પૃથ્વી ઉપર મોટું સંકટ, સદીઓમાં એક વખત આવનારા તોફાન દર વર્ષે આવી શકે છે.
સમગ્ર દુનિયા જળવાયુ સંકટ માંથી પસાર થઇ રહી છે. વૈજ્ઞાનિકોએ એક બિહામણી ચેતવણી આપી છે. અને તે ચેતવણી એ છે કે સદીઓમાં એક વખત આવનારા પ્રચંડ તોફાન હવે દર વર્ષે આવી શકે છે. દુનિયા બરબાદી તરફ જઈ રહી છે. ખાસ કરીને વધતા સમુદ્રી જળસ્તર, વધતું તાપમાન, ઓગળતા ગ્લેશીયર, તોફાનોનું આવવું અને વધુ સમય માટે ટકવું અને આકાશીય વીજળીઓ પડવી. પેરીસ હવામાન કરારના રીપોર્ટના માનવા મુજબ તો વર્ષ 2100 સુધી દુનિયાના ઘણા કાંઠાના વિસ્તારો સમુદ્રી સંકટથી ભયભીત રહેશે અને તેને સહન પણ કરશે.
નવા વૈશ્વિક મોડલ મુજબ વર્ષ 2100 સુધી કાંઠાના વિસ્તારોમાં આવનારા પુર 100 ગણા વધી જશે. જો આપણે આપણા વર્તનમાં ફેરફાર ન કર્યો તો તાપમાનમાં 2 ડીગ્રી સેલ્સિયસનો વધારો થશે. તાપમાન જેટલું વધશે, એટલા જ વધુ ગ્લેશિયર ઓગળશે. સમુદ્રી જળસ્તર વધશે. સમુદ્રી જળસ્તરનું તાપમાન પણ વધશે. તેનાથી તોફાનો ઉભા થવા અને વધુ દિવસો સુધી બરબાદી કરવાની શક્યતા રહેશે.
વર્તમાન ગણતરી મુજબ આખી દુનિયામાં 7000 કાંઠાના વિસ્તારો એવા છે જ્યાં તાપમાનમાં ટૂંક સમયમાં 1.5 ડીગ્રી સેલ્સિયસનો વધારો થશે. આ વધારાને કારણે જ લગભગ 3500 કાંઠાના વિસ્તારો દર વર્ષે સમુદ્રી સંકટ સામે ઝઝૂમતા જોવા મળશે. જો આ તાપમાન 2 ડીગ્રી સેલ્સિયસ વધી ગયું તો આ 3500 કાંઠાના વિસ્તારોમાં 14 ટકા વિસ્તારો બીજા વધી જશે. એટલે 2100 સુધી દુનિયાના ઘણા બધા કાંઠાના વિસ્તારો કે શહેર સમુદ્રી સંકટ સામે સંઘર્ષ કરતા જોવા મળશે.
વૈજ્ઞાનિકો એ ચેતવણી પણ આપી રહ્યા છે કે તેમાંથી કેટલાક કાંઠાના વિસ્તારોમાં આ મુશ્કેલી થોડા વર્ષોમાં આવી શકે છે. આ કાંઠાના વિસ્તારો સમુદ્રી તોફાનો ઘણા વધતા જળસ્તરની સમસ્યામાં 100 ગણો વધારો જોઈ શકે છે. આ પ્રક્રિયા વધુ નહિ 49 વર્ષોમાં જોવા મળી શકે છે. આ સ્ટડી કરવા વાળા વૈજ્ઞાનિક જણાવે છે કે, આ તકલીફથી સૌથી વધુ ઉષ્ણકટીબંધીય વિસ્તારો પરેશાન થશે.
ઉષ્ણકટીબંધીય વિસ્તારો એટલે ટ્રોપીકલ રીજન્સ જેવા કે હવાઈ, કેરીબીયન, ઉત્તરી અમેરિકાના પ્રશાંત મહાસાગર વાળા કાંઠાના લગભગ અડધા ભાગને 2070 સુધી ઘણી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તે ઉપરાંત જો વધુ બરફ પીગળશે તો ભૂમધ્યસાગર કાંઠા અને અરબ દેશોના કાંઠાના વિસ્તારો ઉપર વધુ ખતરનાક સમુદ્રી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ મુશ્કેલી પ્રલયકારી હોઈ શકે છે.
આવા હવામાન અને તેમાં આવનારા પરિવર્તનનું નુકશાન સૌથી પહેલા તે દેશોમાં થશે જે ઉષ્ણકટીબંધીય વિસ્તારોમાં છે. જયારે ઉત્તરી વિસ્તારોમાં અલગ અલગ પ્રકારની અસર થશે પણ ત્યાં સમુદ્રી સંકટોનો સામનો ઓછો કરવો પડશે. જો કે કેટલાક એવા સ્થાન પણ હશે જ્યાં ગ્લોબલ વાર્મિંગની અસર અને સમુદ્રી સંકટની મુશ્કેલી નહિ આવે.
વર્તમાન અભ્યાસો અને મોડલો પરથી ખબર પડી છે કે જયારે આપણે સમુદ્રી જળસ્તર વધવાની ભવિષ્યવાણી અથવા ગણતરી કરીએ છીએ ત્યારે આપણે તેને ઘણી ઓછી આંકીએ છીએ. પણ ગ્લોબલ વોર્મિંગની સૌથી પહેલી અસર આપણા સમુદ્રો પર થશે. જેના લીધે આખી દુનિયા મુશ્કેલીમાં આવશે. આ વર્ષે જ આવેલી એક સ્ટડી અનુસાર આખી દુનિયાના નીચાણવાળા વિસ્તારો સમુદ્રનું જળસ્તર વધવાથી ચાર ગણા વધુ પરેશાન છે.
સમુદ્રી જળસ્તર વધવાની ગણતરી છ અલગ અલગ મોડલ્સ પર કરવામાં આવે છે. વર્ષ 2100 સુધીના દરેક મોડલ્સના આધાર પર ગણતરી કરીને તેની સરેરાશ કાઢવામાં આવે છે. તેના પરથી અંદાજો લગાવવામાં આવે છે કે સમુદ્રી જળસ્તર ઓછામાં ઓછું આટલા ઇંચ વધશે. તેની પાછળ તાપમાન વધવું મોટું કારણ હશે. તાપમાન વધવા પર સમુદ્રી તોફાન બનશે જે ભયંકર રૂપ લઇ શકે છે. પછી તો ઘણા દશકોમાં એક વાર આવનારા તોફાન દર વર્ષે જોવા મળી શકે છે.
તાપમાન વધવાથી વધતા સમુદ્રી જળસ્તરની ગણતરી પહેલા દુનિયાની 179 જગ્યાઓ પરથી કરવામાં આવતી હતી. હવે તેને વધારીને 7283 સ્થળ કરી દેવામાં આવ્યા છે. તેમાંથી 43 ટકા કાંઠા વાળા વિસ્તાર એવા છે જે 1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાથી સમુદ્રી જળસ્તરના વધારાથી થતું નુકશાન જોશે. તેમાંથી ઘણા વિસ્તારો ડૂબી જશે. ઘણા સ્થળોએ સતત ભયાનક સમુદ્રી તોફાનોનો સામનો કરવો પડશે.
વર્ષ 2060 સુધી જો બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધશે તો 58 ટકા વિસ્તારો સમુદ્રી વાતાવરણમાં પરિવર્તનના પરિણામ ભોગવશે. વૈજ્ઞાનિકોની આ ગણતરીઓ પર પરસ્પર મતભેદ છે. કારણ કે અમુક લોકોનું કહેવું છે કે, જે રીતે સમુદ્ર ગરમ થઈ રહ્યો છે, તેનાથી સમુદ્રી તોફાનોની સંખ્યા વધી જશે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.