રવિવાર, એપ્રિલ 2, 2023
Homeક્રિકેટસારા તેંડુલકરને એક મહિલાએ કહ્યું – ‘પપ્પાના પૈસા બરબાદ કરી રહી છે’,...

સારા તેંડુલકરને એક મહિલાએ કહ્યું – ‘પપ્પાના પૈસા બરબાદ કરી રહી છે’, તે મહિલાને સારાએ આપ્યો આવો જવાબ.


સચિન તેંડુલકરની દીકરી સારાના ફોટા પર મહિલાએ કરી ટીકા તો સારાએ આવો જવાબ આપીને તેની વિકેટ પાડી દીધી.

ક્રિકેટના લેજેંડ સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકરની સોશિયલ મીડિયા ઉપર સારી એવી ફેન ફોલોઈંગ છે. તે ઈંસ્ટાગ્રામ ઉપર ઘણી એક્ટીવ પણ રહે છે.

સારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચર્ચામાં આવી ગઈ છે. તેની પોસ્ટમાં તેણીએ હાથમાં કોફીનો કપ પકડેલો છે અને કેપ્શનમાં લખ્યું છે – “@Bluetokaicoffee saves lives”.

સારાની આ પોસ્ટ એક મહિલાને ન ગમી, આથી તેમણે તેની મજાક ઉડાવવાનો પ્રયત્ન કર્યો. મહિલાએ સારા તેંદુલકર ઉપર ટીકા કરતા જણાવ્યું કે, તે તેના પપ્પાના પૈસા બગાડી રહી છે. ત્યાર બાદ સારાએ તે મહિલાને જોરદાર જવાબ આપ્યો.

સારાએ મહિલાને ટેગ કરીને મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો. સારાએ જવાબ આપતા લખ્યું, કોઈ પણ પૈસા જે કેફીન ઉપર ખર્ચ થયા હોય, તે એ પૈસાનો સારો ઉપયોગ છે. તેને બગાડ કરવો ન કહેવાય (પછી તે કોઈ પણ હોય). તે મહિલાએ સારા ઉપરાંત તેના ભાઈ અર્જુન તેંડુલકર ઉપર પણ ટીકા કરી હતી.

તે મહિલાએ આઈપીએલ ઓકશનમાં અર્જુન તેંદુલકરની 20 લાખ રૂપિયાની કિંમત ઉપર હરાજી થવા ઉપર ટીકા કરી હતી. તે મહિલાએ તેના પર લખ્યું હતું, સૌથી સસ્તો છોકરો. જણાવી દઈએ કે, મુંબઈ ઈંડીયંસે આઈપીએલની સીઝન માટે અર્જુન તેંદુલકરને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

બની શકે કે અર્જુન તેંદુલકર આઈપીએલની આ સીઝનમાં ડેબ્યુ પણ કરે. તે મુંબઈ ઈંડીયંસના નેટ્સ સેશનમાં જોરદાર પરસેવો પાડી રહ્યો છે. અર્જુન પહેલા સચિન તેંદુલકર પણ લાંબા સમય સુધી મુંબઈ ઈંડીયંસ માટે રમ્યા હતા. સચિને આઈપીએલની ચાર સીઝનમાં મુંબઈની કેપ્ટનશીપ કરી, પણ તે ટીમને કપ જીતાડી શક્યા ન હતા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular