ન્યાયની મૂર્તિમાં જે મહિલા છે તે કોણ છે? તેના વિષે આપણા બંધારણમાં શું માહિતી છે? અહીં જાણો તેના વિષે.
અસલ જીવનમાં તો બધાએ નહિ જોયું હોય, પણ હા ફિલ્મોમાં બાળકથી લઈને વૃદ્ધ સુધીનાએ જોયું હશે કે જયારે પણ કોર્ટ સાથે જોડાયેલો કોઈ સીન આવે છે, તો સૌથી પહેલા એક મહિલાની મૂર્તિ દેખાડવામાં આવે છે, જેની આંખો ઉપર પટ્ટી હોય છે અને હાથમાં ત્રાજવું. ન્યાય અને અન્યાયનો નિર્ણય તે મૂર્તિ સામે થાય છે. ફિલ્મ જોતા જોતા ક્યારેય વિચાર્યું છે કે, તે મહિલા કોણ છે? જેને ન્યાયની દેવી માનવામાં આવે છે. જો નથી વિચાર્યું તો હવે વિચારી લો અને જાણી પણ લો.
હકીકતમાં આ મૂર્તિ પાછળ ઘણા પૌરાણીક અનુમાનો છે, જેમાં પહેલું અનુમાન છે યુનાની દેવી ડીકી ઉપર આધારિત છે, જે ઝ્યુસની દીકરી હતી અને હંમેશા માણસો માટે ન્યાય કરતી હતી. તેમના ચરિત્રને દર્શાવવા માટે ડીકીના હાથમાં ત્રાજવું આપવામાં આવ્યું. તે ઉપરાંત વૈદિક સંસ્કૃતિની વાત કરીએ તો તેના આધાર ઉપર ઝ્યુસનો અર્થ પ્રકાશ અને જ્ઞાનના દેવતા એટલે બૃહસ્પ્તી કહેવામાં આવ્યા, જેનું રોમન પર્યાય જસ્ટિશિયા દેવી હતા, જેમની આંખો ઉપર પટ્ટી બાંધી હતી.
ત્રાજવું અને આંખો ઉપરની પટ્ટીનો અર્થ શું છે?
હવે વાત કરીએ ત્રાજવાની તો ન્યાયને ત્રાજવા સાથે જોડવાનો વિચાર મિસ્રની પૌરાણીક કથાઓ માંથી નીકળ્યો છે, કેમ કે ત્રાજવું દરેક વસ્તુનો વજન સાચુ બતાવે છે તે રીતે જ ન્યાય પણ થવો જોઈએ. માન્યતા છે કે સ્વર્ગદૂત માઈકલ એટલે એક વ્યક્તિ જેના હાથમાં ત્રાજવું છે, જેવું જ માણસનું પાપ વધી જાય છે તો હ્રદયનો ભાર વધી જાય છે અને તેને નરકમાં મોકલી દેવામાં આવે છે.
તેનાથી વિપરીત, પુણ્ય કરવા વાળાને સ્વર્ગમાં મોકલવામાં આવે છે તો આ ત્રાજવું તે પાપ અને પુણ્યનું પ્રતિક છે. તે ઉપરાંત આંખો ઉપર કાળી પટ્ટી એટલા માટે છે કે બધા ભગવાનની નજરમાં સમાન છે એવી રીતે જ કાયદાની નજરમાં પણ બધા સમાન છે.
સુપ્રીમ કોર્ટ પાસે પણ પુરતી જાણકારી નથી :
પૌરાણીક અનુમાનોથી દુર જતા ન્યાય વ્યવસ્થામાં ન્યાયની દેવી વિષે કોઈ જાણકારી નથી. તેની પુષ્ટિ પોતે સુપ્રીમ કોર્ટે કરી છે. ખાસ કરીને આરટીઆઈ કાર્યકર્તા દાનીશ ખાને આરટીઆઈ એટલે સુચનાઅધિકાર હેઠળ જયારે રાષ્ટ્રપતિના સુચના અધિકાર પાસે તેના વિષે માહિતી માંગી તો, સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ ચોક્કસ માહિતી ન મળી.
ત્યાર પછી દાનીશ ખાને સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રારને પત્ર લખી ન્યાયની દેવી વિષે પુછપરછ કરી, તો તેમણે જવાબમાં જણાવ્યું કે ન્યાયના ત્રાજવા માટે અને આંખો ઉપર કાળી પટ્ટી બાધેલી દેવી વિષે કોઈ લેખિત જાણકારી નથી. આરટીઆઈના જવાબમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, બંધારણમાં પણ ન્યાયના આ પ્રતિક ચિન્હ વિષે કોઈ જાણકારી નોંધાયેલી નથી. તે ઉપરાંત મુખ્ય સુચના આયુક્ત રાધા કૃષ્ણ માથુરે પોતે વિડીયો કોન્ફરન્સ દ્વારા દાનીશ ખાનને જણાવ્યું અને કહ્યું કે, એવી કોઈ પ્રકારની લેખિત જાણકારી નથી.
આ તમામ વાતોને ધ્યાનમાં રાખીએ તો પૌરાણીક અનુમાનો જ છે, જે આ ન્યાયની દેવી વિષે જણાવે છે નહિ તો આપણા બંધારણમાં તેની કોઈ જાણકારી નથી.
આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.