બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeલેખભૂલવાનું ભૂલી જશો જયારે ચાવશો આ બીજ, જાણો આ બીજથી થતા ચકિત...

ભૂલવાનું ભૂલી જશો જયારે ચાવશો આ બીજ, જાણો આ બીજથી થતા ચકિત કરી દેનારા ફાયદા.

ત્રણ વર્ષ પહેલા અંગોલા અને નાઈજીરીયા જઈને ત્યાંની આદિવાસી રહેણીકરણી અને ખાવાપીવાનું એન્જોય કરવાની તક મળી હતી. જયારે ત્યાં લોકોને જાણ થઇ કે હું વેજીટેરીયન ખાવા પીવાનું પસંદ કરું છું, તો રહી રહીને મને ઈગુશીના બીજ અને તેમાંથી બનતી વાનગી વિષે જણાવવામાં આવી રહ્યું હતું. એક દિવસ એક ડબ્બો ભરીને ઈગુશીના બીજ મને સોંપી દેવામાં આવ્યા. તે બીજ દેખાવમાં તરબૂચ કે કોળાના બીજ જેવા દેખાઈ રહ્યા હતા.

ઈગુશી ખાસ કરીને બીટર મેલોનના બીજ છે, જેને હિન્દીમાં ઈન્દ્રાયણ કહે છે, જેનું વાનસ્પતીક નામ Citrullus colocynthis છે. સ્થાનિક આદિવાસી તેને સુપર સીડ્સ માને છે. મજાની વાત એ પણ છે કે ઈગુશી ત્યારે ખાવામાં આવે છે જયારે તેમને કોળાના બીજ સરળતાથી નથી મળી રહેતા. એટલે ઈગુશીથી પણ જોરદાર ગુણો કોળાના બીજમાં હોય છે.

કોળા આપણા દેશમાં પુષ્કળ જોવા મળે છે. કોળાને; કુમ્હાડા, કોડુ વગેરે નામથી પણ ઓળખે છે. ઘણા લોકો સ્થાનિક નામને લઈને ઘણી ચર્ચા કરે છે, હું જે કોળા કે Pumpkin ની વાત કરી રહ્યો છું તેનું લેટીન નામ Cucurbita pepo છે.

હવે કામની વાત કરીએ તો કોળાના ફળથી શું શું બને છે, તેના વિષે લોકો બધું જાણે છે. એટલે આજે હું તેના બીજની ખાસિયત જણાવવા જઈ રહ્યો છું. તેના બીજ તમારુ આરોગ્ય સારું રાખી શકે છે. તેના બીજમાં વિટામિન્સ, પ્રોટીન્સ, ઓમેગા 3 અને ઓમેગા 6 જેવા ઘણા વિશેષ બાયોએક્ટીવ કેમિકલ્સ રહેલા હોય છે. તેમાં મળી આવતા એંટીઓક્સીડેંટ કંપાઉંડસ યાદશક્તિ વધારવા માટે સૌથી વિશેષ છે.

દિવસમાં ઓછામાં ઓછા 25 ગ્રામ બી જરૂર ચાવવા જોઈએ. ઘણા ક્લીનીક્સ અભ્યાસ પણ એ સાબિત કરી ચુક્યા છે કે ડેમેંશિયા અને શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ મેમોરી લોસ વાળી કંડીશન્સમાં તે ગજબનું કામ કરે છે. વાળ અને સ્કીનની ચમક જાળવી રાખવામાં પણ આ બીજ કમાલનું કામ કરે છે. જે લોકો ડાયબેટીક્સ છે તેમના માટે પણ તે ઘણા ફાયદાકારક છે.

આપણા મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારના ભૂરા અને સફેદ કોળાના બીજ ઘણા પ્રચલિત છે. લાંબી બીમારી માંથી ઉઠ્યા પછી રોગીઓને રોજ આ બીજ આપવામાં આવે છે, તેમને જલ્દી બેઠા કરવા માટે. અત્યાર સુધી તમે મીઠાઈઓમાં, લાડુઓ પર ચોટેલા આ બીજને જોયા હશે, હવે તેને તમારા સામાન્ય ખાવા પીવા સાથે ચોંટાડો.

મોબાઈલ અને લેપટોપ ઉપર કામ કરતી વખતે આંખોથી દેખાતું ઓછું થઇ જાય તો બ્રેક મારીને આ બીજને ચાવી લો, તે આંખો માટે પણ ઘણા સારા છે.

ચાર મગજ કે મગજતરી કે મગજના બીજની ચર્ચા થાય તો ચાર સુપર સીડ્સનું વર્ણન જરૂર થાય છે. કોળાના બીજ, તરબૂચના બીજ, ટેટીના બીજ અને કાકડીના બીજ. તે ચારે બીજ મગજ એટલે બ્રેન ટોનિક છે. ધ્યાન રાખો આજ પછી આ ચારે બીજને કોઈ ફેંકશો નહિ. તેને સાફ કરીને સુકવી દેજો, પછી ગ્રાઈન્ડ કરીને ઉપયોગમાં લેવા. જયારે જયારે મગજના બી જુવો, દીપક આચાર્યને યાદ ન કરશો, યાદશક્તિ સુધરી જશે તો આપોઆપ યાદ આવીશ. કેમ કે મારા વિષે એટલું ન વિચારો, હું દિલમાં આવું છું, સમજમાં નહિ.

ભૂલવાનું ભૂલી જશો જયારે મગજના બીજ ચાવશો, સમજ્યા?

– દિપક આચાર્ય (ઓન્લી આયુર્વેદની પોસ્ટનું સંપાદન)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular