બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeલેખવર્ષોથી જે Bisleri કંપનીનું પાણી પીવો છો તેની સ્થાપના વિષે જાણો છો?...

વર્ષોથી જે Bisleri કંપનીનું પાણી પીવો છો તેની સ્થાપના વિષે જાણો છો? અહીં જાણો તેનો સંપૂર્ણ ઈતિહાસ.


ભારતમાં પહેલી વાર પાણી વેચવા પર જે Bisleri ની મજાક ઉડાવવામાં આવી હતી, તે આજે છે 1560 કરોડની કંપની છે, જાણો તેના વિષે.

બિસલેરીની સ્થાપના સૌથી પહેલા ઇટાલિયન બિજનેસમેન Felice Bisleri એ મિલાનમાં કરી હતી.

‘સમજદાર જાણે છે કે દરેક પાણીની બોટલ બિસલેરી નથી હોતી.’ ટીવી જાહેરાતોમાં બિસલેરીની આ ટેગ લાઈન તો તમે સાંભળી જ હશે. તેની ઉપરથી સમજી જ ગયા હશો કે ખરેખર બિસલેરી ભારતની સૌથી વિશ્વાસપાત્ર અને નંબર 1 મિનરલ વોટર બ્રાંડ છે. બિસલેરીની જમીનથી આકાશ સુધી પહોંચવાની સફળ સ્ટોરી તમને ઘણી પ્રેરિત કરશે.

બિસલેરીની સ્થાપના : બિસલેરીની સ્થાપના સૌથી પહેલા ઈટાલીયન બિઝનેસમેન Felice Bisleri એ મિલાનમાં કરી હતી. ઇ.સ. 1921 માં Felice Bisleri બિસલેરીએ દુનિયામાંથી વિદાય લીધા પછી બિસલેરી કંપનીના ફેમીલી ડોક્ટર રોજીજ તેના માલિક બની ગયા. બિસલેરી શરુઆતમાં મેલેરિયાના ઈલાજની દ વાબનાવવાની કંપની હતી. તે દરમિયાન કંપનીની મુંબઈમાં પણ એક શાખા હતી.

ભારતીય બિઝનેસમેન ખુસરૂ સંતુકના પિતા ભારતમાં બિસલેરી કંપનીના લીગલ એડવાઈઝર હોવાની સાથે ડોક્ટર રોજીજના પણ ઘણા સારા મિત્ર પણ હતા. ભારતમાં વધી રહેલી માંગને જોઈ ડોક્ટર રોજોજ કાંઈક અલગ કરવા માંગતા હતા. ત્યારે તેમણે વિચાર્યું કે તેમનો બિસલેરી કોન્સેપ્ટ વાળો બિઝનેસ ભારતમાં પણ ઘણો સફળ થઇ શકે છે.

ડોક્ટર રોજીજે કોઈ રીતે ભારતમાં બિસલેરીના બિઝનેસ આગળ વધારવા માટે ખુસરુ સંતુકને મનાવી લીધા. ત્યાર પછી ઈ.સ. 1965 માં ખુસરુ સંતુકે મુંબઈના થાણે વિસ્તારમાં બિસલેરી વોટર પ્લાન્ટ સ્થાપિત કર્યો. ભારતમાં સૌથી પહેલા બ્રાંડેડ પાણી વેચવાની ફોર્મુલા ડોક્ટર રોજીજ લાવ્યા હતા અને પાણી વેચવાનો શ્રેય ખુસરુ સંતુકને જાય છે.

ભારતમાં જયારે બિસલેરી વોટર પ્લાન્ટની શરુઆત થઇ રહી હતી ત્યારે લોકોએ ખુસરુ સંતુકને પાગલ ગણાવતા કહ્યું હતું કે, આ કેવો બિઝનેસ છે? ભારત જેવા દેશમાં 1 રૂપિયો આપીને કોણ પાણીની બોટલ ખરીદશે? કેમ કે ત્યારે ભારતમાં 1 રૂપિયાની કિંમત ઘણી વધુ હતી. મુંબઈમાં પાણી વેચવાનું એક મુખ્ય કારણ એ પણ હતું કે, ત્યારે ત્યાં પાણીની ક્વોલેટી ઘણી ખરાબ રહેતી હતી. એટલા માટે બિસલેરીના માલિક ડોક્ટર રોજીજને લાગ્યું કે ભારતમાં તેમનો આ બિઝનેસ ચાલી શકે છે.

5 સ્ટાર હોટલ્સ અને મોંઘા રેસ્ટોરન્ટમાં વેચી : બિસલેરીએ શરુઆતમાં ભારતીય માર્કેટમાં પોતાની બે પ્રોડક્ટ બિસલેરી વોટર અને બિસલેરી સોડા ઉતારી. બિસલેરીની આ બંને પ્રોડક્ટ માત્ર 5 સ્ટાર હોટલ્સ અને મોંઘી રેસ્ટોરન્ટમાં મળતા હતા. પાછળથી ધીમે ધીમે આ પ્રોડક્ટ્સ સામાન્ય લોકોને પણ મળવા લાગી. પણ લોકો પાણીથી વધુ સોડા ખરીદતા હતા. તેથી બિસલેરી પાણી વેચવામાં વધુ સફળતા પ્રાપ્ત ન કરી શકી. એ કારણથી ખુસરુ સંતુક તેની આ બ્રાંડસને આગળ ચલાવવા માંગતા ન હતા.

બિસલેરીને પાર્લેએ ખરીદી : બિસલેરી વોટરને મળેલી સફળતા પછી ખુસરુ સંતુકે કંપનીને વેચવાનો નિર્ણય લીધો. આ સમાચાર જ્યારે પાર્લે કંપનીના ચોહાણ બ્રધર્સને મળ્યા તો રમેશ ચોહાણે 1969 માં બિસલેરી(ઇન્ડિયા) લીમીટેડને 4 લાખ રૂપિયામાં ખરીદી લીધી. ચોહાણ બ્રધ્રર્સે જયારે બિસલેરી ખરીદી હતી ત્યારે તેના દેશ આખામાં માત્ર 5 સ્ટોર જ હતા. તેમાંથી 4 મુંબઈમાં અને 1 કોલકતામાં હતા.

ઈ.સ. 1970 ના દશકમાં રમેશ ચોહાણે બિસલેરી (ઇન્ડિયા) લીમીટેડના બોટલબંધ પાણીને બે બ્રાંડ બબલી અને સ્ટીલની સાથે સાથે બિસલેરી સોડા પણ લોન્ચ કરી. તે દરમિયાન પાર્લે ગ્રુપે ઘણા વર્ષો સુધી સોડા અને પાણી બંને બિસલેરી બ્રાંડના નામથી જ વેચ્યા. તે દરમિયાન કંપનીએ સોફ્ટ ડ્રીંક પણ લોન્ચ કર્યું જે કાચની બોટલમાં વેચાતું હતું. જે પીધા પછી બોટલ પાછી આપવાની રહેતી હતી.

તેના થોડા વર્ષો પછી પાર્લેની રીસર્ચ ટીમે જાણ્યું કે ભારતના સાર્વજનિક સ્થળ જેવા કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, રોડના કિનારા, હોટલ અને બીજી જગ્યાઓ ઉપર પાણીની બોટલની શુદ્ધતા ન હોવાને કારણે લોકો પ્લેન સોડા ખરીદીને પીવે છે. ત્યાર પછી પાર્લેએ લોકો સુધી સ્વચ્છ પાણી પહોંચાડવા માટે પોતાના ડીસ્ટ્રીબ્યુટર્સની સંખ્યા વધારી અને તે તમામ જગ્યા ઉપર બિસલેરી સ્વચ્છ પાણી પહોંચાડ્યું. કંપનીએ બ્રાંડ પ્રમોશન અને પેકિંગમાં નવા નવા ફેરફાર કર્યા અને માર્કેટમાં બિસલેરી વોટર ઘણી પ્રસિદ્ધ થવા લાગી.

બિસલેરીને 2000 માં મળ્યો પડકાર : બિસલેરીએ 1970 થી 1999 સુધી ભારતીય માર્કેટમાં એકચક્રી રાજ કર્યું અને દેશની નંબર વન કંપની બની ગઈ. બિસલેરીની સફળતાથી પ્રેરિત થઈને વર્ષ 2000 માં બેલી, એકવાફીના અને કિનલે જેવી કંપનીઓએ શુદ્ધ પાણીના દાવા સાથે આ બજારમાં કુદીને બિસલેરીના એકચક્રી શાસનને અટકાવ્યું. તે દરમિયાન બીજી કંપનીઓના મળી રહેલા પડકારને જોતા બિસલેરીએ જુદી જુદી સાઈઝના આકર્ષક પેકેજ બજારમાં બહાર પાડ્યા અને તેની જાહેરાતમાં પણ ફેરફાર કર્યો. તેનાથી બિસલેરી વધુ મજબુત બનતી ગઈ.

બિસલેરી રોજનું 2 કરોડ લીટર પાણી વેચી રહી છે : ત્યાર પછી વર્ષ 2003 માં બિસલેરીએ યુરોપમાં પણ પોતાના બિઝનેસની જાહેરાત કરી હતી. આજે બિસલેરીની ભારતના બજારમાં બોટલબંધ પીવાના પાણીમાં 60% ભાગીદારી છે. આજે 135 પ્લાન્ટસ દ્વારા રોજના 2 કરોડ લીટરથી પણ વધુ પાણી વેચવા વાળી બિસલેરી દેશ દુનિયામાં છવાઈ ગઈ છે. આજે બિસલેરી 5000 થી વધુ ડીસ્ટ્રીબ્યુટર્સ ટ્રકો અને 3500 ડીસ્ટ્રીબ્યુટર્સ દ્વારા સાડા ત્રણ લાખ રીટેલ આઉટલેટ્સ સુધી પાણી પહોંચાડી રહી છે.

છેલ્લા 50 વર્ષથી સોફ્ટ ડ્રીંક અને મિનરલ વોટર ઉદ્યોગમાં સક્રિય 76 વર્ષીય રમેશ ચોહાણ ‘બિસલેરી ઈંટરનેશનલ’ ના ચેરમેન છે. રમેશ ચોહાણે અમેરિકાના મૈસાચુસેટ્સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી માંથી એન્જીનીયરીંગ અને બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.

આ માહિતી સ્કોપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular