યું કે, દીકરીને ભણતર અને દીકરાને સાવરણી બંને એક સરખા છે. આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે. આપણા દીકરાઓને આપણે કહેવાની જરૂર છે કે, તે પણ દીકરીની જેમ જ ઘરનું કામ કરે. ઘરનું કામ કરવાથી જાડેજા અથવા તો ઝાલા સરનેમને કોઈ ચોકડી નથી મારવાનું. સાવરણી ઉપાડવાથી આપણું દરબારી પણ જતું નથી રહેવાનું.
રિવાબાએ એક ખુલાસો પણ કર્યો કે, જયારે હું રોટલી કરતી હોઉં ત્યારે મારા પતિ રવિન્દ્ર જાડેજા ચા બનાવતા હોય છે. રિવાબાએ મહિલાઓને જણાવ્યું કે, મારા હસબન્ડ રવિન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે. આ રીતે રિવાબા સમાજમાં રહેલી માનસિકતા બદલવા માટે સલાહ આપી રહ્યા છે. અને હાલમાં તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ શેયર થઈ રહ્યો છે. દરેક જગ્યાએ તે ચર્ચાનો વિષય બન્યો છે.