આજે આપણે મુકેશ અંબાણી અને રતન ટાટાની સંપત્તિ અને તેમના કામ વિષે ચર્ચા કરીશું. મિત્રો, મુકેશ અંબાણી અને રતન ટાટા બંનેની અમીરીની ચર્ચા બધાએ સાંભળી છે. મુકેશ અંબાણીએ 3 વખત પોતાની પત્નીને કરોડોના પ્રાઇવેટ જેટ ગિફ્ટ કર્યા છે. પ્રાઇવેટ જેટ, લક્ઝરી કારો અને એન્ટિલિયાના માલિક અંબાણી પાસે ફક્ત 6 કંપનીઓ છે. અને રતન ટાટા અંબાણીની સરખામણીમાં ઘણા નાના ઘરમાં રહે છે પણ તેમની પાસે 135 થી વધારે કંપનીઓ છે. હાલમાં એશિયાના સૌથી અમીર માણસનું ટાઇટલ મુકેશ અંબાણી પાસે છે, પણ જો રતન ટાટા પોતાની બધી સંપત્તિ પોતાના હાથોમાં લઇ લે તો તે એશિયાના સૌથી અમીર માણસ બની શકે છે.
ટાટા ગ્રુપની વાત કરીએ તો 21,000 રૂપિયાથી શરૂ થયેલી ટેક ટેક્સટાઇલ કંપનીના ગ્રુપની નેટવર્થ આજે 5 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. પણ 21,000 થી 5 લાખ કરોડ રૂપિયા સુધીની સફર એટલી સરળ ન હતી. વર્ષ 1839 માં જમશેદ ટાટાએ 14 વર્ષની ઉંમરમાં મુંબઈથી પોતાનો સંઘર્ષ કે કહીએ તો સ્ટ્રગલ શરૂ કર્યું હતું.
જયારે તેમના ખભા પર પરિવારની જવાબદારી આવી ગઈ ત્યારે તેમણે 21000 રૂપિયા ભેગા કરીને ટેક્સ્ટાઇલનું કામ શરૂ કર્યું હતું. આ ધંધામાં પગ જમાવ્યા પછી જમશેદજીએ નાગપુરમાં પોતાની પહેલી ટેસ્ટાઈલ મિલ શરૂ કરી. તેનાથી તેમને ઘણો ફાયદો થયો. પછી તેમણે 3 એવા પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચાર્યું જેનો ફાયદો ફક્ત તેમને જ નહિ પણ દેશના લોકોને પણ મળી શકે. જોકે તેઓ આ સપનાને પૂરું થતા જોઈ ન શક્યા.
પછી પોતાના પિતાના રસ્તે ચાલતા દોરાબજી ટાટા (જમશેદ ટાટાના દીકરા) એ પોતાના પિતાની આયરન એન્ડ સ્ટીલ કંપની અને હાઈડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટને એસ્ટાબ્લિશ કરી તેમનું સપનું પૂરું કર્યું. સાથે જ તેમણે ભારતમાં પહેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની શરૂઆત કરી. દોરાબજી ટાટાના ગયા પછી 1938 માં ટાટા ગ્રુપની જવાબદારી જહાંગીર ટાટાએ સંભાળી. અને ટાટા ગ્રુપની 14 કંપનીઓ સંભાળતા તેનો વિકાસ કરી ટાટા ગ્રુપની કંપનીઓની સંખ્યા 95 કરી દીધી. તેની સાથે જ તેમણે ભારતની પહેલી એયરલાઇન ‘ટાટા એયરલાઇન’ ની શરૂઆત કરી. ત્યાર પછી સરકારે તેને પોતાના હસ્તક લઈને તેનું નામ એયર ઇન્ડિયા કરી લીધું.
ત્યાર પછી 3 પેઢીના નામ અને કામને આગળ વધારવાની જવાબદારી રતન ટાટાને મળી, જે તેમણે સારી રીતે નિભાવી. તેમણે ટાટા ઇન્ડસ્ટ્રીનું નામ આખી દુનિયામાં એટલું ફેમસ કર્યું કે આજે બાળકો પણ ટાટા વિષે જાણે છે અને ટાટા સાથે કામ શરૂ કરવા માંગે છે.
હવે વાત કરીએ તે માણસની જેમની એક ગાડીની કિંમતમાં સામાન્ય માણસ બંગલો બનાવી શકે છે. એટલું જ નહિ તેમણે પોતાના ઘરમાં 6 માળનું જે પાર્કિંગ બનાવ્યું છે, એટલી સાઈઝના ઘરોમાં આજે મુંબઈની અડધાથી વધારે વસ્તી રહે છે. અહીં વાત થઈ રહી છે અંબાણીની.
ધીરુભાઈ અંબાણીએ પણ સખત મહેનત અને પગારમાં મળતા ચાંદીના સિક્કાને જમા કરી કરીને પોતાનો બિનઝેસ શરુ કર્યો હતો. પૈસા જમા થયા પછી તે વિદેશની નોકરી છોડીને મુંબઈની એક ચાલીમાં રહેવા આવી ગયા. ઘણા સંધર્ષ અને મહેનત પછી ધીરૂભાઇએ રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની શરૂઆત કરી જે મસાલા અને યાનમાં ટ્રેડ કરતું હતું. આ ધંધામાં સેટ થયા પછી તેમણે વિમલ નામથી પોતાનો કપડાનો બિઝનેસ શરુ કર્યો. જે સમયે કોઈને શેર માર્કેટમાં ખબર પડતી ન હતી તે સમયે તેમણે લોકોને પોતાની આ કંપનીના શેરમાં રોકાણ કરવા કહ્યું અને કંપની અને રોકાણકાર બંનેનો ફાયદો કરાવ્યો.
ધીરુભાઈના ગયા પછી તેમની સંપત્તિ તેમના બે દીકરા મુકેશ અંબાણી અને અનિલ અંબાણીમાં વહેંચી દેવામાં આવી. બંને ભાઈઓની બિઝનેસ કરવાની રીત અલગ છે. આથી હાલના સમયમાં અનિલ અંબાણીની નેટવર્થ 0 થઈ ગઈ છે અને મુકેશ અંબાણીની નેટવર્થ 7.930 કરોડ ડોલર થઈ ગઈ છે.
હવે વાત કરીને વર્તમાન કાળની. તો 88 બિલિયનની નેટવર્થ વાળા મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલ, રિલાયન્સ પેટ્રોલિયમ અને રિલાયન્સ જીઓ જેવી કંપનીના માલિક છે. તો બીજી તરફ 135 થી વધારે કંપનીના સબસિડરી હોવા છતાં પણ રતન ટાટાની નેટવર્થ હંમેશા મુકેશ અંબાણી કરતા ઓછી રહી છે. પણ એવું કેમ? તો આવો તેના વિષે જાણીએ.
એ તો આપણે જાણીએ છીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અમુક ફિલ્ડમાં જ કામ કરે છે. પણ ટાટા ગ્રુપ ઘણા બધા સેક્ટરમાં કામ કરે છે, જેમ કે, સ્ટીલ, કેમિકલ, આઇટી, ઓટોમોબાઇલ વગેરે વગેરે. આથી સબ્સિડરીઝ કંપની વધારે હોવાને કારણે ટાટા ગ્રુપનું માર્કેટ કેપિટલ મોટાભાગે રિલાયન્સ ગ્રુપથી વધારે જ રહે છે. છતાં પણ મુકેશ અંબાણીની નેટવર્થ સૌથી વધારે છે. પણ એવું શા માટે?
તો જણાવી દઈએ કે, મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપમાં 48 ટકા શેરના માલિક છે. હવે સ્વાભાવિક છે કે કંપનીના લગભગ અડધા શેર તેમના નામે છે તો કંપનીનો ફાયદો થવા પર તે માણસની સંપત્તિ પણ વધે છે. એટલે તો સપ્ટેમ્બર 2020 માં અંબાણીની નેટવર્થ 88 બિલિયન ડોલર થઈ ગઈ હતી.
હવે જો આપણે રતન ટાટાની વાત કરીએ તો તે ટાટા ગ્રુપમાં 1 ટકાથી પણ ઓછા શેરના માલિક છે. કારણ કે તેમના ગ્રુપના 66 ટકા શેર તેમની જ કંપનીના અલગ અલગ ટ્રસ્ટ જેવા કે સર રતન ટાટા ટ્રસ્ટ, સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (1932), ટાટા એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ (2008) જેવા ઘણા ટ્રસ્ટને ડોનેટ કરવામાં આવે છે. જે ભારતના શિક્ષણ, હેલ્થ, લાઈવલીહુડ જનરેશન, આર્ટ એન્ડ ક્લચર જેવા અલગ અલગ સેક્ટરમાં કામ કરી રહ્યા છે.
એટલે કે તેમને 135 થી વધારે કંપનીઓ મળી હતી પોતાના નામે કરવા માટે, પણ તે માણસ ફેમિલી વેલ્યુને આગળ વધારી તે કંપનીનો બે તૃતીયાંશથી વધારે ભાગ દેશ વાસીઓ માટે દાન કરી રહ્યા છે. જો ફક્ત ચેરિટી વાળા શેર જ રતન ટાટાએ પોતાના નામે કરી લીધા હોત તો તે અત્યારે ન ફક્ત આખા ભારતના પણ આખા એશિયાના સૌથી અમીર માણસ હોત.
મુકેશ અંબાણી અને રતન ટાટા પાસે ઘર, ગાડી અને પૈસા બધું જ છે. છતાં પણ એકના ખર્ચા દેખાય છે અને એકની ચર્ચા ઓછી થાય છે. મિત્રો, પૈસા બોલે છે, અને જેને તેનો દેખાડો કરતા આવડે છે તેના પૈસા વધારે બોલે છે. એટલે જ તો જયારે અંબાણીએ પોતાની દીકરીના લગ્નમાં 110 કરોડ ખર્ચ કર્યા હતા, ત્યારે તેની ખુબ ચર્ચા થઈ હતી. તેમજ મુકેશ અંબાણીએ પોતાની પત્નીને 3 વખત 1,000 સ્કેવર ફૂટનું પ્રાઇવેટ જેટ ગિફ્ટ કર્યું છે. તેમની પાસે પોતાનું યાટ છે જે સોલાર રૂફ ગ્લાસથી બનાવવામાં આવ્યું છે જેની કિંમત 700 કરોડ છે.
અને જ્યારે પતિ આટલા ખર્ચા કરે તો પત્ની કેમ પાછળ રહી જાય. એટલે તો નીતા અંબાણીને હંમેશા બ્રાન્ડેડ કપડાં, મોંઘી ઘડિયાળ અને ડિઝાઈનર બેગ સાથે જોવામાં આવે છે. હવે જો કોઈ વ્યક્તિ ભારતનો સૌથી પૈસાદાર વ્યક્તિ હોય તો તેમના નોકરોએ પણ તેમના સ્ટાન્ડર્ડનું હોવું પડેને. એટલે મુકેશ અંબાણી પોતાના સિક્યોરિટી ગાર્ડ્સને પણ અઢીથી ત્રણ કરોડ વાળી મર્સીડીસ AMG G63S માં સાથે લઈને ફરે છે. અને પોતાના એન્ટિલિયામાં ગરમીમાં સ્નોફોલની મજા લેવા માટે તેમણે અલગથી સ્નો રૂમ પણ બનાવ્યો છે.
અને જો આપણે રતન ટાટાના ખર્ચની વાત કરીએ તો તે હંમેશાથી સિમ્પલ લિવિંગમાં વિશ્વાસ રાખે છે. એટલે જ તો તેમણે પોતાના માટે કોઈ મોટો ખર્ચ ન કરી પોતાના ઘરને એકદમ સિમ્પલ અને એલિગન્ટ રાખ્યું છે. સાથે જ પોતાના પૈસાને સ્ટાર્ટઅપમાં ઈન્વેસ્ટ કર્યા છે, જેથી તેમનો દેશ અને દેશના લોકો બંને આગળ વધી શકે.
તે સિવાય તેમનું ટાટા હેલ્થ કેર પોતાનો વિસ્તાર કરી ભારતના 25 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઈ ગયો છે. અને હવે ટાટા ગ્રુપ પોતાની કંપનીઓની જેમ સોશિયલવર્કની દરેક ફિલ્ડમાં પોતાના પગ ફેલાવી રહી છે. પછી તે વોટર સેનીટેશન હોય કે સ્પોર્ટ્સ કે પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ માઈગ્રેશન કે સોશિયલ જસ્ટિસ જ કેમ ન હોય. જે રીતે ટાટા ગ્રુપ લોકો માટે કોઈ પણ જાતની પબ્લિસિટી વગર કામ કરી રહ્યું છે, તેના પરથી સ્પષ્ટ દેખાય છે કે તેમની વેલ્યુ અને એથિક્સ તેમના માટે કેટલા મહત્વપૂર્ણ છે.
દેશના એક બિઝનેસમેન જો એક ગુલાબ પણ ખરીદે તો તેની ન્યુઝ બની જાય છે, તો એક બિઝનેસમેન એવા પણ છે જેમની પાસે કોઈ વસ્તુની અછત નથી છતાં પણ તે સોશિયલવર્કમાં એટલા આગળ પહોંચી ગયા છે જેના વિષે કોઈને ખબર જ નથી. તેનું કારણ છે તેમનું આ કામોને દેખાડો કર્યા વગર કરવું.
આ બંને જણાએ મહેનત કરીને પોતાને અને પોતાની કંપનીને આટલી આગળ પહોંચાડી છે. છતાં પણ એક વ્યક્તિ પોતાને દુનિયાની નજરોથી બચાવીને બધા કામ કરી રહ્યા છે, તો બીજાનો નાનામાં નાનો ખર્ચ પણ લાઇમલાઈટમાં આવી જાય છે.