બુધવાર, ઓગસ્ટ 10, 2022
Homeખેતીસારા પગારવાળી નોકરી છોડીને શરૂ કરી આ વસ્તુની ખેતી, હવે ગામના લોકોને...

સારા પગારવાળી નોકરી છોડીને શરૂ કરી આ વસ્તુની ખેતી, હવે ગામના લોકોને પણ આપી રહ્યા છે રોજગાર.


કોર્પોરેટ નોકરી છોડી આ વસ્તુની ખેતી કરી કમાવા લાગ્યા લાખો રૂપિયા, પ્રધાનમંત્રી કરી ચુક્યા છે તેમના કામની પ્રસંશા.

સારી કંપનીમાં સારા પગાર વાળી નોકરી હોવા છતાં પણ રોહિત પોતાના ગામમાં આવીને પોતે કાંઈક એવું કરવા માંગતા હતા જેમાં તેમની સાથે તેમની આસપાસના લોકોને પણ લાભ મળી શકે. રોહિતને કોલેજ પૂરી કરતાની સાથે જ ગુરુગ્રામમાં આવેલી ઇનવેસ્ટમેંટ બેંક એચએસબીસી કંપનીમાં નોકરી મળી ગઈ હતી. ત્યાર પછી તેમણે એમબીએની ડીગ્રી લીધી અને ત્યાર પછી એચઆર તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જોઈન કરી લીધી.

તે સમયગાળા દરમિયાન એક વાત જે હંમેશા તેમને પરેશાન કરી રહી હતી, તે તેમના ગામમાંથી યુવાનોનું થઈ રહેલું પલાયન હતું, જે સારી તકની શોધમાં સતત ગામ છોડીને જઈ રહ્યા હતા.

રોહિત એ સમસ્યાને ઉકેલવા માંગતા હતા અને ટેકનીક સાથે ખેતી કરવાના તેમના વિચારે તેમને તે પલાયનને રોકવાની પણ એક તક આપી દીધી. બસ ત્યાર પછી ઘણા વર્ષો સુધી એચઆર તરીકે કામ કરવા વાળા રોહિતે ઓગસ્ટ 2020 માં પોતાની કોર્પોરેટની નોકરી છોડી દીધી.

શરુ કર્યું એગ્રીટેક સ્ટાર્ટઅપ :

હકીકતમાં નોકરી છોડતા સમયે રોહિત લોકડાઉનને લીધે પોતાના ગામમાં જ હતા. ત્યાર પછી રોહિતે તેમના ભાઈ મોહિત સાથે મળીને એગ્રીટેક સ્ટાર્ટઅપ એગ્રીકાશની સ્થાપના કરી. તેની સાથે જ રોહિતે પોતાના ઘરની પાછળ બનેલા તળાવમાં મોતીની ખેતી શરુ કરી દીધી.

તળાવના માધ્યમથી છીપ દ્વારા પેદા કરવામાં આવી રહેલા મોતીને રોહિતે ડીલરોને જથ્થાબંધ વેચવાનું શરુ કરી દીધું. તે ડીલર પછી તે મોતીઓને તેના આકાર અને ક્વોલેટી મુજબ કટિંગ કરીને પોલીશ કરી તેને જ્વેલરી માર્કેટમાં વેચવાનું કામ કરે છે. રોહિતે તેમાં 5 લાખ રૂપિયાનું શરુઆતમાં રોકાણ કર્યું હતું, જયારે માત્ર થોડા જ સમયની અંદર તે પોતાના રોકાણના ત્રણ ગણાથી વધુ રકમ મેળવી ચુક્યા છે.

માત્ર 4 હજાર છીપો સાથે પોતાના આ વ્યવસાયની શરુઆત કરવા વાળા રોહિત હવે 12 હજારથી વધુ છીપોને તળાવમાં રાખી રહ્યા છે. આજે આ છીપોની જાળવણી માટે તેની પાસે આખી ટીમ છે.

ભુવનેશ્વર જઈને તાલીમ લીધી :

શરુઆતમાં મોતીની ખેતીનો આઈડિયા આવવા પર રોહિતે ઈન્ટરનેટ દ્વારા તેના વિષે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો, તેમણે મોતીની ખેતીને યોગ્ય રીતે સમજવા માટે ભુવનેશ્વરમાં આવેલા CIFA માં તાલીમ પણ લીધી છે.

તે મોતીની ખેતી સાથે જ એગ્રીકાશ સ્ટાર્ટઅપ હેઠળ બકરી અને મધમાખી ઉછેરનું કામ પણ કરી રહ્યા છે. એટલું જ નહિ રોહિત અને તેમના ભાઈ આ સમયમાં સ્થાનિક ખેડૂતોને ન માત્ર ટેકનીકલી રીતે ખેતી કરવાની તાલીમ આપી રહ્યા છે, પણ તેમને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે.

રોહિતના જણાવ્યા મુજબ છેલ્લા દોઢ વર્ષમાં તે અને તેમના ભાઈ લગભગ 200 થી વધુ લોકોને તાલીમ આપી ચુક્યા છે, જેમાં વારાણસી સાથે જ બિહાર અને ઝારખંડના લોકો પણ શામેલ છે.

પીએમ મોદીએ પણ કરી પ્રસંશા :

રોહિત અને તેમના ભાઈઓના આ કામની પ્રસંશા પોતે પીએમ મોદી પણ કરી ચુક્યા હતા. ગયા વર્ષે પીએમ મોદીએ ટ્વીટ કરીને વારાણસીના આ આત્મનિર્ભર ખેડૂતોની પ્રશંસા કરી હતી. પીએમ મોદીના ટ્વીટ પછી એક તરફ જ્યાં આ ભાઈઓની ચર્ચા ચારે તરફ થવા લાગી, અને બીજી તરફ આ ભાઈઓએ પોતાની સતત મહેનતના બળ ઉપર પોતાના આ વ્યવસાયને સતત વધારવાનું પણ કામ કર્યું છે.

આ માહિતી યોર સ્ટોરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular