સોમવાર, મે 29, 2023
Homeખેતી5 વર્ષ પહેલા અડધો એકરથી પણ ઓછી જમીનમાં શરૂ કરી હતી આ...

5 વર્ષ પહેલા અડધો એકરથી પણ ઓછી જમીનમાં શરૂ કરી હતી આ વસ્તુની ખેતી, હવે આટલો બધો નફો કરે છે.


ગેજ્યુએશન કર્યા પછી સરકારી નોકરી ન મળી તો શરૂ કરી ખેતી, હવે એક સીઝનમાં જ લાખોની કમાણી કરે છે.

ઉત્તર પ્રદેશના કૌશાંબી જીલ્લાના રહેવાસી રવીન્દ્ર પાંડેયએ ગેજ્યુએશન કર્યા પછી પાંચ વર્ષ સુધી સરકારી નોકરીની તૈયારી કરી. ઘણી પરીક્ષા આપી, પણ મનપસંદ સફળતા ન મળી. પિતા ખેતી કરતા હતા. આવકનું બીજું કોઈ સાધન ન હતું. એટલા માટે હવે કાંઈકને કાંઈક કરવું હતું જેથી આવક થઇ શકે. રવીન્દ્રએ 2016 માં અડધો એકરથી પણ ઓછી જમીન ઉપર ડ્રેગન ફ્રુટની ખેતી શરુ કરી.

પહેલા બે વર્ષ સુધી તો કાંઈ ખાસ ન થયું, પણ હવે તે તેમાંથી એક સીઝનમાં 4 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. સાથે જ એક ડઝનથી વધુ ગામમાં ખેડૂતને તાલીમ આપીને તેમનું જીવન સુધારવાનું કામ કરી રહ્યા છે. 31 વર્ષના રવીન્દ્ર જણાવે છે કે અમારી પાસે જે કાંઈ થોડું ઘણું છે, તે ખેતી જ છે. અભ્યાસ દરમિયાન પિતા સાથે ખેતીવાડીનું કામ પણ શીખ્યું હતું, પણ મને સરકારી નોકરીની શોધ હતી. મેં પ્રયત્ન પણ કર્યા પણ કાંઈ હાથ ન લાગ્યું.

સમાચાર પત્ર દ્વારા ડ્રેગન ફ્રુટ વિષે મળી માહિતી :

એક દિવસ સમાચાર પત્ર દ્વારા રવીન્દ્રના પિતાને ડ્રેગન ફ્રુટની ખેતી વિષે માહિતી મળી. તેમણે રવીન્દ્રને કહ્યું કે તપાસ કર કે તે ક્યાં થાય છે? તેની ખેતી કેવી રીતે થાય છે? અને તે એટલું મોંઘુ કેમ વેચાય છે? રવીન્દ્ર જણાવે છે કે, મેં પહેલી વખત તેનું નામ સાંભળ્યું હતું. ઈન્ટરનેટ ઉપર જયારે ડ્રેગન ફ્રુટ વિષે સર્ચ કર્યું. ત્યારે મને ખબર પડી કે તે તો કમર્શીયલ ફ્રુટ છે અને તેની ન્યુટ્રીશનલ વેલ્યુ ઘણી છે. એટલા માટે તેની માંગ છે. તે સમાચાર પત્રમાં એ વાતની પણ માહિતી હતી કે, સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માંથી તેના બીજ ખરીદી શકાય છે.

બીજા દિવસે રવીન્દ્ર અને તેના ગામના થોડા ખેડૂત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગયા. ત્યાંના અધિકારોને તેના વિષે વધુ જાણકારી ન હતી. તે લોકોએ રવીન્દ્રને સલાહ આપી કે નવો પાક છે. એક વખત તમારે લોકોએ પ્રયત્ન કરીને જોવું જોઈએ. બીજ અમે ઉપલબ્ધ કરાવી દઈશું અને સમય સમયે તેના વિષે જે પણ જાણકારી હશે, તે તમને લોકોને શેર કરવામાં આવશે.

60 હજારના રોકાણથી ખેતીની શરુઆત :

રવીન્દ્ર જણાવે છે કે, મને એ આઈડિયા પસંદ આવ્યો. છેવટે કાંઈક ને કાંઈક તો કરવું જ હતું. એટલા માટે નક્કી કર્યું કે ડ્રેગન ફ્રુટની ખેતી કરવી છે. લાભ નુકશાન જે પણ થશે જોયું જશે. ફેબ્રુઆરી 2016 માં તેમણે પા એકર જમીન ઉપર 440 પ્લાન્ટ સાથે ડ્રેગન ફ્રુટની ખેઈ શરુ કરી. બીજની ખરીદી અને પ્લાન્ટેશનમાં લગભગ 60 હજાર રૂપિયાનો ખર્ચ તેમને થયો હતો.

2017 ના જુલાઈ સુધી છોડ તૈયાર થઇ ગયા. ફ્રુટ પણ નીકળવા લાગ્યા. પણ જે આશા સાથે રવીન્દ્રએ ખેતી કરી હતી તે મુજબ ઉત્પાદન ન થયું. ઘણી મુશ્કેલીથી થોડા ઘણા ફ્રુટ નીકળ્યા. તેમાંથી પણ માર્કેટ સુધી ઘણા ઓછા જ પહોંચી શક્યા. જેથી નિરાશ થઈને ગામના બીજા ખેડૂતોએ પોતાના ખેતર માંથી ડ્રેગન ફ્રુટને કાઢી નાખ્યા.

ઈન્ટરનેટ ઉપર માહિતી મેળવવાનું શરુ કર્યું, નિષ્ણાંત સાથે વાત કરી :

રવીન્દ્ર જણાવે છે કે, અમે તો સાંભળ્યું હતું કે ડ્રેગન ફ્રુટની ખેતીમાં કમાણી સારી હોય છે, પણ અમારું તો પ્રોડક્શન જ સારું નથી થયું. પછી તેને લઈને તેમણે ઈન્ટરનેટ ઉપર માહિતી મેળવવાનું શુર કર્યું. ડ્રેગન ફ્રુટની ખેતી કરી રહેલા ખેડૂતો સાથે તેમણે રૂબરૂ સંપર્ક કર્યો. તેમની સાથે પોતાની મુશ્કેલી શેર કરી.

ત્યાર પછી તેમણે જાણ્યું કે, તે પોતાના પાકમાં કેમિકલ ફર્ટીલાઈઝર અને પેસ્ટીસાઈડનો ઉપયોગ કરી રહ્યા છે, તેના લીધે જ પ્રોડક્ટ પ્રભાવિત થઇ રહ્યું છે. તે ખેડૂતોએ રવીન્દ્રને સલાહ આપી કે તે કેમિકલ ફર્ટીલાઈઝરને બદલે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે. છાણ અને વર્મીકમ્પોસ્ટનો ઉપયોગ કરે. ત્યાર પછી રવીન્દ્રએ કેમિકલ ફર્ટીલાઈઝરને બદલે ઓર્ગેનીક ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનું શરુ કર્યું. થોડા જ દિવસો પછી તેની અસર પણ દેખાવા લાગી. બીજા વર્ષે ઉત્પાદન સારું થયું. સાથે જ કમાણીમાં પણ વધારો થયો. 2019 માં ડ્રેગન ફ્રુટ વેચીને તેમણે એક લાખ રૂપિયાની કમાણી કરી હતી.

નર્સરી દ્વારા પણ કરી રહ્યા છે કમાણી :

હવે રવીન્દ્ર ડ્રેગન ફ્રુટની ખેતીની સાથે સાથે તેની નર્સરી માંથી પણ કમાણી કરી રહ્યા છે. બે વર્ષ પહેલા તેમણે પોતે જ ગ્રાફટીંગ કરી નર્સરી તૈયાર કરી હતી. તેમની પાસે હવે દુર દુરથી ખેડૂત બીજ ખરીદવા માટે આવે છે. તે એક બીજની કિંમત 50 રૂપિયા લે છે, જે માર્કેટ કે મોટા શહેરોની સરખામણીમાં ઘણા ઓછા છે.

માર્કેટીંગ માટે તે સોશિયલ મીડિયાની મદદ લઇ રહ્યા છે. તેમણે ડ્રેગન ફ્રુટ નામથી પેજ અને વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે. જેના દ્વારા લોકો તેમની પાસેથી ડ્રેગન ફ્રુટ ખરીદે છે. સાથે જ ઘણા વેપારીઓ પોતે તેમના ખેતર ઉપર આવીને ડ્રેગન ફ્રુટ લઇ જાય છે. બીજા જે ફ્રુટ વધે છે, તે લોકલ માર્કેટમાં વેચાઈ જાય છે. તે ઉપરાંત દુરના ખેડૂતો કે ગ્રાહક માટે પાર્સલ દ્વારા બીજ અને ફ્રુટ મોકલવામાં આવે છે. રવીન્દ્ર હવે ખેતીનો વિસ્તાર કરવા માંગે છે. તે જણાવે છે કે અમે ટૂંક સમયમાં જ દોઢ એકર જમીન ઉપર ડ્રેગન ફ્રુટની ખેતી કરીશું. સાથે જ પ્રોસેસિંગ યુનિટ લગાવવાનો પણ પ્લાન કરી રહ્યા છીએ.

દર વર્ષે 8 થી 10 લાખ કમાઈ શકાય છે નફો :

રવીન્દ્ર જણાવે છે કે જે ખેડૂત કમર્શીયલ ખેતી કરવા માંગે છે. તેમના માટે ડ્રેગન ફ્રુટ સૌથી સારો વિકલ્પ છે. નાના લેવલ ઉપર 100 થી 200 પ્લાન્ટ સાથે તેની ખેતીની શરુઆત કરી શકાય છે. તેમાં વધુ ખર્ચ નહિ આવે. જયારે તમારો પાક તૈયાર થઇ જાય, ફ્રુટ નીકળવા લાગે અને માર્કેટમાં માંગ હોય તો તમે તેનો વિસ્તાર વધારી શકો છો. સૌથી પડકાર પૂર્ણ કામ માર્કેટમાં સ્થાન બનાવવાનું જ હોય છે. જેનું માર્કેટમાં નેટવર્ક સારું છે, મોટા શહેરો અને સુપર માર્કેટ સુધી પહોંચ છે, તેના માટે સારું છે. તે તેનાથી સારી કમાણી કરી શકે છે.

હવે નાના શહેરોમાં તેની માંગ ઝડપથી વધી રહી છે. એક ફ્રુટની કિંમત 100 થી 300 રૂપિયા સુધી હોય છે. અને એક એકર જમીન ઉપર તેની ખેતીથી વર્ષના 10 ટન ફ્રુટનું ઉત્પાદન થઇ શકે છે. જેનાથી પ્રતિ ટન 8-10 લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે. સૌથી સારી વાત એ છે કે એક વખત પ્લોટીંગ પછી તમાં ફરી વધુ ખર્ચ નથી કરવો પડતો. દર વર્ષે બસ જાળવણીની જરૂર રહે છે. એક પ્લાન્ટની લાઈફ 25 વર્ષ સુધી હોય છે.

કેવી રીતે કરવી ડ્રેગન ફ્રુટની ખેતી?

ડ્રેગન ફ્રુટ ઉગાડવા માટે બીજ સારી જાતના હોવા જોઈએ. ગ્રાફ્ટેડ પ્લાંટ હોય તો વધુ સારું રહેશે. કેમ કે તે તૈયાર થવામાં સમય ઓછો લાગે છે. રવીન્દ્રના જણાવ્યા મુજબ વરસાદ સિવાય આખું વર્ષ તેના બીજ ઉગાડી શકાય છે. માર્ચથી જુલાઈ વચ્ચે પ્લોટીંગ કરવું વધુ સારું રહે છે. પ્લોટીંગ પછી નિયમિત રીતે કલ્ટીવેશન અને ટ્રીટમેન્ટની જરૂર રહે છે. તેના માટે સિમેન્ટના થાંભલાની પણ જરૂર પડે છે. એક થાંભલા સાથે ત્રણ પ્લાન્ટ લગાવી શકાય છે. જેમ જેમ પ્લાન્ટ વધે છે તેને દોરીથી બાંધવામાં આવે છે.

લગભગ એકથી સવા વર્ષ પછી પ્લાન્ટ તૈયાર થઇ જાય છે. બીજા વર્ષથી ફ્રુટ નીકળવા લાગે છે. ત્રીજા વર્ષથી જ સારા પ્રમાણમાં ફળનું પ્રોડક્શન થાય છે. તેના માટે તાપમાન 10 ડીગ્રીથી ઓછું અને 40 ડીગ્રી વચ્ચે હોય તો પ્રોડક્શન સારું થાય છે. બસ આપણે એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે, પાણી કે ભેજ વાળી જગ્યા ન હોય. મહિનામાં એક વખત સિંચાઈની જરૂર પડે છે. સારા પ્રોડક્શન માટે આપણે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. ખાતરને પ્લાન્ટના મૂળ પાસે સારી રીતે માટીમાં ભેળવી દેવું જોઈએ. તેની સાથે જ જીવામૃતનો પણ નિયમિત છંટકાવ કરવો જોઈએ. તેના માટે ડ્રીપ ઇરીગેશન વધુ સારી પદ્ધતિ હોય છે.

ક્યાંથી લઇ શકાય છે તાલીમ?

ડ્રેગન ફ્રુટની ખેતીની તાલીમ સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માંથી લઇ શકાય છે. તેની સાથે જ ઇન્ડીયન કાઉંસીલ ફોર એગ્રીકલ્ચર રીસર્ચ જે દેશમાં ઘણા શહેરોમાં આવેલા છે ત્યાંથી પણ લઇ શકાય છે. સાથે જ ડ્રેગન ફ્રુટની ખેતી કરવા વાળા ખેડૂતો પાસે પણ તેના વિષે જાણકારી લઇ શકાય છે. પોતે રવીન્દ્ર પણ ખેડૂતોને તાલીમ આપે છે. તે ઉપરાંત ઈન્ટરનેટની મદદથી પણ માહિતી મેળવી શકાય છે. તેની ખેતીને લઈને ઘણા લોકોએ વિડીયો તૈયાર કર્યા છે. ઘણી સંસ્થા સેમીનાર અને વર્કશોપ પણ આયોજિત કરાવતી રહે છે.

ડ્રેગન ફ્રુટની માંગ કેમ છે?

ઈમ્યુનીટી વધારવા માટે, કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવા માટે, હિમોગ્લોબીન વધારવા માટે, હ્રદય રોગ માટે, સ્વસ્થ બાળકો માટે, સ્વસ્થ ચહેરા માટે, વજન ઓછુ કરવા અને કેન્સર જેવી બીમારીઓને ઠીક કરવામાં તેનો ઉપયોગ થાય છે. હાલના દિવસોમાં મોટી મોટી કંપનીઓ ડ્રેગન ફ્રુટ ખરીદીને તેની પ્રોસેસિંગ પછી સોસ, જુસ, આઈસ્ક્રીમ સહીત ઘણી પ્રોડક્ટ તૈયાર કરી રહી છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular