ગુજરાતના આ ખેડૂતે પડતર જમીન ઉપર આ વસ્તુ ઉગાડી, હવે દર વર્ષે 35 લાખ રૂપિયા કમાય છે.
જ્યાં તાપમાન વધુ હોય, પાણીની અછત હોય, બીજા પાકોની ખેતી નહિ જેવી થતી હોય, તે જગ્યા ઉપર ઓર્ગેનિક ખજુરની ખેતી કરી શકાય છે. તેમાં ખર્ચ પણ ઓછો થશે અને સારી આવક પણ થશે. ગુજરાતના પાટણ જીલ્લાના રહેવાસી એક ખેડૂત નિર્મલ સિંહ વાઘેલાએ તેની પહેલ કરી છે. લગભગ 10 વર્ષ પહેલા તેમણે પોતાની જમીનના મોટા ભાગમાં ઓર્ગેનિક ખજુરના પ્લાન્ટ લગાવ્યા હતા. હવે તે પ્લાન્ટ તૈયાર થઇ ગયા છે અને તેમાં ફળ આવવા લાગ્યા છે. તેનાથી વાર્ષિક 35 લાખ રૂપિયા તેમની કમાણી થઇ રહી છે.
સામી તાલુકાના રહેવાસી નિર્મલ સિંહ 10 વર્ષ પહેલા કચ્છથી ખજુરના છોડ લાવ્યા હતા, જેને તેમણે પોતાની પડતર જમીન ઉપર ઉગાડ્યા હતા. તેમણે ખજુરની સારી એવી ઉપજ લાવવા અને તેને ઓર્ગેનિક બનાવવા માટે ઘણા પ્રયોગ કર્યા. તેના પરિણામે આજે એક એક ઝાડ ઉપર મોટા પ્રમાણમાં ખજુરની ઉપજ થઇ રહી છે. તેમણે છોડને માત્ર ગૌમૂત્ર અને છાણના મિશ્રણ માંથી તૈયાર ઓર્ગેનિક ખાતર જ આપ્યું. તેને કારણે ન માત્ર છોડનો ઝડપથી વિકાસ થયો, પણ ખજુરમાં પણ સારી મીઠાશ આવી.
400 રૂપિયે કિલો સુધી વેચાય છે તેમની પ્રોડક્ટ : નિર્મલ જણાવે છે કે અમે દર વર્ષે પાટણ, રાધનપુર, ચાણસ્મા સહીત આસપાસના શહેરોમાં ખજુર વેચીએ છીએ. આમ તો અન્ય ખજુર 80 થી 100 રૂપિયે પ્રતિ કિલોના હિસાબથી વેચાય છે, પણ ઓર્ગેનિક ખજુર 250 રૂપિયાથી 400 રૂપિયા સુધીમાં વેચાય છે, કેમ કે ઓર્ગેનિક ખજુરની વિશેષ રીતે અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં વધુ માંગ છે.
તે જણાવે છે કે પહેલા અમે કેમિકલ ખાતરનો ઉપયોગ કરતા હતા, પણ હવે અમે સંપૂર્ણ રીતે ગૌમૂત્ર અને છાણના મિશ્રણ માંથી બનેલા જૈવિક ખાતરનો જ ઉપયોગ કરવા લાગ્યા છીએ. તેનાથી પાકની ઉપજ થોડી ઓછી થશે, પણ ખજુરનો ટેસ્ટ સારો આવશે.
એક ઝાડ માંથી લગભગ 80 કિલો ખજુર : ખજુરનો પાક ઉગાડવા વાળા બીજા એક ખેડૂત યુવરાજ વાઘેલા જણાવે છે કે, અમારા ખેતરમાં લગભગ સાત હજાર નર અને આઠ હજાર માદા ખજુરના છોડ છે. આ બંને પ્રકારના છોડ માંથી અલગ અલગ ટેસ્ટ વાળા ખજુરનો પાક થાય છે. દરેક ઝાડમાંથી 70 થી 80 કિલો ખજુરની ઉપજ થાય છે.
ખજુરને પ્લાસ્ટિકની થેલીઓથી ઢાંકીએ છીએ : નિર્મલ જણાવે છે કે, અમે ખજુરને પ્લાસ્ટિકની થેલીઓથી ઢાંકી દઈએ છે, જેથી પાક ઉપર બહારના વાતાવરણની ખોટી અસર ન પડે. તેનાથી ડાળી પર લાગેલી એક પણ ખજુર ખરાબ થતા નથી. તે ઉપરાંત તે જીવાતથી પણ સુરક્ષિત રહે છે. નિર્મલના ખેતરની દેખરેખ કરવા વાળા રમેશજી ઠાકોર જણાવે છે કે, ખેતરમાં 25 મજુર કામ કરે છે, જે ખેતરની આસપાસ જ રહે છે. તે પાકથી તેમના કુટુંબનું પણ ભરણપોષણ થાય છે.
ખજુરની આટલી માંગ કેમ છે? ખજુર પૃથ્વી ઉપર ઉગતું સૌથી જુનું ઝાડ છે. તેમાં કેલ્શિયમ, ખાંડ, આયરન અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. તેનો ઉપયોગ ઘણા સામાજિક આયોજનો અને તહેવારોમાં કરવામાં આવે છે. તે ઉપરાંત તેના ઘણા આરોગ્ય વર્ધક લાભ પણ છે, જેમ કે કબજિયાત, હ્રદય રોગને દુર કરવો, ઝાડા કંટ્રોલ કરવા અને ગર્ભાવસ્થામાં મદદ કરવી. તેની સાથે જ ચટણી, અથાણું, જેમ, જ્યુસ અને બીજી બેકરી આઈટમ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ઓર્ગેનિક ખજુરની ખેતી કેવી રીતે કરવી? ખજુરની ખેતી માટે કોઈ વિશેષ જમીનની જરૂર નથી પડતી. પડતર જમીન ઉપર પણ તેની ખેતી થઇ શકે છે. વર્ષમાં બે વખત તેનું પ્લાન્ટિંગ કરવામાં આવે છે. એક વખત ફેબ્રુઆરીથી માર્ચ અને બીજી વખત ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિના વચ્ચે. પ્લાન્ટની વચ્ચે 6 થી 8 મીટરનું અંતર રાખવામાં આવે છે. એક છોડને તૈયાર થવામાં 8 વર્ષ જેટલો સમય લાગી શકે છે. ત્યાર પછી તેમાંથી ફળ નીકળવા લાગે છે.
સિંચાઈ માટે આજકાલ ઇરીગેશન ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમે કેમિકલ ફર્ટીલાઈઝરને બદલે ગાયનું છાણ અને દેશી ખાતરનો ઉપયોગ કરી શકો છો. તેનાથી પાક પણ સારો થશે અને જમીનની ફળદ્રુપતા પણ વધશે. બરહી, ખૂનેજી, હિલ્લાવી, જામલી, ખદરાવી ખજુરની મુખ્ય જાતો છે.
ઓછા રોકાણમાં વધુ નફો : એ સાચું છે કે ખજુરની ખેતીમાં બીજા પાકની સરખામણીમાં વધુ સમય લાગે છે, પણ જયારે એક વખત ફળ આવવા લાગે છે તો પછી આવકની ગતિ વધતી જાય છે. ખાસ વાત એ છે કે તેની ખેતીમાં સંસાધનોની જરૂર ઓછી પડે છે. તે કારણે જ માત્ર બીજ અને થોડો મેંટેનેંસનો ખર્ચ લાગે છે. એક ઝાડમાંથી સરેરાશ 70 થી 100 કિલો સુધી ખજુર નીકળે છે.
એક એકરમાં 70 છોડ લગાવી શકાય છે. એટલે 50 ક્વિન્ટલથી વધુ ખજુર એક એકર જમીન માંથી નીકળી શકે છે. જો 100 કિલોના ભાવથી તમે તેને બજારમાં વેચો છો તો ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા વાર્ષિક કમાઈ શકો છો. આજકાલ ખજુરની પ્રોસેસિંગ કરીને પણ સારી કમાણી કરવામાં આવી રહી છે.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.