IPL જોતા યુવકો સનરાઈઝર્સ હૈદરાબાદની આ ‘મિસ્ટ્રી ગર્લ’ ના બની ગયા દીવાના, કેમેરામાં કેદ થઈ સુંદર યુવતીની અદાઓ.
સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 14 મી સીઝનની શરુઆત સારી નથી રહી. તેમાં અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંને જ મેચમાં તેને હાર મળી છે. પહેલી મેચમાં તેને કોલકતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) એ હાર આપી હતી, તો બુધવારના રોજ રમાયેલી મેચમાં તેને રોયલ ચલેંજર્સ બેંગલુરુ (આરસીબી) ના હાથે હારનો સામનો કરવો પડ્યો.
સનરાઈઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) એ આરસીબી વિરુદ્ધ 6 રનથી મેચ ગુમાવી. મેચ ઘણી રોમાંચક રહી. મેચમાં સનરાઈઝર્સના ફેન્સના ચહેરા ઉપર આનંદ અને દુઃખ બંને જોવા મળ્યા. તે આરસીબીની વિકેટ પડવા અને ડેવિડ વોર્નર, મનીષ પાંડેના ચોક્કા છક્કા ઉપર તાળીઓ વગાડતા જોવા મળ્યા. તેમાં ફ્રેન્ચાઇઝીની ‘મિસ્ટ્રી ગર્લ’ ના નામથી પ્રસિદ્ધ કાવ્યા મારન પણ સામેલ રહી.
કાવ્યા મેચ જોવા માટે ચેન્નઈના સ્ટેડીયમમાં હાજર હતી. તે ટીમને ચીયર કરતી જોવા મળી. મેચ દરમિયાન કાવ્યાના અલગ અલગ એક્સપ્રેશન કેમેરામાં કેદ થયા. તે રાશીદ ખાન દ્વારા વિકેટ લેવા ઉપર તાળીઓ વગાડતી જોવા મળી, તો જેસન હોલ્ડરના આઉટ થવા પર નિરાશ થતી જોવા મળી.
સનરાઈઝર્સના બોલર રાશીદ ખાને જયારે આરસીબીના સ્ટાર બેટ્સમેન એબી ડીવિલીયર્સને આઉટ કર્યો, તો કાવ્યા મારન નાચી ઉઠી. તેના રીએક્શન કેમેરામાં કેદ પણ થયા. રાશીદ ખાને આ મેચમાં ડીવિલીયર્સને 1 રન ઉપર આઉટ કર્યો. તેણે ડીવિલીયર્સને ડેવિડ વોર્નરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
ત્યાર બાદ કાવ્યા મારન સનરાઈઝર્સના ઓલરાઉંડર જેનસ હોલ્ડરના આઉટ થયા પછી કેમેરામાં કેદ થઈ. હોલ્ડરના આઉટ થયા પછી કાવ્યા નિરાશ જોવા મળી. ફ્રેન્ચાઇઝીને હોલ્ડર ઉપર ઘણી આશા હતી. આ મેચમાં તેને મોહમ્મદ નબીની જગ્યાએ સામેલ કરવામાં આવ્યા હતા. હોલ્ડરે બોલિંગ તો સારી કરી, પણ તેનું બેટ ન ચાલ્યું. હોલ્ડરે 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ લીધી. અને તેમણે 5 દડામાં માત્ર 4 રન બનાવ્યા અને આઉટ થઈ ગયા.
કાવ્યા મારન સનરાઈઝર્સની પાછલી મેચમાં પણ સ્ટેડીયમમાં હાજર હતી. તે ટીમને ચીયર કરવા આવી હતી. રાશીદ ખાને આ મેચમાં જયારે વિકેટ લીધી હતી, તો કાવ્ય ખુશીથી નાચી ઉઠી હતી. તે સ્ક્રીન ઉપર પણ જોવા મળી.
કાવ્યા એસઆરએચની સીઈઓ છે. આઈપીએલ 2021 ના ઓકશનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે બોલી લગાવતી વખતે પણ કાવ્યા જોવા મળી હતી. કાવ્યાને ક્રિકેટ બહુ ગમે છે. તે ઉપરાંત તે તેનું કામકાજ પણ સારી રીતે સંભાળે છે. તે પહેલી વખત આઈપીએલ 2018 દરમિયાન જોવા મળી હતી. કાવ્યાએ ચેન્નઈથી એમબીએ કર્યું છે અને હવે તેનું સંપૂર્ણ ફોકસ આઈપીએલ ઉપર છે.
SAY HONESTLY!
How many of you wanted SRH to win tonight just to see her happy??
.
THE SMILE ON HER FACE when Rashid & Nabi were taking wickets, when Samad & Manish Pandey were hitting 6s WAS PRICELESS! 😍😍
.#KaviyaMaran #SRHvsKKR pic.twitter.com/oIdGnqegTZ— Nirmal Kumar 🇮🇳 (@nirmal_indian) April 11, 2021
આ માહિતી આજ તક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.