હમણાં હમણાં કેટલાક મીઠાની તાણય હોય એવા સેવ મમરા જેવા લોકો… ખેડૂતને ભિખારી.. સરકારી સહાયનો માગણ.. વારેવારે સહાય લેવા વાળો.. એથીય આગળ વધીને અન્નદાતા શાનો? આવા સવાલ કરે છે.
કરે કેમકે એવા લોકો પોતાના માં બાપને પણ હિસાબ આપે. કેમકે આવી આટા વગરની કપલીનો એવું માનતી હશે કે માં બાપએ આનંદ માટે એમને જન્માવી ભરાવી દીધા. માં બાપ જન્મદાતા શાના?
આવા લોકોના જવાબ માટે આ જોજો નીચેનો વીડિયો.
છે તમારી તાકાત કે એક વર્ષનો પગાર કોઈ પક્ષી કે પશુને દાન આપવાનો?
ખાલી વાતો..
એ 56 ની છાતી એકલા ખેડૂત પાસે છે.. માટે એ અન્નદાતા છે.
કોઈની માટે ફાવે તેવી કોમેન્ટ કરતો એક વર્ગ ઉભો થયો છે. આજકાલ એવા સેવ મમરા અને જીણી સેવ મમરીઓનો બસ ખેડૂતને ખાલીસતાની બતવો.. ચોર.. ભિખારી.. સરકારી સહાય પર જીવતો…
ખેતીની ખબર ના હોય તો કહી દઉં કે આખું જગત ખેતીને સહાય આપે છે.. એકલું ભારત નહીં.
બીજું આ દેશના બંધારણમાં અંગેરેજો ખેતી પ્રધાન દેશ લખીને ગયા છે. કોઈ નોકરી કે ઉદ્યોગકારોનો પ્રધાન દેશ નથી લખ્યો.
જીવ દયા ના નગારા નથી ફૂંકતો ખેડુ… એતો એના લોહીના સન્સકારમાં વણાયેલું હોય. નથી કોઈ જીવદયા કે પક્ષી બચાવના બેનર મારતો..
જો આત્મા જેવું જીવતું હોય. સ્વંમાન ગીરવે ના હોય તો હવે ખેડુ માટે કટુ વેણ બોલતા વિચારજો..
એક ટીટોડી જેવા ક્ષુદ્ર જીવ માટે બે ચાર વિઘાની ખેતી છોડી શકે તો એક અન્નદાતા હોય.. કોઈ લેખક કે સેવ મમરા નહીં..
– વૈદ્ય જીતુભાઈ પટેલ.
જુઓ વિડીયો :