શુક્રવાર, ઓગસ્ટ 12, 2022
Homeક્રિકેટહરભજન સાથે લગ્ન કર્યા પછી ગીતા બસરાએ કેમ છોડી દીધો અભિનય? વર્ષો...

હરભજન સાથે લગ્ન કર્યા પછી ગીતા બસરાએ કેમ છોડી દીધો અભિનય? વર્ષો પછી હવે આપ્યો તેનો જવાબ.


બીજી વખત માં બનવા જઈ રહેલી હરભજનની પત્ની ગીતાએ જણાવ્યું લગ્ન પછી અભિનય છોડવાનું કારણ.

ભારતીય સ્પિનર હરભજન સિંહની પત્ની ગીતા બસરા લગ્ન પછી લાઈમલાઈટથી દુર જતી રહી છે. ગીતાએ બોલીવુડને બદલે કુટુંબને વધુ સમય આપવાનું શરુ કરી દીધું છે. વર્ષ 2016 માં ગીતા અને હરભજનને એક દીકરી થઇ જેનું નામ બંનેએ હિનાયા રાખ્યું. બંને વહેલી તકે જ એક વખત ફરી માતા-પિતા બનવા જઈ રહ્યા છે. કપલે હાલમાં જ એ જાહેરાત કરી છે કે, ટૂંક સમયમાં જ ગીતા પોતાના બીજા બાળકને જન્મ આપશે.

એક ઈન્ટરવ્યુમાં ગીતાએ જણાવ્યું કે, જયારે તે તૈયાર હશે ત્યારે કામ ઉપર પાછી આવવા વિષે વિચાર કરશે, અને કોઈ પણ મહિલાએ પોતાના પેશનને ફોલો કરવું જોઈએ. મહિલાઓને માત્ર તેમના માતૃત્વ પરથી જ પરિભાષિત ન કરવી જોઈએ. ગીતાએ જણાવ્યું કે, હું એક વર્કિંગ મોમ સાથે આગળ વધી છું, તેમણે પોતાના કુટુંબની ઘણી સારી કાળજી રાખી અને આજે અમે જે કાંઈ પણ છીએ તે તેમના કારણે જ છીએ.

ગીતાએ જણાવ્યું કે, હું તેમને એક પ્રેરણા સ્ત્રોત તરીકે જોઉં છું. હું નથી માનતી કે મહિલાઓએ તેમનું કોઈ પણ પેશન બસ એમ જ છોડી દેવું જોઈએ. તેમણે જણાવ્યું, માં હોવું એક ઘણી ખુશી આપવા વાળું અને અંદરથી ભરી દેવા વાળું પાત્ર છે, જે મેં મારા જીવનમાં ભજવ્યું છે. ગીતાએ જણાવ્યું કે, હિનાયા સાથે મારી દરેક ક્ષણ પ્રેમથી ભરેલી રહી છે. કામ ન કરવું મારો અંગત નિર્ણય રહ્યો છે.

ગીતાએ જણાવ્યું કે, તે માતૃત્વને એન્જોય કરી રહી હતી અને એ વાતનો આનંદ ઉઠાવી રહી હતી કે, તે દરેક ક્ષણે પોતાની બાળકી સાથે હાજર હોય. ભલે તે પહેલી વખત તેનું ચાલવાનું હોય, પહેલી વખત તેનું હસવું હોય કે તેના દ્વારા બોલવામાં આવેલો પહેલો શબ્દ હોય. ગીતાએ એ વાત ઉપર પણ ભાર આપ્યો છે કે, માત્ર માતૃત્વ તમને પરિભાષિત નથી કરી શકતું પણ છેવટે તે કોઈનો પણ અંગત નિર્ણય છે.

જુલાઈમાં ઘરે આવશે નાનો મહેમાન :

તેમણે જણાવ્યું કે, મેં જે કાંઈ પણ કર્યું તેનો મેં ઘણો આનંદ ઉઠાવ્યો છે, અને જયારે સમય આવશે અને હું તૈયાર હોઈશ, તો હું દરેક સ્થિતિમાં કામ ઉપર પાછી ફરીશ. ગીતા બસરા અને હરભજન સિંહ જુલાઈમાં બીજી વખત માતા-પિતા બની શકે છે. બીજી વખત માં બનવા વિષે થોડા દિવસો પહેલા ગીતાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, વાત હવે ઘણી અલગ છે અને આ પ્રેગનેન્સી ઘણી મુશ્કેલ રહી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular