શનિવાર, જૂન 3, 2023
Homeલેખયુપીએસસીની પરીક્ષા પહેલા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, પણ આ રીતે તૈયારી કરીને...

યુપીએસસીની પરીક્ષા પહેલા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, પણ આ રીતે તૈયારી કરીને બન્યા આઈએએસ.

આઈએએસ બનવા માટે આ ભાઈએ કરી છે ઘણી મહેનત, જ્યોતિષીએ કહ્યું હતું નહિ બની શકે અધિકારી.

મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં જન્મેલા નવજીવન પવાર બાળપણથી જ આઈએએસ અધિકારી બનવાના સપના જોતા હતા. તેમના એ સપનાને પુરા કરવા માટે તેમણે દિવસ રાત મહેનત કરી અને આઈએએસ અધિકારી બનીને જ રહ્યા. નવજીવન પવારના જીવનના સંઘર્ષની સ્ટોરી તે લોકો માટે ઘણી પ્રેરણાદાયક છે, જે લોકો આઈએએસ બનવા માટે મહેનત કરી રહ્યા છે. ખાસ કરીને દરેકના જીવનમાં એવો સમય જરૂર આવે છે. જયારે તે હારનો અનુભવ કરે છે અને પોતાના સપના તૂટતા જુવે છે.

નવજીવન પવારના જીવનમાં આ સમય એક નહિ બે વખત આવ્યો. જયારે તેમને પોતાના સપના તૂટતા જોવા મળ્યા. પણ તેમણે હાર ન માની અને મહેનત કરવામાં લાગી ગયા. અને તે ઓલ ઇન્ડિયા રેન્ક 316 પ્રાપ્ત કરી આઈએએસ અધિકારી બની ગયા.

નવજીવન પવારનો જન્મ મહારાષ્ટ્રના નાસિકના એક નાના ગામમાં થયો હતો. તે એક સામાન્ય કુટુંબના છે. તેમના પિતા ખેડૂત છે. નવજીવન બાળપણથી જ ભણવામાં ઘણા હોંશિયાર હતા. 12 માં ધોરણ પછી તેમણે સિવિલ એન્જીનીયરીંગમાં ડીગ્રી પ્રાપ્ત કરી. એન્જીનીયરીંગની ડીગ્રી પૂરી થયા પછી નવજીવન પવારે યુપીએસસી પરીક્ષાની તૈયારી શરુ કરી દીધી.

યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવા માટે તેમના પિતાએ સહકાર આપ્યો. જેથી તેમને સારું કોચિંગ મળી શકે. તેના માટે તેમને દિલ્હી મોકલવામાં આવ્યા. દિલ્હી આવીને તેમણે કોચિંગ લેવાનું શરુ કરી દીધું. તે દરમિયાન દિલ્હીમાં તેમના એક શિક્ષકે તેમને જ્યોતિષ પાસે આવવાનું કહ્યું. તેમણે પણ પોતાના શિક્ષકની વાત માની લીધી.

જ્યોતિષે તેમને મળીને કહ્યું કે 27 વર્ષની ઉંમર પહેલા તું આઈએએસ નહિ બની શકે. એ વાત નવજીવનના દિલમાં બેસી ગઈ. પણ તેમણે જ્યોતિષની વાત ઉપર વધુ ધ્યાન ન આપતા પોતાના ધ્યેય ઉપર ધ્યાન આપ્યુ. તેમણે નક્કી કરી લીધું કે તે પરીક્ષા જરૂર પાસ કરશે.

પરીક્ષાના લગભગ એક મહિના પહેલા થઇ ગયા બીમાર : યુપીએસસી પરીક્ષાના લગભગ એક મહિના પહેલા જ નવજીવન પવારને ડેન્ગ્યુ થઇ ગયો. તેમની તબિયત એટલી ખરાબ થઇ ગઈ કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તેમણે હોસ્પિટલમાં દાખલ થયા પછી પણ અભ્યાસ ચાલુ રાખ્યો. તેમની એ હિંમત જોઈને ડોક્ટર પણ ચક્તિ થઇ ગયા.

હોસ્પિટલમાં પસાર કરેલા દિવસો યાદ કરતા નવજીવન જણાવે છે કે, હોસ્પિટલમાં એક હાથ ઉપર ડોક્ટરનું ઇન્જેક્શન લાગેલું રહેતું હતું અને મારા બીજા હાથમાં ઉપર પુસ્તક હતું. તે સમય ઘણો ખરાબ હતો. બીમારીમાંથી સાજા થયા પછી નવજીવન પવારે સારી રીતે પરીક્ષા આપી અને પહેલા અટેમ્પ્ટમાં જ પીલીમ્સ ક્લીયર કરી લીધી. પરિણામ આવ્યા પછી તે ઈન્ટરવ્યુંની તૈયારી કરવા લાગ્યા.

નવજીવન પવારના જણાવ્યા મુજબ ઈન્ટરવ્યુંની તૈયારી કરતી વખતે મને વિચાર આવ્યો કે, જો કોઈ મારું ભવિષ્ય જણાવી શકે છે તો હું મારું ભવિષ્ય બદલી કેમ નથી શકતો. પછી શું હતું, નવજીવને સારી તૈયારી કરી અને ઓલ ઇન્ડિયા રેન્ક 316 પ્રાપ્ત કરી આઈએએસ અધિકારી બન્યા.

નવજીવન પવારના જણાવ્યા મુજબ તેમના પિતા ખેડૂત છે અને તે અભ્યાસ દરમિયાન પોતાના પિતાની મદદ માટે ખેતરમાં કામ પણ કરતા હતા. તેમણે ખેતરમાં ઘણી વખત હળ ચલાવ્યું છે. અને હવે તે અધિકારી બની દેશની સેવા કરી રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular