બુધવાર, જૂન 7, 2023
Homeલેખઆને કહેવાય આસ્થા, કંઠી ના ઉતારવા પર રેફરીએ બહાર કાઢ્યો તો છોકરો...

આને કહેવાય આસ્થા, કંઠી ના ઉતારવા પર રેફરીએ બહાર કાઢ્યો તો છોકરો હસતા મોઢે બહાર નીકળી ગયો.


“તુલસીની માળા નહિ ઉતારું, હું મારા ધર્મનું પાલન કરીશ”, ઓસ્ટ્રેલીયામાં 12 વર્ષના હિંદુ છોકરાને મેદાનમાંથી બહાર કાઢ્યો.

ઓસ્ટ્રેલીયાના બ્રિસ્બેનમાં ભારતીય મૂળના 12 વર્ષીય હિંદુ ફૂટબોલ ખેલાડી શુભ પટેલને તુલસીની માળા (કંઠી માળા) પહેરવાને કારણે મેચમાં રમાડવાની ના પાડીને મેદાનમાંથી બહાર મોકલી દેવામાં આવ્યો. ધ ઓસ્ટ્રેલીયા ટુડે અનુસાર, રેફરીએ શુભને કંઠી ઉતારવા કહ્યું તો તેણે કંઠી ઉતારવાની ના પાડી દીધી, જે તેણે 5 વર્ષની ઉંમરથી પહેરી છે. શુભે મીડિયા સાથે વાત કરતા કહ્યું, ફક્ત એક ફૂટબોલ મેચ માટે હું તેને ઉતારવાની જગ્યાએ પોતાના ધર્મનું પાલન કરવાનું પસંદ કરીશ.

ટૂવોન્ગ ક્લબના યુવા સભ્યએ જણાવ્યું કે, કંઠી ઉતારવી હિંદુ ધર્મની વિરુદ્ધ છે. સનાતન પરંપરામાં પૂજામાં પ્રસાદ માટે ઉપયોગમાં લેવામાં આવતી તુલસીની માળાને ધારણ કરવી અને તેનાથી જપ કરવો અત્યંત મંગળકારી માનવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણના ભક્ત શુભે આગળ કહ્યું કે, જો હું તેને ઉતારી દેત તો તે સમયે ભગવાનને લાગતે કે મને તેમના પર વિશ્વાસ નથી.

આ હિંદુ છોકરાએ ભાર આપીને કહ્યું કે, માળા તેને આત્મવિશ્વાસ આપે છે સુરક્ષિત અનુભવ કરાવે છે. ત્યારબાદ શુભ એક ખૂણામાં બેસીને પોતાની ટીમને રમતા જોવા લાગ્યો.

આ પહેલી વખત થયું છે જ્યાર શુભને પોતાની માળા ઉતારવા માટે કહેવામાં આવ્યું છે. રીપોર્ટ જણાવે છે કે, તેણે 15 મેચ માળા પહેરીને જ રમી છે અને એકવાર પણ તેના કોચ કે ટીમના સાથીઓ દ્વારા તેને માળા ઉતારવા માટે નથી કહેવામાં આવ્યું.

જાણો શું કહે છે નિયમ? ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન (ફીફા) ના નિયમો અનુસાર, એક ખેલાડીએ રમતી વખતે કોઈ પણ ઉપકરણ અથવા કોઈ પણ ખતરનાક વસ્તુ નહીં પહેરવી જોઈએ. 2014 પહેલા ફીફાએ હિજાબ પર પ્રતિબંધ લગાવતા કહ્યું હતું કે, તેનાથી ખેલાડીને માથા અને ગરદન પર ઈજા થવાનો ભય રહે છે.

ફૂટબોલ ક્વીન્સલેન્ડે માફી માંગી : ફૂટબોલ ક્વીન્સલેન્ડ ઓસ્ટ્રેલીયામાં ફૂટબોલ અને ફૂટસલની ગવર્નિંગ બોડી છે. ફૂટબોલ ક્વીન્સલેન્ડે એક તપાસ શરુ કરી છે અને આ ઘટના પછી શુભ પટેલના પરિવાર અને ટૂવોન્ગ સોકર ક્લબની માફી માંગી છે. ફૂટબોલ ક્વીન્સલેન્ડે એક નિવેદનમાં કહ્યું કે, ક્વીન્સલેન્ડમાં ફૂટબોલ સૌથી સ્વાગત યોગ્ય અને સમાવેશી રમત છે, જે દરેક સંસ્કૃતિઓ અને ધર્મોનું સન્માન કરે છે.

અંતે આ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિક એવાં તુલસીની કંઠી કે જે વૈષ્ણવ સમુદાય માટે અભિન્ન અંગ છે તેની પૂરી તપાસ કરતાં ક્લબે તેને સન્માનસહ, રમતમાં પાછો સામેલ કર્યો..

ધર્મ ને ગર્વ છે, તેને અનુસરનારાઓ આવાં વીરો પર.

સવાલ માત્ર કંઠીનો નથી, આ સવાલ ધર્મના મૂળમાં જે આસ્થા છે, જે સત્ય છે તેના પર છે ભાઈ.

આ માહિતી ઓપ ઇંડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular