શુક્રવાર, જુલાઇ 1, 2022
Homeલેખલોખંડને સોનામાં ફેરવી દે તેવો પારસ પથ્થર નર્મદા નદીમાં થઇ ગયો છે...

લોખંડને સોનામાં ફેરવી દે તેવો પારસ પથ્થર નર્મદા નદીમાં થઇ ગયો છે ગુમ, વાંચો તેની સ્ટોરી.


પારસ પથ્થર દ્વારા લોખંડને સોનામાં બદલાવાની સાચી સ્ટોરીઓ ઘણા પુસ્તકોમાં લખવામાં આવી છે, અહીં વાંચો તેના વિષે.

પથ્થર ક્યારેક પથ્થર દિલ નથી હોતા. પથ્થર એ છે જે કોઈના સપનાનું ઘર પૂરું પાડવા માટે ઘડાઈ પીટાઈને, પાયામાં ચુપચાપ ઊંડા દટાઈ જાય છે. દીવાલો માટે યોગ્ય રીતે ફીટ થઇ જાય છે. પથ્થરો માંથી બને છે મંદિર, મસ્જીદ, ચર્ચ અને ગુરુદ્વારા. મૂર્તિ પણ પથ્થરોમાંથી સાકાર થાય છે. પથ્થરો માંથી જ પર્વત બન્યા અને તેમાંથી જીવનદાયીની નદીઓનું ઉદ્દગમ થયું. પર્વતો સંજીવની જેવી ઔષધીઓના પોષક પણ છે, જેની જરૂર ભગવાન રામને પણ પડી હતી. પથ્થર ગીરીરાજ પણ છે જેને તર્જની ઉપર ધારણ કરી મુરલીધરે વ્રજવાસીઓનું રક્ષણ કર્યું હતું.

રામ નામના લખાણથી તરીને સેતુ સ્વરૂપમાં જોડાઈ જવાવાળા પથ્થર માનવના કષ્ટપ્રદ માર્ગને સરળ પણ કરે છે. પ્રારબ્ધની ક્રુરતાના શમન માટે રંગબેરંગી છટાઓના આભુષણ બનીને આંગળીઓમાં જડાઈ જાય છે. ઝવેરાતમાં સ્થાન મેળવીને માણસની શોભામાં ઘણો વધારો કરી દે છે.

પોતાની ઠોકરથી ચેતવવા વાળા પથ્થર છેડછાડના પરિણામ સ્વરૂપે શિખર ઉપરથી ખસકી જાય તો સં હાર પણ કરી શકે છે. અને પથ્થર તે નિર્જીવ નક્કર પદાર્થનું પણ નામ છે જેના સ્પર્શ માત્રથી લોખંડનો પદાર્થ સો ટકા સોનામાં પરિવર્તિત થઇ જાય છે. એક અતિ સાધારણ ધાતુ તેના વર્ગનું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લે છે. તે છે પારસ પથ્થર.

પારસ પથ્થર ભૌતિક રૂપે છે કે નથી તે વાત મહત્વ નથી ધરાવતી. મહત્વ એ ધરાવે છે કે તેની વિશિષ્ઠતાઓ શું છે? આપણે પારસ પથ્થર જેવા થવું હોઈએ. આપણે તેની સંગતથી પ્રેરણા મેળવવી જોઈએ. પારસ નિર્જીવ હોવા છતાં પણ સજીવની જેમ આતુર નથી. તેના સ્પર્શથી દરેક વસ્તુ સોનું નથી બનતી. તે લોખંડને કંચન જેવું રૂપ આપે છે. તેની દ્રષ્ટિમાં કોઈ ભેદ નથી. તે કાટ વાળા ખરાબ લોખંડ અને સારી વસ્તુને એક સમાન જુવે છે. જે તેના સંસર્ગમાં આવે, સમજો કંચન થઇ ગયા. આપણે પણ એવા નિસ્વાર્થ અને સમદર્શી ભાવથી પરોપકાર તરફ વળવું જોઈએ.

જો આપણે સક્ષમ છીએ તો એવા બનીએ કે આપણા સંપર્કમાં કોઈ દિન દુખીયા આવે તો તેમનું જીવન ઉચ્ચતા મેળવે. પણ માણસે તે ભાવને અનુભુત ક્યાં કર્યો છે? તે તો સામાન્ય દેખાતા ધૂળના રંગના એ નાના એવા પ્રસ્તર ખંડને કોઈ પણ કિંમતે મેળવવા માંગે છે, જેનું નામ છે પારસ. તેને અમૂર્ત નહિ પારસ મૂર્ત રૂપની ઈચ્છા છે. તે ઈચ્છા તેને સદીઓથી ભટકાવી રહી છે.

તે પારસને પોતાની પાસે રાખીને, અપરીમીત લોખંડને સ્વર્ણ ધાતુ (સોના) માં પરિવર્તિત કરવાની ઈચ્છા રાખે છે. તે ઈચ્છામાં ઘણા શોધકર્તાઓની ઊંઘ હરામ થઇ ગઈ હતી. આવો પારસ મેળવવાની એ મરીચીકામાં ભટકતી કેટલીક પ્રચલિત અને કેટલીક અપ્રચલિત જનશ્રુતિઓ અને કતીપય પુસ્તકોના સંદર્ભ લોકમાં જઈએ.

પારસ પથ્થરના વિષયમાં જે દંતકથાઓ પ્રચલિત છે, તે લગભગ એક જેવી છે. સ્થાન ભેદથી થોડી ભિન્નતાઓ આવી ગઈ છે પણ તેમાં મૂળ તત્વ સમાન છે. પહેલી કથા નર્મદા માં ના સાનિધ્યથી શરૂ થાય છે, કેમ કે તેના અતલ જળમાં પારસની સંભાવના પ્રબળ હતી. ચિર કું વારી નદી છે નર્મદા. ચિત્રકૂટથી દક્ષીણ દિશા તરફ જતા શ્રીરામ નર્મદાને ઓળંગ્યા ન હતા પણ અમરકંટક થઈને ગયા હતા.

સદીઓથી આ નર્મદાને તેના ઉદ્દગમ સ્થાન અમરકંટકથી લઈને અંતિમ છેડા ખંભાતની ખાડી સુધીના વિસ્તારમાં તે મુઠ્ઠીમાં સમાઈ જતા પથ્થર માટે રાજા મહારાજાઓ, ફિરંગી સાહેબો, સન્યાસીઓ-ગોસાઈઓ, ઠગો-પીંડારિયો વગેરેએ એટલી ક્રૂ રતાથી ફંફોળી કે માં ના રેશા રેશા વેર વિખેર થઇ ગયા હતા. પણ તે પથ્થર મળવાનો ન હતો અને મળ્યો પણ નહિ.

નર્મદાની અપાર જળરાશીમાં અનોખા પારસ પથ્થરના સમાઈ જવાની સ્ટોર પણ અનોખી છે. વ્હીલર થેન્ક્સન દ્વારા સંપાદિત ‘મમોયર્સ ઓફ જહાંગીર, એમ્પરર ઓફ ઇન્ડિયા’ માં આ કિસ્સો આ રીતે નોંધાયો છે. માંડું રાજ્યમાં એક ઘસીયારા (ઘાસ વેચનાર) રહેતા હતા. એક વખત તે જંગલમાં ઘાંસ કાપી રહ્યા હતા ત્યારે ટન્ન… જેવા અવાજ સાથે તેમના દાતરડાનો ભાગ સોનામાં પરિવર્તિત થઇ ગયો.

નવાઈ પામેલ ભોળો એવો ઘસીયારો તેને લઈને મંડન લુહાર પાસે ગયો અને વિનંતી કરવા લાગ્યો કે, આ દાતરડાના બદલામાં તેને લોખંડનું દાતરડુ આપી દે. ચતુર લુહારે લોખંડના દાતરડાની સોનામાં પરિવર્તિત થવાની સ્ટોરી સાંભળી અને દાતરડુ બદલતા તે સ્થાન વિષે પૂરી માહિતી મેળવી.

ઘસીયારાના ગયા પછી મંડન ત્યાં ગયો. લોખંડના ટુકડાને સ્પર્શ કરી તેણે થોડા પ્રયત્નથી જ તે ચમત્કારી પથ્થર પાપ્ત કરી લીધો. હવે જેની પાસે પારસ હોય, તેનું તો સારું થવાનું જ હતું. પારસે લોખંડને કંચન બનાવ્યું જ, તેની સાથે જ પોતાના સ્વામીને પણ ન્યાલ કરી દીધા હતા. નિસ્વાર્થ સેવાનો આવો વિચાર પારસ સિવાય કોઈની પાસે હોઈ શકતો હતો. એટલા માટે સેવક અને તેના સેવા ભાવને ઓળખો અને પોતાનું જીવન પણ સાર્થક કરો. મંડન લુહારે પણ આ પથ્થરને ઓળખ્યો અને તેને અંગીકાર કર્યો. આગળની કથા જણાવે છે કે કોઈના રંગ રૂપ ઉપર ન જાવ. તેના ગુણોને ઓળખો. આવો આગળ વધીએ.

મંડન લુહારને એક દીકરી હતી. તે યુવાન થઇ તો તેના લગ્ન બુરહાનપુરના રાજકુમાર સાથે કરવાનો પ્રસ્તાવ મોકલ્યો. સંબંધ નક્કી થયા અને યથાસમય લગ્ન પણ પુરા થઇ ગયા. દહેજમાં મંડન લુહારે જમાઈને કાંઈ પણ ન દીધું. અપમાનિત થઈને નીકળ્યા જેવી દશામાં મંડન લુહારની ટીકા કરતા કરતા જાન કન્યાને લઈને વિદાય થઇ. સાંજે નર્મદાના કાંઠા ઉપર તંબુ બાંધ્યા. પાલખી ઉતારી. રાજકુમારે પાલખીનો પડદો દુર કર્યો અને કહ્યું, કેવા કંગાળ કુટુંબમાં લગ્ન કર્યા છે મેં. સોનાનો એક હાર પણ ન આપ્યો.

કન્યા હસી અને પોતાના પાલવની ગાંઠ ખોલીને એક પથ્થર કાઢીને રાજકુમારના હાથમાં મૂકી દીધો. લો આ પથ્થર તમારી જ નહિ, સાત પેઢીઓની તૃષ્ણાને પૂરી કરી દેશે. આ બેડોળ પથ્થરને જોઈને રાજકુમારનો ગુસ્સો સાતમાં આસમાન ઉપર પહોંચી ગયો. આનાથી શું માથું ફોડું? એવું કહીને તેણે તે પથ્થરને નર્મદા તરફ ફેંકી દીધો. થોડી ક્ષણમાં પથ્થર નદીના ઊંડાણમાં વિલીન થઇ ગયો. ડબ્લ્યુ. એચ. જી. હોમ્સે પોતાના પુસ્તક ધ હાઈલેંડસ ઓફ અનનોન ઇન્ડિયામાં એ વાતને સ્વીકારી છે કે નર્મદાના વહેતા પ્રવાહની આસ પાસ જ પારસ પથ્થર રહેલો છે. અને મનુચી પણ નર્મદામાં પારસ પથ્થરની વાત સ્વીકાર કરે છે.

રાજકુમારે પથ્થર ફેંકી દેતા લુહાર કન્યા દુઃખી થઈ ગઈ. હાય, હાય… તમે આ કેવું ગજબ કરી દીધું? તે કોઈ સામાન્ય પથ્થર નહી પણ પારસ પથ્થર હતો. તેનાથી તમે કેટલાય મણ સોનું બનાવી શકતા હતા. પોતાના અવિવેકથી તે અલોકિક પથ્થરને ગુમાવી દેનાર રાજકુમારે તેને શોધવાના અથાગ પ્રયત્ન કર્યા. સેંકડો સૈનિકો તે સ્થાન ઉપર ઉતારી દીધા. નદીના તળને ઘણું ફંફોળવામાં આવ્યું પણ તે પથ્થર ન મળ્યો. બસ અફસોસ રહી ગયો.

જહાંગીરે પણ પોતાના અબ્બા અકબરની દીવાનગીનું વર્ણન જહાંગીરનામામાં આ રીતે કર્યું છે. અબ્બા હુજુરના ફૌજી લશ્કરમાં શમશેર નામનો કદાવર હાથી હતો. તેને ગુસ્સો પણ ઘણો આવતો હતો. છેલ્લે તેને કાબુમાં કરવા માટે પગમાં લોખંડની મોટી મોટી સાંકળો બાંધી દેવામાં આવી હતી. એક વખત બાદશાહ સલામતની ફૌજે બુરહાનપુર ઉપર હુ મલો કરી દીધો. નર્મદાને પાર કર્યા પછી જોવા મળ્યું કે શમશેરના પગની સાંકળો સોનામાં પરિવર્તિત થઇ ગઈ હતી. અબ્બાજાનની ફૌજે પાછા વળીને તે પાટને ભાલા અને નેજોંથી છેદી નાખ્યો, પણ તે પથ્થર પ્રાપ્ત ન થયો.

એવી જ મળતી કથા દુર્ગા પીંડારીની પણ છે, જેનો બરછો સોનામાં પરિવર્તિત થઇ ગયો હતો. અને તેને પારખીને પ્રખ્યાત ઝવેરી લોહલીમલ ભંડારીએ આંખો પહોળી કરીને તે પીંડારી સરદારે કહ્યું હતું કે, માલિક, આવું સાચું સોનું તો મેં આજ સુધી નથી જોયું. ઝવેરીના મુખ માંથી સોનાની આવી પ્રશંસા સાંભળીને દુર્ગા પીંડારી સરદાર પોતાના અઢી હજાર ઘોડેસવારોના દળને લઇને નર્મદામાં ઉતરી ગયા. તેમના હાથમાં હજારો બરછા હતા.

કહેવાય છે કે તેમણે પચાસ માઈલના વિસ્તારમાં નર્મદા મૈયાના ખૂણે ખૂણા શોધી લીધા તેમ છતાં પણ કોઈના બરછા સોનામાં પરિવર્તિત ન થયા. ધ મરાઠા એન્ડ ધ પીંડારી વોરના લેખક જે.જી.ડફ પણ આ કથાની પુષ્ટિ કરે છે કે દુર્દાંત પીંડારી દળના અથાગ પ્રયત્નો છતાં પણ દુર્ગા બેરાગી ખાલી હાથ જ રહ્યા.

એક સ્ટોરી કરોલી જીલ્લાના તીમનગઢની પાસે આવેલા સાગર નામના સરોવર વિષે પણ પ્રચલિત છે. તેના વિષે ઈતિહાસકાર વેણુગોપાલ શર્મા જણાવે છે કે, તે હજાર વર્ષ પૂર્વની વાત છે, જયારે મેઢકીદાસ નામના એક સંતે રાજા તીમનપાલને પારસ પથ્થર આપતા ભવ્ય કિલ્લાના નિર્માણની વાત કહી હતી. મહેલના નિર્માણ માટે જરૂરી સોનુ એકઠું કર્યા પછી રાજાએ તે પથ્થર રાજપુરોહિતને દાનમાં આપી દીધો. દાનમાં સામાન્ય પથ્થર મેળવીને પુરીહિતે ગુસ્સામાં તેને સાગર નામના સરોવરમાં ફેંકી દીધો અને તળાવમાં પડેલો પારસ આજ સુધી માણસની પકડથી દુર છે.

જમાનો જેમ જેમ આગળ વધ્યો, તેમ તેને મેળવવાની આકાંક્ષાઓ વધતી ગઈ અને હતાશામાં બદલાતી રહી. એક બ્રિટીશ અધિકારી જોર્જ જેકબની પારસ પ્રાપ્તિની ઈચ્છા એટલી પ્રબળ થઇ ગઈ કે, તેણે જબલપુરના માર્બલ રોક્સની સીડીઓ ઉપરથી છલાંગ મારી દીધી. પારસ તો ન મળ્યો પણ ઘણી શોધખોળ કર્યા પછી તેની લા શ જરૂર મળી ગઈ અને આશ્ચર્ય એ હતું કે કમરમાં બાંધેલું લાંબુ ચપ્પુ સોનાનું થઇ ગયું હતું.

અને છેલ્લે એક ઉપદેશક દોહો – पारस और संत में यही अंतर जान। ये लोहा कंचन करे, वो करिहें आपु समान।

(ફોટા પ્રતિકાત્મક છે)

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular