બુધવાર, જૂન 7, 2023
Homeલેખએક શિક્ષિકા આવી પણ, બાળકોને ભણાવવા માટે 23 વર્ષથી કરી રહી છે...

એક શિક્ષિકા આવી પણ, બાળકોને ભણાવવા માટે 23 વર્ષથી કરી રહી છે 50 કી.મી.નો પ્રવાસ, ચડે છે ઉભો પહાડ.


આમના જુસ્સાને પ્રણામ : રોજના 50 કિલોમીટર મુસાફરી કરે છે પણ બાળકોના ભણતર સાથે સમાધાન નથી કરતા.

માતા પિતા પછી બાળકોના ભવિષ્યના સાચા નિર્માતા હોય છે શિક્ષક. એક શિક્ષકનો કોઈ પણ વ્યક્તિના જીવનમાં મોટો હાથ હોય છે. આપણા દેશમાં શ્રીરામ, શ્રીકૃષ્ણ દરેકને ગુરુ કે શિક્ષકની જરૂર પડી. ભગવાન, દેવતા હોવા છતાં પણ તેમના ભવિષ્યના નિર્માતા બન્યા શિક્ષક, ગુરુ. ભારતીય પરંપરામાં શિક્ષકનું એક મહત્વનું સ્થાન છે. આપણા દેશમાં ગુરુ પૂર્ણિમા પણ ઊજવવામાં આવે છે અને શિક્ષક દિવસ પણ ઊજવવામાં આવે છે.

દર વર્ષે શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરના રોજ ઊજવવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક રહેલા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના ઉપક્રમે શિક્ષક દિવસ ઊજવવામાં આવે છે. ભારતમાં અત્યાર સુધી ઘણા શિક્ષકો એવા થઈ ગયા છે જે અન્ય લોકો માટે ઉદાહરણ પૂરું પાડે છે. બાળકો પ્રત્યે શિક્ષકના અદ્વિતીય અને અદ્દભુત સમર્પણની ઘણી ચર્ચા થાય છે. એવી જ એક શિક્ષિકા છે કમલતી. જે મધ્યપ્રદેશના બેતુલ જીલ્લાના રહેવાસી છે.

કમલતીમાં શિક્ષણને લઈને એક અદ્દભુત જુસ્સો જોવા મળે છે. તે બાળકોને ભણવા માટે દરરોજ લગભગ 50 કી.મી.નો પ્રવાસ કરે છે. 25 કી.ની. જવાનું અને પછી 25 કી.ની. આવવાનું. આ પરંપરા છેલ્લા 23 વર્ષથી ચાલી રહી છે. અને કમલતી જણાવે છે ,કે આગળ પણ વર્ષો સુધી ચાલતું રહેશે. કમલતી ડોંગરેની ઉંમર 45 વર્ષ છે અને તે બેતુલથી 25 કી.મી. દુર પહાડ પર આવેલા ગામ ગૌલામાં શિક્ષિકા તરીકે કાર્યરત છે.

તેમણે શિક્ષણ સહાયક તરીકે આ સ્કુલમાં 31 ઓગસ્ટ 1998 ના રોજ જોઈનીંગ કર્યું હતું. 14 વર્ષ પછી તેમને અધ્યાપક બનાવવામાં આવ્યા. અને પછી વર્ષ 2018 માં તે એક શિક્ષિકા બની ગઈ. તે પોતાની નોકરીની નિવૃત્તિ સુધી આ સ્કુલમાં બાળકોને ભણાવવા માંગે છે.

પહાડી રસ્તો, જંગલી જાનવરો, ક્યારેક આકરો તાપ, ક્યારેક મુશળધાર વરસાદ આ બધા વચ્ચે થઈને છેલ્લા 23 વર્ષથી તે બાળકો માટે સ્કુલે જાય છે. ઘરેથી નીકળવા અને સ્કુલ સુધી પહોંચવામાં તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘરેથી નીકળ્યા પછી તે 10 કી.મી.નો પ્રવાસ બસથી કરે છે. ત્યાર પછી 12 કી.મી.નો પ્રવાસ લીફ્ટ લઇને કરે છે. ત્યાર પછી શરુ થાય છે મુશ્કેલ સફર.

કમલતી આગળના 3 કી.મી. ઘણી મુશ્કેલીથી પાર કરે છે. ખાસ કરીને ત્યાર પછી ત્રણ કી.મી. સુધી તેમણે પગપાળા જ ઉભા પહાડ ઉપર ચડવાનું હોય છે. 23 વર્ષથી તે આવા જ પથરાળ રસ્તાનો પ્રવાસ કરી સ્કુલ પહોંચી રહી છે. ત્યાર પછી તેમને પાછા આવવામાં પણ ઘણી મુશ્કેલી પડે છે. આ રીતે તે રોજ 50 કી.મી.નો પ્રવાસ કરે છે.

કમલતીના લગ્ન 28 એપ્રિલ 1999 ના રોજ થયા હતા. લગ્ન પછી તેમણે પોતાના ગામમાં રહીને બાળકોને ભણાવવાનું નક્કી કર્યું. બેતુલની તાપ્તી નદીના કાંઠે એક ખેતરમાં કાચા મકાનમાં તે એકલા ચાર વર્ષ સુધી રહ્યા. તેમના ઘરે દીકરાને જન્મ થયા પછી તેમણે બેતુલ જવાનું નક્કી કર્યું. જે બાળકોને કમલતીએ ભણાવ્યા છે તેમાંથી કોઈ સેનામાં છે, તો કોઈ બીજી શાસકીય સેવાઓમાં કાર્યરત છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular