સેલિબ્રિટીઓની જેમ કેરીની સુરક્ષા માટે રાખવા પડે છે ગાર્ડ અને કુતરા, જાણો અત્યંત મોંઘી કેરી વિષે.
મધ્ય પ્રદેશના જબલપુરમાં એક કેરીના બગીચાની સુરક્ષા માટે 3 ગાર્ડ 9 કુતરા લગાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બગીચામાં ઉગેલી એક કેરીની કિંમત લાખો રૂપિયામાં છે. આ ખાસ પ્રકારની કેરી જાપાનમાં મળી આવે છે.
જબલપુરના આ બગીચામાં ઉગેલી આ કેરીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2 લાખ 70 હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે.
જબલપુરના હવામાનમાં ઉગેલી આ કિંમતી કેરી હજારોમાં નહિ પણ લાખો રૂપિયામાં વેચાય છે અને એટલા માટે તેની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેરીના રક્ષણ માટે કુતરા અને ગાર્ડસ 24 કલાક બગીચામાં હાજર રહે છે.
બગીચાના માલિક સંકલ્પે જણાવ્યું કે, આ જાપાની કેરીનું નામ ‘ટાઈયો નો ટમેંગો’ છે, તેને એગ ઓફ સન એટલે સૂર્યનું ઈંડું પણ કહેવામાં આવે છે. સંકલ્પ જણાવે છે કે થોડા સમયથી આ કેરી ઘણી ચર્ચામાં આવી હતી. જેના લીધે તેમના બગીચામાંથી કેરીની ચોરી થઇ ગઈ હતી. એટલા માટે તેઓ આ કિંમતી કેરીના રક્ષણ માટે ચિંતિત છે અને સુરક્ષા ઉપર વધુ પૈસા ખર્ચ કરી રહ્યા છે.
આ કેરી જયારે સંપૂર્ણ પાકી જાય છે તો તે આછી લાલ અને પીળી થાય છે અને તેનુ વજન લગભગ 900 ગ્રામ સુધી પહોંચી જાય છે. તેમાં રેશા નથી હોતા અને ખાવામાં તે ઘણી મીઠી હોય છે. કેરીની આ જાતી જાપાનમાં સંરક્ષિત વાતાવરણમાં ઉગાડવામાં આવે છે. પણ સંકલ્પ સિંહ પરિહારે પોતાની પડતર પડેલી જમીન ઉપર ખુલ્લા વાતાવરણમાં જ ઉગાડી છે.
જાપાનમાં 2017 માં આવી કેરીની લગભગ 3600 ડોલરની બોલી લગાવવામાં આવી હતી, જેની ભારતમાં કિંમત લગભગ અઢી લાખ રૂપિયા થાય છે. બગીચાના માલિક સંકલ્પના જણાવ્યા મુજબ, 4 એકરના બગીચામાં આ કેરીના થોડા છોડથી શરૂઆત કરવામાં આવી હતી, આજે ભારતીય 14 હાઈબ્રીડ અને 6 વિદેશી પ્રકારની કેરી તેમના બગીચામાં સરળતાથી થાય છે.
ભારતમાં આ કેરીની ખેતી ક્યાય થતી નથી. જાપાની કેરીને તામાગોના નામથી ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઘણી માંગ છે. જાપાની ભાષામાં તાઈયો નો તામાગોના નામથી તેને ઓળખવામાં આવે છે.
સંકલ્પ પરિહારે પોતાના 4 એકરના બગીચામાં 14 અલગ અલગ પ્રકારની કેરી ઉગાડી છે અને તે ઉપરાંત તામાગો કેરીના 52 ઝાડ ઉગાડ્યાં છે. આ કેરીની ખેતી કરવા વાળા સંકલ્પ પરિહારે જણાવ્યું કે, જાપાનમાં આ કેરીને પોલી હાઉસની અંદર સુરક્ષિત વાતાવરણમાં ઉગાડવામાં આવે છે.
સંકલ્પ પરિહારે પ્રયોગ તરીકે તે ઉગાડી હતી અને તેને જબલપુરનું વાતાવરણ સારું લાગ્યું અને અહિયાં ઉગી ગઈ. તેમણે જણાવ્યું કે, છેલ્લે એક કેરીની કિંમત 2.70 લાખ રૂપિયા હતી.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.