જાણો તે ભારતીય કુટુંબ વિષે જે એટલું શ્રીમંત હતું કે અંગ્રેજો અને બાદશાહોને આપતા હતા લોન.
જયારે આપણે ઈતિહાસમાં પાછા વળીને જોઈએ છીએ ત્યારે જાણવા મળે છે કે, બ્રિટીશ રાજ આવતા પહેલા ભારત આર્થિક રીતે ઘણું મજબુત હતું. તેને ‘સોને કી ચીડિયા’ કહેવામાં આવતી હતી તેની પાછળનું એક કારણ હતું. રાજા રજવાડાથી લઈને મોગલો સુધીના ખજાના ભરેલા હતા. વેપારીથી લઈને સામાન્ય લોકો પાસે પણ પૂરતા પૈસા હતા. ગરીબી ભૂખમરો દુર દુર સુધી જોવા મળતો ન હતો.
ઇસ 1700 ની વાત છે, ભારતમાં એક એવા કુટુંબનો ઉદય થયો જેણે ભારતમાં પૈસાની લેવડ દેવડ, ટેક્સ વસુલી વગેરેને સરળ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. એક સમયે તેમની પાસે એટલી ધન દોલત અને પ્રભાવ હતો કે તે મોગલ સલ્તનત અને બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સીધી લેવડ દેવડ કરતા હતા, તેમને નાણાકીય મદદ કરતા હતા. તે કુટુંબ હતું જગત શેઠનું કુટુંબ.
તો આવો જાણીએ તે જગત શેઠ કુટુંબ વિષે :
જગત શેઠ કોણ હતા?
જગત શેઠ એટલે બેંક ઓફ ધ વર્લ્ડ. આ બેંક ઓફ ધ વર્લ્ડ એક ટાઈટલ છે જે ફતેહ ચંદના મોગલ બાદશાહ મુહમ્મદ શાહે 1723 માં આપ્યું હતું. ત્યાર પછી લોકો આ સમગ્ર કુટુંબને જગત શેઠ નામથી ઓળખવા લાગ્યા. તમે જગત શેઠ માણિકચંદનું નામ તો સાંભળ્યું જ હશે. તે આ ખાનદાન (કુળ) ના સંસ્થાપક હતા. તે કુટુંબ પોતાના સમયનું સૌથી શ્રીમંત બેંકર કુટુંબ હતું.
માણિકચંદનો જન્મ 17 મી સદીમાં રાજસ્થાનના નાગોરના એક મારવાડી જૈન કુટુંબ, હીરાનંદ સાહુના ઘરમાં થયો હતો. સારી સંભાવનાઓની શોધમાં હીરાનંદ બિહાર જતા રહ્યા. પટનામાં હીરાનંદે સૂરોખાર (Saltpetre) નો વેપાર શરુ કર્યો અને સારા એવા પૈસા કમાયા. તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઘણા પૈસા ઉધાર આપ્યા અને તેની સાથે વેપાર સંબંધ પણ ઉભા કર્યા.
માણિકચંદે તેમના પિતાનો બિઝનેસ ચારે તરફ ફેલાવાનું શરુ કર્યું અને નવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો. તેમાં પૈસા વ્યાજ ઉપર આપવા પણ એક બિઝનેસ હતો. થોડા સમયમાં જ માણિકચંદની મિત્રતા બંગાળના દિવાન, મુર્શીદ કુલી ખાન સાથે થઇ ગઈ. કુટુંબ આગળ જતા તે બંગાળના સલ્તનતના પૈસા અને ટેક્સ સંભાળવા લાગ્યા. તેમનું આખું કુટુંબ મુર્શિદાબાદ બંગાળમાં વસી ગયું.
માણેકચંદ પછી તેમના કુટુંબની જવાબદારી ફતેહચંદના હાથમાં આવી જેના સમયમાં કુટુંબ ઘણું આગળ આવી ગયું. ઢાકા, પટના, દિલ્હી સહીત બંગાળ અને ઉત્તરી ભારતના મહત્વના શહેરોમાં આ કુટુંબની ખ્યાતી હતી. તેનું મુખ્ય કેન્દ્ર મુર્શિદાબાદમાં હતું. તેમની ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે લોન, લોનની ચુકવણી, વેચાણ વગેરેની લેવડ દેવડ થતી હતી. રોબર્ટ આર્મ લખે છે કે, તે હિંદુ વેપારી કુટુંબ મોગલ સામ્રાજ્યમાં સૌથી શ્રીમંત હતું અને તેના વડાનો બંગાળ સરકાર ઉપર જબરજસ્ત પ્રભાવ હતો.
આ કુટુંબની સરખામણી બેંક ઓફ ઇંગ્લેન્ડ સાથે કરવામાં આવી છે. તેણે બંગાળ સરકાર માટે ઘણા એવા કામ કર્યા જે બેંક ઓફ ઇંગ્લેન્ડે 18 મી સદીમાં બ્રિટીશ સરકાર માટે કર્યા હતા. તેની આવકના ઘણા સ્ત્રોત હતા. તે સરકારી ટેક્સ વસુલતા હતા અને નવાબના કોષાધ્યક્ષ તરીકે કામ કરતા હતા. જમીનદારો આ કુટુંબના માધ્યમથી ટેક્સની ચુકવણી કરતા હતા.
કેટલા શ્રીમંત હતા જગત શેઠ?
શેઠ માણિકચંદ પોતાના સમયમાં 2000 સૈનિકોની સેના રાખતા હતા એ પણ પોતાના ખર્ચે. બંગાળ, બિહાર અને ઓડીશામાંથી આવતી બધી રાજ્યની આવક તેમના દ્વારા જ આવતી હતી. તેમની પાસે કેટલું સોનું, ચાંદી અને પન્ના હતા, તેનો અંદાઝ લગાવવો મુશ્કેલ છે. તે સમયે કહેવત પ્રચલિત હતી કે જગત શેઠ સોના અને ચાંદીની દીવાલ બનાવીને ગંગાને રોકી શકે છે.
ફતેહ ચંદના સમયમાં તેમની સંપત્તિ લગભગ 10,000,000 પાઉન્ડની હતી. આજના સમયમાં તે રકમ લગભગ 1000 બિલીયન પાઉન્ડની આસપાસ હશે. બ્રિટીશ દસ્તાવેજો ઉપરથી જાણી શકાય છે કે, તેમની પાસે ઇંગ્લેન્ડની તમામ બેંકોની સરખામણીમાં વધુ પૈસા હતા. કેટલાક રિપોર્ટોનું એવું પણ અનુમાન છે કે, 1720 ના દશકમાં બ્રિટીશ અર્થવ્યવસ્થા જગત શેઠની સંપત્તિથી ઓછી હતી.
તમે એને આવી રીતે સમજો : અવિભાજિત બંગાળની સંપૂર્ણ જમીનનો લગભગ અડધો ભાગ તેમનો હતો. એટલે અત્યારના આસામ, બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળને ગણી લો તો તેનામાંથી અડધાનું સ્વામિત્વ તેમની પાસે હતું.
પછી જગત શેઠ કુળનું શું થયું?
ફતેહ ચંદ પછી તેમના પૌત્ર મહતાબ રાયે 1744 માં કુટુંબની જવાબદારી સંભાળી અને નવા જગત શેઠ બની ગયા. બંગાળમાં અલીવર્દી ખાનના સમયમાં તેમના અને તેમના પિતરાઈ ભાઈ મહારાજ સ્વરૂપચંદનું ઘણું પ્રભુત્વ હતું. અલીવર્દીના ઉત્તરાધિકાર, સીરાજુદૌલાએ તેમને અલગ કરી દીધા. ખાસ કરીને નવાબ સીરાજુદૌલાએ યુ ધમાં ખર્ચ માટે જગત શેઠ પાસે 3 કરોડ રૂપિયા માંગ્યા હતા. 1750 માં તે રકમ ઘણી મોટી હતી. જયારે જગત શેઠ મહતાબ રાયે તેમને મદદ કરવાની ના પાડી તો નવાબે તેમને એક જોરદાર થપ્પડ લગાવી દીધી.
પછી જગત શેઠને પોતાના ધન દોલતની સુરક્ષાની ચિંતા થવા લાગી. બદલામાં તેમણે બંગાળના અભિજાત વર્ગના કેટલાક લોકોને સાથે લઈને સીરાજુદૌલા વિરુધ ષડ્યંત્ર રચ્યું. તેમનો ઈરાદો હતો સીરાજુદૌલાને નવાબની ગાદી ઉપરથી દુર કરવા. તેના માટે જગત શેઠે 1757 ની પ્લાસી લ ડાઈ દરમિયાન અંગ્રેજોની આર્થિક મદદ કરી. પ્લાસીની લડાઈમાં Robert Clive ની 3000 સૈનિકોની સેનાએ નવાબ સીરાજુદૌલાની 50,000 સૈનિકોને હરાવી દીધી.
પ્લાસીની લ ડાઈમાં સીરાજુદૌલાના દુનિયામાંથી ગયા પછી, મીર જફરની નવાબી દરમિયાન સત્તામાં મહતાબ રાયનો દબદબો જળવાઈ રહ્યો. પણ જફરના ઉત્તરાધિકારી, મીર કાસીમ તેને રાજદ્રોહી માનતા હતા.
1764 માં બક્સરની લ ડાઈના થોડા સમય પહેલા જગત શેઠ મહતાબ રાય અને તેમના પિતરાઈ ભાઈ મહારાજ સ્વરૂપચંદને મીર કાસીમના આદેશ ઉપર રાજદ્રોહના આરોપમાં પકડી લેવામાં આવ્યા અને ગો રીમા રી દેવામાં આવી. કહેવામાં આવે છે કે જયારે તેમને ગો રીમા રવામાં આવી હતી ત્યારે મહતાબ રાય દુનિયાના સૌથી શ્રીમંત માણસ હતા.
અત્યારે આ કુળ ક્યાં છે?
માધવ રાય અને મહારાજ સ્વરૂપચંદના ગયા પછી તેમનું સામ્રાજ્ય ઢળવા લાગ્યું. તેમણે પોતાના સ્વામિત્વ વાળી મોટાભાગની જમીન ઉપર નિયંત્રણ ગુમાવી દીધું. બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની પાસેથી જે પૈસા ઉધાર લીધા હતા, તે પણ ક્યારેય પાછા ન આપ્યા. હવે બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં બંગાળની બેંકીગ અર્થવ્યવસ્થા અને સત્તા હતી. તેના માટે સંદૂકની અંતિમ ખીલ્લી 1857 નો બળવો હતો. 1900 માં જગત શેઠનું કુટુંબ લોકોની નજર માંથી દુર થઇ ગયું. મુગલોની જેમ આજે તેમના વંશજોનું પણ કોઈ ઠેકાણું નથી.
બંગાળમાં પ્લાસીના યુ ધપછી જે બ્રિટીશ રાજનો પાયો નંખાયો, તેને દુર થવામાં બીજા 200 વર્ષથી વધુ લાગ્યા.
આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.