બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeખેતીઆ ખેડૂત કેળાની ખેતીથી પ્રતિ એકર 4 લાખ સુધીનો નફો કરે છે,...

આ ખેડૂત કેળાની ખેતીથી પ્રતિ એકર 4 લાખ સુધીનો નફો કરે છે, જાણો કઈ રીતે? |


જો તમને લાગે છે કે ખેતીમાં સારો નફો નથી થતો, તો તમે ભારતના જ આ ખેડૂતની નફો કરાવતી પદ્ધતિ જાણી લો.

આ સમયે ખેતીમાં ખરીફ પાકની સીઝન છે અને તે પાકોમાં પાણીની વધુ જરૂર રહે છે. તેથી સરકાર ફળવાળા પાકોને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ ઉપર કામ કરી રહી છે. તેમાંથી એક પાક કેળાનો પણ છે, જેને નફા વાળી ખેતી માનવામાં આવે છે. તેથી ઉત્તર ભારતના ઘણા ખેડૂત હવે પારંપરિક ખેતી છોડીને કેળાની ખેતી તરફ વળી રહ્યા છે.

પ્રતિ એકર 4 લાખ રૂપિયા સુધીનો નફો :

ઉત્તર પ્રદેશના સીતાપુરના બેલહારી ગામના રહેવાસી સુધીર ગાંધી યુપી સરકાર તરફથી સફળ પ્રગતિશીલ ખેડૂતનો એવોર્ડ મેળવી ચુક્યા છે. તે ત્રણ એકરમાં કેળાની ખેતી કરતા હતા. જેમાંથી 4 લાખ રૂપિયા પ્રતિ એકર સુધીનો નફો કમાઈ લેતા હતા. માર્કેટની સ્થિતિ જો થોડી વધુ સારી હોય છે તો તે નફો વધીને 5 લાખ સુધી પહોંચી જાય છે.

ન્યુઝ એજન્સી સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, કેળાની ખેતી કરતી વખતે તે એક છોડથી બીજા છોડ વચ્ચે 6 ફૂટ અંતર અને એક લાઈનથી બીજી લાઈન વચ્ચે 9 ફૂટ અંતર રાખે છે. તે દરમિયાન તે ખાલી જગ્યા ઉપર ગલગોટા અને આદુની ખેતી કરે છે. તેનો ફાયદો એ થાય છે કે કેળાના પાકનો ખર્ચ સાથી છોડ માંથી નીકળી જાય છે.

કેળાના છોડની વિશેષ બાબતો :

કેળાના છોડની વિશેષ વાત એ છે કે, તેને એક વખત રોપ્યા પછી તે લાંબા સમય સુધી તકે છે. તે આશરે પાંચ વર્ષ સુધી તો તકે છે. જો તેને બીમારીઓ નથી લાગતી તો તે 10 વર્ષ સુધી પણ ટકવાની સંભાવના રહે છે. તેને બીમારીઓથી બચાવવા માટે સમયે સમયે તેની સિંચાઈ કરવાની જરૂર રહે છે. જો ખેડૂત ભાઈ સમયસર સિંચાઈ નથી કરતા તો કેળાના છોડને વધુ દિવસ સુધી જીવિત નથી રાખી શકતા.

ઘરે જ બને છે ખાતર, સિંચાઈ માટે ડ્રીપ ઇરીગેશનનો કરે છે ઉપયોગ :

સુધીર ગાંધીએ જણાવ્યું કે, તે કેળાની ખેતી માટે કેમિકલવાળા ખાતર ઉપર જરાપણ આધારિત નથી રહેતા. તે ઘરે જ વર્મી કમ્પોસ્ટના માધ્યમથી જૈવિક ખાતરનો ઉપયોગ કરે છે. તેનાથી ખેતીમાં ખર્ચ પણ ઓછો આવે છે અને તેમાંથી નીકળતા ફળ પણ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. તે ઉપરાંત તેમણે જણાવ્યું કે, સિંચાઈ માટે ડ્રીપ ઇરીગેશનની પદ્ધતિનો ઉપયોગ કરે છે, તેનાથી બધા છોડને પૂરતા પ્રમાણમાં પાણી મળી જાય છે અને તેની વૃદ્ધી સારી રીતે થાય છે.

કેળાનું બજાર :

કેળા લોકોના પસંદગીના ફળો માંથી એક છે. તેનું બજાર શોધવામાં વધુ સમય નથી લાગતો. હંમેશા તેના ફળ ખેતરો માંથી હાથો હાથ વેચાઈ જાય છે. જે નથી વેચાતા તેને વેપારી હાથો હાથ બજારમાં ખરીદી લે છે. તે ઉપરાંત કેળાના પાંદડા પણ વેચાઈ જાય છે, જે પતરાળા અને દોરડા તૈયાર કરવામાં ઉપયોગમાં લેવાય છે. તેની કમાણી કેળાના ફળની કમાણીથી અલગ હોય છે. સાથે જ ખેડૂત તેમાંથી પોતાનો નફો બમણો કરી શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular