ગુરુવાર, જૂન 1, 2023
Homeલેખમોહમ્મદ અલી જિન્ના અને Britannia નો સંબંધ છે ઘણો રસપ્રદ, જાણીને થઈ...

મોહમ્મદ અલી જિન્ના અને Britannia નો સંબંધ છે ઘણો રસપ્રદ, જાણીને થઈ જશો ચકિત.


295 રૂપિયાના રોકાણ સાથે એક કુટીર ઉદ્યોગ તરીકે થઇ હતી Britannia કંપનીની શરુઆત, જાણો તેની અત્યાર સુધીની રસપ્રદ સ્ટોરી.

ભારતીયો માટે ‘Britannia’ કોઈ નવું નામ નથી. તે ભારતની સૌથી જૂની કંપનીઓ માંથી એક છે. બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેક ઉંમરના લોકો વચ્ચે બ્રિટાનીયા બ્રાંડ એ ખાસ સ્થાન ઉભું કર્યું છે. આ કંપની બિસ્કીટથી લઈને કેક અને બીજી ઢગલા બંધ પ્રોડક્ટ બનાવતી આવી છે. ઘણી હરીફાઈ હોવા છતાં પણ બ્રિટાનીયા મોટાભાગે ભારતીયોની પસંદગીની બ્રાંડ બની રહી છે.

આમ તો આ લેખમાં અમે તમને બ્રિટાનીયાની પ્રોડક્ટ વિષે નહિ પણ તેની સાથે જોડાયેલી એક રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે નહિ જાણતા હોય. જાણીને નવાઈ લાગશે કે બ્રિટાનીયા કંપની ભારતના ભાગલા માટે જવાબદાર સૌથી મુખ્ય વ્યક્તિ મોહમ્મદ અલી જિન્ના સાથે પણ સંબંધ ધરાવે છે. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે તેમનો શું સંબંધ છે?

ભારતની સૌથી જૂની કંપનીઓ માંથી એક : ભારતના આઝાદ થયા પહેલા દેશમાં ઘણી કંપનીઓ સ્થાપિત થઇ, જેમાંથી ઘણી સમય જતા બંધ થઇ ગઈ તો ઘણી કંપનીઓનું અસ્તિત્વ આજે પણ જળવાયેલું છે. તેમાંથી એક નામ બ્રિટાનીયાનું પણ છે. તેની સ્થાપના 1892 માં કરવામાં આવી હતી. અને તેની મુખ્ય ઓફીસ કોલકાતામાં બનાવવામાં આવી હતી.

માત્ર 295 રૂપિયાથી થઇ હતી શરુઆત : 295 રૂપિયાના રોકાણ સાથે 1892 માં એક કુટીર ઉદ્યોગ તરીકે આ કંપનીની શરુઆત થઇ હતી. પાછળથી તેને ગુપ્તા બ્રધસે ખરીદી લીધી હતી અને તેમણે તેને V.S. Brothers ના નામથી ચલાવી. તે 1918 માં ગુપ્તા બ્રધર્સની સાથે C.H Holmes નામના એક અંગ્રેજી બિઝનેસમેન પાર્ટનર તરીકે જોડાઈ ગયા અને કંપનીનુ નામ બદલીને બ્રિટાનીયા બિસ્કીટ કંપની રાખી દેવામાં આવ્યું.

કહેવાય છે કે 1987 માં કંપનીએ તેમના શેર સામાન્ય લોકો માટે ખોલી દીધા હતા, જેથી તે એ પૂર્ણ રીતે ભારતીય કંપની બનવામાં સફળ થઇ શકી. પાછળથી તેનું નામ ‘Britannia Industries Limited’ રાખી દેવામાં આવ્યું. વર્તમાનમાં આ કંપનીનું સંચાલન વાડિયા ગ્રુપ પાસે છે. કંપનીના ચેરમેન નુસ્લી વાડિયા છે.

બીજા વિશ્વ યુ ધમાંપુરા પાડ્યા બિસ્કીટ : બ્રિટાનીયા કંપનીએ બીજા વિશ્વ યુ ધદરમિયાન અંગ્રેજી સૈ નિકો માટે બિસ્કીટ પુરા પાડ્યા હતા. તે સમયે ભારત ઉપર અંગ્રેજોનું શાસન હતું. બિસ્કીટ પુરા પાડવાનું કામ કંપનીએ ઘણા વર્ષો સુધી ચાલુ રાખ્યું.

જિન્ના સાથે બ્રિટાનીયાનો સંબંધ : બ્રિટાનીયા કંપનીના ચેરમેન નુસ્લી વાડિયા છે. અને નુસ્લી વાડિયાના નાના મોહમ્મદ અલી જિન્ના હતા. જિન્નાની દીકરી દીના જિન્નાએ પારસી ઉદ્યોગપતિ નેવિલ વાડિયા સાથે લગ્ન કર્યા હતા. છે ને રસપ્રદ કહાની.

મોહમ્મદ અલી જિન્ના પોતાની દીકરી દીના જિન્નાના આ નિર્ણયની સખત વિરુદ્ધ હતા. તે નહોતા ઇચ્છતા કે તેમની દીકરી કોઈ બિન મુસ્લિમ સાથે લગ્ન કરે. આ બાબતને લઈને બાપ દીકરી વચ્ચે ઘણી મા થાકૂટ પણ થઇ હતી, પણ દીના જિન્ના પોતાના નિર્ણય ઉપર અડગ હતી. જિન્નાની પત્ની (રત્તનબાઈ) પારસી હતી અને તેમણે ધર્મ બદલીને જિન્ના સાથે નિકાહ કર્યા હતા.

આ માહિતી સ્કોપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular