રવિવાર, એપ્રિલ 2, 2023
Homeખેતીશું તમે જાણો છો કે ટ્રેક્ટરના આગળના અને પાછળના ટાયર નાના મોટા...

શું તમે જાણો છો કે ટ્રેક્ટરના આગળના અને પાછળના ટાયર નાના મોટા કેમ હોય છે? આ છે તેનું સાચું કારણ.


જાણો ટ્રેકટર શબ્દ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો અને તેના ટાયર અલગ અલગ આકારના કેમ હોય છે?

ટ્રેક્ટર શબ્દ એ ‘ટ્રેક્શન’ શબ્દ ઉપરથી બન્યો છે. જેનો અર્થ છે ખેંચવું. એટલા માટે ટ્રેક્ટરને ભારે વજનદાર સમાન ઉપાડવા માટે ઓળખવામાં આવે છે.

ટ્રેક્ટરના પાછળના ટાયર મોટા અને આગળના ટાયર નાના હોવાનું કારણ સમજતા પહેલા એ સમજી લેવું જરૂરી છે કે, હકીકતમાં ટ્રેક્ટર હોય છે શું અને તે બીજા વાહનોથી કેમ અલગ છે? ખાસ કરીને ટ્રેક્ટર ‘ટ્રેક્શન’ શબ્દ ઉપરથી બન્યો છે, જેનો અર્થ છે ખેંચવું, એટલા માટે ટ્રેક્ટરને ભારે વજનદાર વસ્તુ ઉપાડવા માટે ઓળખવામાં આવે છે.

સામાન્ય રીતે લોકો વચ્ચે મોટી ગેરસમજણ છે કે ટ્રેક્ટરનું એન્જીન ઘણું શક્તિશાળી હોય છે. પણ એ સાચું નથી. ટ્રેક્ટર ભારે વજનદાર વસ્તુ ઉપાડવામાં સક્ષમ તો હોય છે પણ તેનો અર્થ એ નથી કે તેનું એન્જીન શક્તિશાળી જ હોય. ત્યાં સુધી કે એક સામાન્ય એવી કારનું એન્જીન પણ ટ્રેક્ટરના એન્જીનથી વધુ શક્તિશાળી હોય છે. તેમ છતાં પણ કારની સરખામણીમાં ટ્રેક્ટર પોતાની ક્ષમતાથી ઘણો વધુ વજન સરળતાથી ખેંચી શકે છે.

ખરેખર તેની પાછળનું કારણ શું છે?

જો એક સામાન્ય કાર અને ટ્રેક્ટરની સરખામણી કરીએ તો ટ્રેક્ટરના એન્જીનની ક્ષમતા કારના એન્જીનથી માત્ર બે તૃતીયાંશ જ હોય છે, પણ ટ્રેક્ટરમાં ટોર્ક (પૈડાં ફેરવવા કે ખેંચવાની ક્ષમતા) દોઢ ગણી વધુ હોય છે. ગીયરની મદદથી ટ્રેક્ટરની સ્પીડ ઓછી કરીને કારની સરખામણીમાં વધુ ટ્રેક્શન કે ટોર્ક ઉત્પન્ન કરી શકાય છે. એ ટોર્ક ટ્રેક્ટરમાં લોડ ખેંચવાનું કામ કરે છે. ટ્રેક્ટરના ખેંચવા વાળા બળને ટ્રેક્શન કહે છે.

ટ્રેક્ટરમાં પાછળના ટાયર મોટા લગાવવાનું કારણ :

ખાસ કરીને કાર કે પછી બાઈકની સરખામણીના ટ્રેક્ટર કીચડ કે પછી માટીમાં સરળતાથી કામ કરે છે. ગ્રીપ કે ટ્રેક્શન ઓછું હોવાને કારણે કાર અને બાઈક કીચડમાં લપસવા લાગે છે કે ફસાઈ જાય છે, પણ પાછલા ટાયર મોટા હોવાને લીધે ટ્રેક્ટર સરળતાથી નીકળી જાય છે. ટ્રેક્ટરમાં પાછળ મોટા ટાયર લગાવવાથી ટાયર કીચડમાંથી સરળતાથી નીકળી જાય છે. ટ્રેક્ટરમાં પાછળ મોટા ટાયર લગાવવાથી ટાયર કીચડમાં ફસાતા નથી અને સારી પક્કડ જાળવી રાખે છે.

ટ્રેક્ટરમાં આગળના ટાયર નાના લગાવવાનું કારણ :

આગળના ટાયર નાના લગાવવાથી ટ્રેક્ટરને વળાંક ઉપર ફેરવવામાં સરળતા રહે છે. કોઈ પણ ટ્રેક્ટર માટે એમ કરવું ઘણું જરૂરી હોય છે, કેમ કે ટ્રેક્ટરને અલગ રીતે કામ (વાવવું, અને પાક કાપવો) કરવા માટે વધુ ક્ષેત્રફળમાં ફરવું પડે છે. આગલા પૈડા નાના હોવાથી ખેતરમાં કામ કરતી વખતે આગળ જોવામાં સરળતા રહે છે. એટલા માટે ટ્રેક્ટરમાં આગળના ટાયર નાના લગાવવામાં આવે છે.

ખાસ કરીને ટ્રેક્ટરનું એન્જીન આગળ હોય છે એટલા માટે વજનને બેલેન્સ કરવા માટે મોટા ટાયર લગાવવા જરૂરી હોય છે. મોટા ટાયર લગાવવાથી એક બીજો ફાયદો એ થાય છે કે, જયારે લોડ ખેંચવાનો હોય છે તો ટ્રેક્ટર આગળથી ઊંચું થતું નથી.

થોડા વર્ષોમાં માર્કેટમાં એવા ટ્રેક્ટર પણ આવી ચુક્યા છે, જેના આગળ અને પાછળના ટાયર સમાન આકારના હોય છે. આ પ્રકારના ટ્રેક્ટરમાં ચારે ટાયર મોટા આકારના લગાવવામાં આવે છે. તે દરમિયાન ચારે ટાયરોમાં પાવરને કારણે જ ટ્રેક્ટરને ટ્રેક્શન પણ સારું મળે છે જેના લીધે તે મુશ્કેલમાં મુશ્કેલ જગ્યા ઉપર પણ ફસાતા નથી.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular