જાણો કામિકા એકાદશીનું મહત્વ અને વ્રત કથા, કઈ રીતે કરવી ભગવાન વિષ્ણુનું પૂજા.
અષાઢ માસના વદ પખવાડિયાની એકાદશી (અગિયારસ) ની તિથીને કામિકા એકાદશી કહે છે. વર્ષ 2021 માં કામિકા એકાદશીનું વ્રત 04 ઓગસ્ટ, બુધવારના રોજ આવે છે. કામિકા એકાદશીના રોજ ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે અને એકાદશીનું વ્રત કરવાથી જીવાત્માઓને તેમના પાપો માંથી મુક્તિ મળે છે. એકાદશીના બધા વ્રતો માંથી કામિકા એકાદશીને ભગવાન વિષ્ણુનું ઉત્તમ વ્રત માનવામાં આવે છે. કામિકા એકાદશી ઉપાસકોના કષ્ટ દુર કરે છે અને તેમની ઈચ્છા પુરી કરે છે.
કામિકા એકાદશીનું મહત્વ :
કામિકા એકાદશીનું વ્રત કરવાથી બધાના બગડેલા કામ સુધરી જાય છે. ખાસ કરીને આ તિથીએ વિષ્ણુજીની પૂજા અર્ચના કરવું અત્યંત લાભદાયક માનવામાં આવે છે. વ્રતના ફળસ્વરૂપ ભગવાન વિષ્ણુના ઉપાસકોની સાથે તેમના પિતૃના કષ્ટ પણ દુર થઇ જાય છે. ઉપાસકને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તીર્થસ્થાનોમાં સ્નાન કરવું અને દાન પુણ્ય કરવાથી અશ્વમેઘ યજ્ઞ સમાન ફળપ્રાપ્તિ થાય છે.
એવી પણ માન્યતા છે કે, શ્રાવણ માસમાં ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી, તમામ ગંધર્વો અને નાગોની પણ પૂજા થઇ જાય છે. શ્રી વિષ્ણુજીને જો સંતુષ્ટ કરવા હોય તો તેમની પૂજા તુલસી પત્રથી કરો. એમ કરવાથી ન માત્ર પ્રભુ પ્રસન્ન થશે પણ તમારા તમામ કષ્ટ દુર થઇ જશે. કામિકા એકાદશી વ્રતની કથા સાંભળવી યજ્ઞ સમાન છે.
કામિકા એકાદશી 2021 વ્રત તિથી અને મુહુર્ત :
કામિકા એકાદશી વ્રત તિથી – 04 ઓગસ્ટ 2021, બુધવાર
પારણા સમય – 05 ઓગસ્ટ સવારે 5 વાગીને 45 મિનીટથી 8 વાગીને 26 મિનીટ સુધી
એકાદશી તિથી પ્રારંભ – 03 ઓગસ્ટ 2021 ના રોજ બપોરે 12 વાગીને 59 મિનિટથી
એકાદશી તિથી પુર્ણાહુતી – 04 ઓગસ્ટ 2021 ના રોજ બપોરે 03 વાગીને 17 મિનીટ સુધી
કામિની એકાદશી વ્રત અને પૂજા વિધિ :
એકાદશી તિથી ઉપર સ્નાન વગેરે કાર્યમાંથી નિવૃત્ત થઈને પહેલા સંકલ્પ લો અને શ્રીવિષ્ણુની પૂજા શરુ કરો.
પ્રભુને ફળ, ફૂલ, તલ, દૂધ, પંચામૃત વગેરે ધરાવો. આઠે પહર નિર્જળ રહીને વિષ્ણુજીના નામનું સ્મરણ કરો અને ભજન કીર્તન કરો.
આ દિવસે બ્રાહ્મણ ભોજન અને દાન દક્ષિણાનું વિશેષ મહત્વ હોય છે. એટલે બ્રાહ્મણ ભોજન કરાવીને તેમને દાન દક્ષિણા સહીત વિદાય કર્યા પછી જ પોતે ભોજન ગ્રહણ કરો.
વિષ્ણુ સહસ્ત્રનામના જાપ જરૂર કરો.
આ રીતે વિધિપૂર્વક જે પણ કામિની એકાદશીનું વ્રત રાખે છે તેમની કામનાઓ પૂર્ણ થાય છે.
કામિની એકાદશી વ્રત કથા :
મહાભારત કાળમાં એક સમયે કુંતીપુત્ર ધર્મરાજ યુધીષ્ઠીરે શ્રી કૃષ્ણને કહ્યું હતું કે, હે ભગવાન કૃપા કરીને મને અષાઢ વદ એકાદશીનું નામ અને મહત્વ જણાવો. શ્રીકૃષ્ણએ કહ્યું કે, હે યુધીષ્ઠીર આ એકાદશીની કથા એક સમયે સ્વયં બ્રહ્માજી પણ દેવર્ષિ નારદને કહી ચુક્યા છે. એટલે હું પણ તમને તે કહું છું. નારદજીએ બ્રહ્માજીને અષાઢ માસના વદ પખવાડિયાની એકાદશીની કથા સંભળાવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ એકાદશીનું નામ, વિધિ અને મહત્વ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી.
બ્રહ્માજીએ કહ્યું – હે નારદ, અષાઢ માસની વદ પખવાડિયાની એકાદશીનું નામ કામિની એકાદશી છે. આ એકાદશી વ્રતને સાંભળવા માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આ તિથી ઉપર શંખ, ચક્ર અને ગદાધારી શ્રીવિષ્ણુજીની પૂજા થાય છે. તેમની પૂજા કરવાથી જે ફળ મળે છે તે સાંભળો.
ગંગા, કાશી, નૌમીશારણ્ય અને પુષ્કરમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે, તે ફળ વિષ્ણુ ભગવાનની પૂજાથી પણ મળે છે. સૂર્ય અને ચંદ્રગ્રહણ વખતે કુરુક્ષેત્ર અને કાશીમાં સ્નાન કરવાથી, ભૂમિ દાન કરવાથી, બૃહસ્પતીના સિંહ રાશિમાં આવવાના સમયે ગોદાવરી અને ગંડકી નદીમાં સ્નાનથી પણ જે ફળ પ્રાપ્ત નથી થતું, તે પ્રભુ ભક્તિ અને પૂજાથી પ્રાપ્ત થાય છે.
પાપથી ભયભીત મનુષ્યોને કામિકા એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ. એકાદશી વ્રતથી ઉત્તમ પાપોના નાશનો બીજો કોઈ ઉપાય નથી. પોતે પ્રભુએ કહ્યું છે કે, કામિકા વ્રતથી કોઈ પણ જીવ કુયોનીમાં જન્મ નથી લેતા. જે આ એકાદશી ઉપર શ્રદ્ધા ભક્તિથી ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરે છે, તે આ સમસ્ત પાપોથી દુર રહે છે. હે નારદ, હું પોતે શ્રીહરીની પ્રિય તુલસીને હંમેશા નમસ્કાર કરું છું. તુલસીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપ ખતમ થઇ જાય છે અને તેના સ્પર્શથી મનુષ્ય પવિત્ર થઇ જાય છે.
આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.