જે ખેડૂતો પાસે કિસાન ક્રેડીટ કાર્ડ છે તેમના માટે આવ્યા રાહતના સમાચાર, સાથે જ જાણો આ કાર્ડ કેવી રીતે મળે છે.
આ મહામારીના સમયમાં કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. લગભગ 8 કરોડ કિસાન ક્રેડીટ કાર્ડ (KCC) ધારકો માટે લોન ચુકવણી કરવાની તારીખ વધારીને હવે 30 જુન સુધી કરી દેવામાં આવી છે. મહામારીને કારણે કેન્દ્ર સરકારે લોન ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચથી વધારીને 30 જુન કરી દીધી છે.
કિસાન ક્રેડીટ કાર્ડ ઉપર લોન લેવા વાળા ખેડૂતોને 31 માર્ચ સુધી લોનની ચુકવણી કરવા પર વ્યાજ દરોમાં છૂટ મળે છે. જો ખેડૂત 31 માર્ચ સુધી લોન નહિ ચુકવે તો તેને 4 ટકાને બદલે 7 ટકાના દરે વ્યાજ આપવાનું રહે છે. હાલમાં મહામારીને કારણે ઉત્પન થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે ખેડૂતને રાહત આપવામાં આવી છે. જો તે 30 જુન સુધી લોનની ચુકવણી કરે છે, તો તેમની પાસેથી 4 ટકાના દરે જ વ્યાજ લેવામાં આવશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લગભગ 10 કરોડ ખેડૂતોને 2-2 હજાર રૂપિયાનો આઠમો હપ્તો જાહેર કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, સરકાર સતત એવા પ્રયત્ન કરી રહી છે કે, નાના અને શ્રીમંત ખેડૂતોને બેંકો માંથી સસ્તી અને સરળ લોન મળે. તેના માટે વીતેલા દોઢ વર્ષથી કિસાન ક્રેડીટ કાર્ડ ઉપલબ્ધ કરાવવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે દરમિયાન 2 કરોડથી વધુ કિસાન ક્રેડીટ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે.
વ્યાજમાં મળે છે છૂટ :
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ 2018-19 માં 1,00,78,897 ખેડૂતોને કેસીસી (કિસાન ક્રેડીટ કાર્ડ) પુરા પાડવામાં આવ્યા. જયારે 2019-20 માં 1,23,63,138 કેસીસી બનાવવામાં આવ્યા. ખેતી-વાડી માટે કેસીસી ઉપર લેવામાં આવેલા 3 લાખ રૂપિયા સુધી લોનનો વ્યાજ દર 9 ટકા છે. પણ સરકાર ખેડૂતોને 5 ટકા સબસીડી આપે છે. આ રીતે માત્ર 4 ટકા વ્યાજ ઉપર પૈસા મળી જાય છે. કેસીસીની વેલીડીટી પાંચ વર્ષ રાખવામાં આવી છે.
સૌથી સસ્તી લોન :
સરકારે ખેતી માટે સૌથી સસ્તી માત્ર 4 ટકા વ્યાજદર ઉપર લોનની વ્યવસ્થા કરી છે. એટલા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમને કેસીસી યોજના સાથે લીંક કરી દેવામાં આવી છે. તેને બનાવવા માટેનું ફોર્મ પણ પીએમ કિસાન સ્કીમની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ખેડૂત ભાઈઓ અહિયાંથી કેસીસી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. તેને બનાવવાનું ફ્રી કરી દેવામાં આવ્યું છે એટલે કે તેના બનાવવા માટે કોઈ ચાર્જ નથી આપવો પડતો.
કિસાન ક્રેડીટ કાર્ડના ફાયદા :
1.60 લાખ રૂપિયા સુધીની લોન લેવા માટે ગેરંટીની જરૂર નથી.
કેસીસીથી ખેતી સાથે જોડાયેલી વસ્તુ ખરીદી શકો છો, પાછળથી પાક વેચીને લોન ચૂકવી દો.
કેસીસી લેવા ઉપર હવે પાક વીમો કરાવવો સ્વૈચ્છિક થઇ ગયું છે.
કેસીસી હવે ડેરી અને માછલીઉછેર માટે પણ મળી રહ્યા છે.
કોણ લઇ શકે છે કિસાન ક્રેડીટ કાર્ડ?
ખેતી-વાડી, પશુપાલન અને માછલીઉછેર સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ કેસીસી લઇ શકે છે.
કોઈ બીજાની જમીન ઉપર ખેતી કરવા વાળા વ્યક્તિ પણ લઇ શકે છે લાભ.
ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 75 વર્ષ હોવી જોઈએ.
ખેડૂતની ઉંમર 60 વર્ષથી વધુ હોય તો એક કો-અપ્લીકેંટ પણ જોઈશે, જેની ઉંમર 60 વર્ષથી ઓછી હોય.
જરૂરી દસ્તાવેજ :
ખેતીના કાગળો એટલે રાજસ્વ રેકોર્ડ.
ઓળખ માટે આધાર, પેન કાર્ડની ફોટો કોપી.
કોઈ બીજી બેંકમાં દેવાદાર ન હોવાનું એફીડેવીટ.
અરજદારનો ફોટો.
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.