ગુરુવાર, જૂન 1, 2023
Homeધર્મઓગસ્ટ 2021 વ્રત અને તહેવારોનું કેલેન્ડર, જાણો એકાદશીથી લઈને જન્માષ્ટમી સુધી, ક્યારે...

ઓગસ્ટ 2021 વ્રત અને તહેવારોનું કેલેન્ડર, જાણો એકાદશીથી લઈને જન્માષ્ટમી સુધી, ક્યારે આવશે કયો તહેવાર.


વ્રત-તહેવારની દ્રષ્ટિએ ઘણો મહત્વનો રહેશે ઓગસ્ટ મહિનો, જાણો નાગ પાંચમ, રક્ષા બંધન, જન્માષ્ટમી જેવા ખાસ તહેવારોની તારીખ.

હિંદુ કેલેન્ડર મુજબ હાલમાં અષાઢ મહિનો ચાલી રહ્યો છે જે 8 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. ત્યાર પછી 9 ઓગસ્ટથી શ્રાવણ મહિનાની શરુઆત થશે. શ્રાવણ મહિનામાં ઘણા વ્રત અને તહેવારો આવે છે. અને જો અંગ્રેજી કેલેન્ડર મુજબ જોઈએ તો જુલાઈ લગભગ પૂરો થવા આવ્યો છે અને ઓગસ્ટ મહીનો શરુ થવાનો છે. 6 સપ્ટેમ્બર સુધી શ્રાવણ મહિનો ચાલશે, તેથી ઓગસ્ટ મહિનો વ્રત અને તહેવારની દ્રષ્ટિએ ઘણો મહત્વનો રહેશે.

શ્રાવણને કારણે અડધાથી વધુ મહિનો પૂજા પાઠ અને ભક્તિમાં પસાર થશે. 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન કામિકા એકાદશીથી લઈને હરિયાળી ત્રીજ અને રક્ષા બંધન જેવા મોટા તહેવાર આવશે. ત્યાર પછી ઓગસ્ટના અંતમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. એટલે ઓગસ્ટ મહિનો આખો વ્રત અને તહેવારમાં પસાર થશે. જાણો ઓગસ્ટ મહિનામાં આવતા બઘા વ્રત અને તહેવારની યાદી.

ઓગસ્ટના વ્રત અને તહેવાર :

04 ઓગસ્ટ : કામિકા એકાદશી

05 ઓગસ્ટ : પ્રદોષ વ્રત

06 ઓગસ્ટ : માસિક શિવરાત્રી

08 ઓગસ્ટ : હરિયાળી અમાસ

11 ઓગસ્ટ : હરિયાળી ત્રીજ

12 ઓગસ્ટ : વિનાયક ચતુર્થી

13 ઓગસ્ટ : નાગ પંચમી

15 ઓગસ્ટ : સ્વાતંત્ર્ય દિવસ

16 ઓગસ્ટ : પારસીનું નવું વર્ષ – પતેતી

18 ઓગસ્ટ : શ્રાવણ પુત્રદા એકાદશી

19 ઓગસ્ટ : મોહરમ

20 ઓગસ્ટ : પ્રદોષ વ્રત

21 ઓગસ્ટ : ઓણમ

22 ઓગસ્ટ : રક્ષાબંધન, શ્રાવણ પુનમ

25 ઓગસ્ટ : સંકષ્ટિ ચતુર્થી

30 ઓગસ્ટ : જન્માષ્ટમી

આ વ્રતોની હશે ખાસ પ્રતીક્ષા : આમ તો આ બધા દિવસ ઘણા મહત્વના છે, પણ તેમાંથી પણ કેટલાક ખાસ દિવસોની તિથી જાણવાની લોકોને ખાસ પ્રતીક્ષા હોય છે. જે લોકો એકાદશી કે પ્રદોષ વ્રત રાખે છે, તેમના માટે કામિકા એકાદશી અને પુત્રદા એકાદશી અને પ્રદોષના વ્રતની તિથી જાણવી જરૂરી હશે. તે ઉપરાંત શ્રાવણની માસિક શિવરાત્રી પણ ઘણી વિશેષ હશે. કેમ કે શ્રાવણ મહિનો મહાદેવનો અત્યંત પ્રિય છે. જે લોકો શ્રાવણ માસના સોમવારનું વ્રત નથી રાખી શકતા, તે શ્રાવણની માસિક શિવરાત્રીનું વ્રત રાખીને મહાદેવ અને માતા પાર્વતીના આશીર્વાદ લઇ શકે છે.

આ મોટા તહેવાર છે મુખ્ય આકર્ષણ : શ્રાવણ મહિનામાં હરિયાળી ત્રીજ, નાગ પંચમી, રક્ષા બંધન અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી જેવા તહેવાર છે, જે આખા વર્ષમાં એક વખત આવે છે અને હિંદુ ધર્મમાં માનવા વાળા બધા લોકો આ તહેવારોની રાહ જુવે છે. હરિયાળી ત્રીજ કું વારી છોકરીઓ અને પરણિત મહિલાઓનું ખાસ પર્વ છે. તે ઉપરાંત નાગ પંચમીને શાસ્ત્રોમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ દિવસે નાગોની પૂજા કરવામાં આવે છે.

અને રક્ષા બંધન હિંદુ ધર્મના 4 મુખ્ય તહેવારો માંથી એક છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા ઉપર રાખડી બાંધીને તેની પાસેથી રક્ષાનું વચન લે છે. અને મહિનાના અંતમાં કૃષ્ણ જન્માષ્ટમી આવશે, જેને આખા દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવામાં આવે છે. ભારતમાં જન્માષ્ટમી એક ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular