મિત્રો આપણને બાળપણથી જ શીખવાડવામાં આવે છે કે બધાની સામે સારા બનીને રહો. લોકો સાથે સારું વર્તન રાખો જેથી તેઓ તમને પસંદ કરે. પણ આજની તારીખમાં જોવામાં આવે તો એક નાઈસ મેન જે હંમેશા બધાને ખુશ રાખે છે, લોકોની નજરમાં સારા બનીને રહે છે, તે દરેક વસ્તુ કરે છે જેનાથી તેની આસપાસના બધા લોકો ખુશ રહે, એવા વ્યક્તિની લોકો વધારે વેલ્યુ નથી કરતા. તેમને હળવાશમાં લે છે. એટલે જ લેખક ડેવિડ ડીડા પોતાના પુસ્તક ‘ધ વે ઓફ સુપિરિયર મેન’ માં જણાવે છે કે કઈ રીતે આપણે એક નાઈસ મેન માંથી એક સુપિરિયર મેન બની શકીએ છીએ.
સુપિરિયર મેન એક એવી વ્યક્તિ હોય છે જેની મોટાભાગે દરેક વ્યક્તિ વેલ્યુ કરે છે. તેને અને તેની વાતોને મહત્વ આપે છે. સુપિરિયર મેન તે હોય છે જેની હાઈ વેલ્યુ અને સેલ્ફ એસ્ટીમ હોય છે. કારણ કે તે પોતાનું એવું કેરેક્ટર ડેવલપ કરી લે છે જે ઘણી સ્ટ્રોંગ પર્સનાલિટીને રિપ્રેઝેન્ટ કરે છે. તો સુપિરિયર મેન બનવા માટે શું કરવું જોઈએ? તેના વિષે જાણીએ.
(1) એવી રીતે રહો જાણે કે તમારા પિતા નથી રહ્યા : જી હા, લેખક એવું કહે છે કે તમારે એવી રીતે જીવવું જોઈએ જાણે કે તમારા પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. આ વાક્ય તમને વાંચવામાં સારું નહિ લાગ્યું હોય, કારણ કે દરેક વ્યક્તિ પોતાના પિતાને પ્રેમ કરે છે. એવામાં તે રહ્યા નથી એવું વિચારવું ઘણું અસ્વસ્થ લાગે છે.
પણ લેખક કહે છે કે બાળપણથી જ આપણા દરેક નિર્ણયની જવાબદારી આપણા પિતાની રહે છે. પણ જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ ત્યારે આપણે આપણા નિર્ણયો અને જવાબદારી પોતે ઉપાડવી જોઈએ. તેનો અર્થ એ નથી કે તમારા પિતા તમારા માટે ખોટા નિર્ણય લે છે, કે તમે મોટા થઈ ગયા છો એટલે તમે તેમના કરતા સારા નિર્ણય લઇ શકો છો. પણ અહીં લેખક તમને સેલ્ફ ડિપેન્ડેડ (આત્મનિર્ભર) અને સેલ્ફ ઈન્ડિપેન્ડેન્ટ (સ્વતંત્ર) બનવા માટે કહે છે. જ્યાં તમે તમારા ફાયદા અને નુકશાન માટે પોતે જવાબદાર હોવ છો. એટલે એવી રીતે જીવતા શીખો જાણે કે તમને સપોર્ટ કરવાવાળું કોઈ છે જ નહિ.
જે કરવાનું છે તે તમારે કરવાનું છે. હવે તમને એ જણાવવા વાળું કોઈ નથી કે તમારા માટે શું સાચું અને શું ખોટું. તમારે તમારા જીવનના દરેક નિર્ણય જાતે લેવાના છે. પછી તે તમારું કરિયર હોય કે રિલેશનશિપ કે બીજું કાંઈ પણ. હવે તમને તમારા જીવનમાં કોઈ પણ કંટ્રોલ નથી કરી શકતું. તમને કોઈ પણ વ્યક્તિ સાચું કે ખોટું નથી જણાવવાના. તમારા પિતાએ તમારા માટે જેટલું કરવાનું હતું એટલું કરી લીધું, હવે તમે પોતાના જીવન માટે 100 ટકા જવાબદાર છો.
(2) સ્ત્રીને ખુશ કરવા માટે પોતાના વિચાર બદલો નહિ : છોકરીઓ સાથે વાત કરતા સમયે તમારે તેમને સારી રીતે સાંભળવી જોઈએ. જો તે તમારો પર્સપેક્ટીવ ચેન્જ કરવાનો પ્રયત્ન કરી રહી છે, તો તેનો અર્થ એ નથી કે તમે તેની વાત માની જઈને પોતાના વિચાર બદલી લો. તે એ તપાસી રહી હોય છે કે તમે પોતાનામાં કેટલો વિશ્વાસ રાખો છો. જો તમે કોઈ છોકરીના નિર્ણયને સાચો ગણી રહ્યા છો, પણ હકીકતમાં તમે તે નિર્ણયથી સહમત નથી તો તમે એક નબળા પુરુષ છો જેના વિચારને કોઈ પણ સરળતાથી બદલી શકે છે. એક સુપિરિયર મેન હંમેશા પોતાનામાં વિશ્વાસ રાખે છે.
(3) ટાસ્ક પૂરો કરવાની આશા રાખવાનું બંધ કરો : આપણે બધા એવી આશા રાખીએ છીએ કે એક દિવસ આપણે એ બધું કરી લઈશું જે કરવા માંગીએ છીએ. અને આપણે ફકત તે દિવસની રાહ જોતા રહીએ છીએ, એક ઉત્તમ તકની રાહ જોતા રહીએ છીએ, કે જે દિવસે બધી વસ્તુ આપણી તરફેણમાં હશે ત્યારે શરૂઆત કરીશું. પણ હકીકત એ છે કે જેમ જેમ કોઈ માણસનું જીવન આગળ વધે છે તેની સાથે તે સરળ નથી રહેતું. ભવિષ્યમાં જીવન વધારે અઘરું થઈ જાય છે. વધારે જવાબદારી, લોકોની અપેક્ષા, મોટા રિસ્ક ના લઇ શકવા, હેલ્થ પ્રોબ્લેમ વગેરે અડચણ આવે છે.
લેખક કહે છે કે, આજે તમે પોતાનું પહેલુ પગલું નથી ભરી શકતા, તો ભવિષ્યમાં બીજા પગલાં નહિ ભરી શકો. રાહ જોવામાં અને ધીરજ રાખવામાં ફરક હોય છે. જો તને પહેલું પગલું ભરીને રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છો તે તમારી ધીરજ છે. પણ તમે કોઈ પણ પગલું ભર્યા વગર બધું બરાબર થવાની રાહ જોઈ રહ્યા છો તો તે તમારો ટાઈમ વેસ્ટ છે. લેખક કહે છે કે, every moment waited is a moment wasted.
(4) તમારો પરપઝ તમારી રિલેશનશિપ પહેલા હોવો જોઈએ : જ્યારે કોઈ તમને તમારો પરપઝ શોધવા કહે છે તો તમે તેને તમારા સપના અને ગોલ સાથે જોડવા લાગો છો. પણ પરપઝનો સરળ અર્થ થાય છે પોતાની સ્ટ્રેન્થ શોધવી અને એક મીનિંગને પોતાની લાઈફ સાથે જોડવું, કે એવું કયું કામ છે જે તમે પુરા દિલથી કરી શકો છો. અને પોતાની તે સ્ટ્રેન્થથી દુનિયામાં શું જોડી શકો છો?
લેખક કહે છે કે તમારો પરપઝ તમારી રિલેશનશિપ પહેલા હોવો જોઈએ. જે જણાવે છે કે તમે કેટલા એમબીશિયસ છો, જેથી લોકો તમારી તરફ આકર્ષિત થાય છે. જોઈ વ્યક્તિ તમારા પરપઝ અને તમારી વચ્ચે આવે છે, તમને સમજાવવાની જગ્યાએ તમને ડીમોટીવેટ કરે છે, કે પછી એક અડચણ બની જાય છે, તો તમે તેને પોતાના જીવનમાંથી સરળતાથી કાઢી શકો છો. જો તમે એવું નથી કરતા તો તમે નબળા માણસ જેવું વર્તન કરો છો. એક સુપિરિયર મેન હંમેશા પોતાના કામને પોતાની રિલેશનશિપ કરતા વધારે મહત્વ આપે છે.
(5) કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળો : તમે એ લાઈન તો વાંચી જ હશે કે, તમે જેવા તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળશો એટલે જીવન શરુ થઈ જશે. જો કોઈએ પોતાનું જીવન સુધારવું છે તો તેનો સરળ રસ્તો છે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું અને એ કામ કરવું જે તમારા માટે મહત્વપૂર્ણ છે. પણ મોટાભાગના લોકો એવું નથી કરી શકતા અને નબળા પુરુષની જેમ વર્તન કરે છે.
(6) તમારા મિત્રોની ટીકાનો આનંદ માણો : દરેક છોકરીનું નેચરલ ડિઝાયર હોય છે સ્પેશિયલ ફીલ કરવું. જયારે કોઈ તેને એપ્રીશિએટ કરે છે તેને ફીલ કરાવે છે કે તે કેટલી સ્પેશિયલ છે, તો તે તેની ગ્રોથમાં મદદ કરે છે. અને પુરુષ પડકારોથી આગળ વધે છે. એક સુપિરિયર મેન ક્યારેય ચેલેંજથી દૂર નથી ભાગતા પણ તેને આવકારે છે. જેથી તે પોતાની નબળાઈ વિષે જાણી શકે છે અને તેના પર કામ કરી શકે છે. લેખક કહે છે કે તમારે દર અઠવાડિયે તમારા નજીકના મિત્રો સાથે બેસીને પોતાના જીવન વિષે ચર્ચા કરવી જોઈએ. જેથી તેઓ તમારી પ્રશંસા ન કરે અને તમારી દરેક ખોટી વાતોને તમારી સામે લાવે જેથી તમે તમારી જાતને સુધારીને ઉત્તમ બનાવી શકો.
(7) તે મહિલાને પસંદ કરો જે તમને પસંદ કરે : ઇવોલ્યુશનરી બાયોલોજીસ્ટ કહે છે કે, હંમેશા છોકરીઓ જ પોતાના પાર્ટનરને પસંદ કરે છે. છોકરાઓ ફક્ત છોકરીઓની પસંદ હોય છે. તેથી તમારે પોતાને એ રીતે વિકસિત કરવા જોઈએ કે દરેક છોકરી તમને પસંદ કરે, તમને પોતાના પાર્ટનર બનાવવા માંગે. લેખક કહે છે કે, જો તમે ક્યારેય પોતાને એવી પરિસ્થિતિમાં મેળવો જેમાં તમે કોઈ છોકરીને પસંદ કરો છો, તમે તેની સાથે રહેવા માંગો છો, પણ તે છોકરી તેવો અનુભવ નથી કરતી, તે અમારી સાથે રહેવા નથી માંગતી, તો તમારે તરત પાછળ હટી જવું જોઈએ.
જો તમે એવી છોકરીને મેળવવા પ્રયત્ન કરો જે તમારી સાથે નથી રહેવા માંગતી તો તમે કાંઈ પણ કરીને તે છોકરીના વિચારને બદલી નથી શકતા. ફિલ્મો અને અસલ જીવનમાં તફાવત હોય છે. એક સુપિરિયર મેન બધી છોકરીઓની રિસ્પેક્ટ કરે છે, પોતાના પરપઝ પર કામ કરે છે. આથી તે ક્યારેય કોઈ છોકરીને મેળવતા નથી, પણ તે એવી છોકરીને પસંદ કરે છે જે તેમને પસંદ કરે છે.
(8) તમારા પૂરક શોધો : 80 ટકાથી વધારે પુરુષો પુરૂષવાચી સ્વભાવના હોય છે. જે કરેજ, સ્ટ્રેન્થ, લીડરશીપ અને ઈન્ડીપેન્ડનેટ જેવી કવોલિટી દેખાડે છે. જેમની સાથે લોકો પ્રોટેક્ટેડ અને સેફ અનુભવે છે. તો બાકીના 20 ટકાથી ઓછા પુરુષોમાં સ્ત્રીવાચી જોવા મળે છે, જે સેન્સેટિવ, ઈમોશનલ અને હુમીલીટી જેવી ક્વોલિટી દેખાડે છે.
લેખક કહે છે કે, કોઈ માણસ પુરૂષવાચી સ્વભાવનો છે તો તે સ્ત્રીવાચી સ્વભાવતરફ વધારે આકર્ષિત થશે. જે એકબીજાની એનર્જીને ન્યુટ્રલ કરશે. અને જો કોઈ માણસ સ્ત્રીવાચી સ્વભાવ વાળો છે તો તે મજબૂત અને પુરૂષવાચી સ્વભાવ વાળી સ્ત્રી તરફ આકર્ષિત થશે. આથી તમને તમારા અને તમારા પાર્ટનરના સ્વભાવ વિષે ખબર હોવી જોઈએ. પુરૂષવાચી સ્વભાવ અને સ્ત્રીવાચી સ્વભાવ સ્ત્રી અને પુરુષ બંનેમાં જોવા મળે છે. એટલે તમારે તમારા સ્વભાવ કરતા વિરુદ્ધ સ્વાભાવ વાળી સ્ત્રીની પસંદ કરવી જોઈએ જે આગળ જઈને તમારી એનર્જીને કમ્પ્લીટ કરી એક બેલેન્સ બનાવીને રાખે.