શું તમને ખબર છે ચલણી નોટો પર સિક્યોરિટી થ્રેડ ક્યારથી અને કયા કારણથી લગાવવામાં આવે છે? અહીં જાણો ઉપયોગી વાતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ભારતમાં એક રૂપિયાની નોટ છાપવાનો અને સિક્કા સિવાય તમામ નોટો છાપવાનો અધિકાર છે. જો કે, તેમ છતાં નકલી નોટો પણ દેશમાં ફરતી થાય છે. આવી સ્થિતિમાં RBI ઘણા સુરક્ષાના માપદંડોનું ધ્યાન રાખે છે, જેથી અસલી અને નકલી નોટોને ઓળખી શકાય. નોટ વચ્ચે રહેલી સિક્યોરિટી થ્રેડ પણ એવું જ એક સુરક્ષા માપદંડ છે.
જ્યારે આપણે બધા હાથમાં કોઈ પણ ચલણી નોટ લઈએ છીએ, ત્યારે તેને ચેક જરૂર કરીએ છીએ. આ થ્રેડ પર કેટલાક કોડ પણ દેખાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, નોટો પર આ થ્રેડ ક્યારથી મૂકવાનું શરૂ કરવામાં આવ્યું?
તેનો ઇતિહાસ 170 વર્ષથી વધુ જૂનો છે : નકલી નોટોની બનાવટ ટાળવા માટે નોટો વચ્ચે સિક્યોરિટી થ્રેડનો ઉપયોગ કરવાનો વિચાર 1848 માં ઈંગ્લેન્ડમાં આવ્યો હતો. તે સમયે તેની પેટન્ટ પણ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે તેનો અમલ થયો ન હતો. લગભગ એક સદી પછી આ ધાતુના દોરાનો ઉપયોગ નકલી નોટોને અટકાવવા માટે શરૂ કરવામાં આવ્યો.
ઈન્ટરનેશનલ બેંક નોટ સોસાયટી (IBNS) અનુસાર, બેંક ઓફ ઈંગ્લેન્ડે 1948 માં પ્રથમ મેટલ-સ્ટ્રીપ વાળું ચલણ બહાર પાડ્યું હતું. લાઈટમાં તે નોટ જોવા પર તેના પર કાળી રેખા દેખાતી હતી. વિચાર એ હતો કે જો છેતરપિંડી કરનારા નકલી નોટો બનાવી શકે તો પણ તેઓ નકલી દોરા બનાવી શકશે નહીં. જો કે, આ વિચાર નિષ્ફળ ગયો. કારણ કે છેતરપિંડી કરનારાઓ નોટો પર કાળી રેખા દોરતા હતા અને લોકોને સરળતાથી મૂર્ખ બનાવવામાં આવતા હતા.
બ્રોકેટ થ્રેડ પર થોડા શબ્દો છાપવાની પ્રથા શરૂ થઈ : 1984 માં બેંક ઓફ ઇંગ્લેન્ડે 20 પાઉન્ડની નોટ રજૂ કરી હતી જેમાં તૂટેલા ધાતુના દોરા જેવા લાંબા ડેશ હતા. તેણે દાવો કર્યો હતો કે તેની નકલ કરવી અશક્ય છે. પરંતુ આ યોજના પણ કામ ન લાગી. છેતરપિંડી કરનારાઓએ સુપર ગુંદર સાથે તૂટેલા એલ્યુમિનિયમ થ્રેડનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.
છેતરપિંડી કરનાર ભલે સિક્યોરિટી થ્રેડની નકલ કરવામાં સફળ રહ્યા હોય, પણ સરકારોએ નોટો પર ધાતુના દોરાનો ઉપયોગ કરવાનું બંધ કર્યું નથી. તેમણે સિસ્ટમમાં વધુ સુધારા કર્યા. ધાતુને બદલે પ્લાસ્ટિકની પટ્ટીઓનો ઉપયોગ પણ શરૂ કરવામાં આવ્યો. ઘણી સેન્ટ્રલ બેંકોએ પણ 90 ના દાયકામાં આ સિસ્ટમ અપનાવી હતી. વળી, કેટલાક શબ્દો થ્રેડ પર જ છાપવામાં આવ્યા હતા.
RBI પણ એવા જ થ્રેડનો ઉપયોગ કરે છે : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન તરફથી નકલી નોટોના પ્રવાહના ડરને કારણે આરબીઆઈએ 1944 માં નોટો પર સિક્યોરિટી થ્રેડનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ઓક્ટોબર 2000 માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી 1000 રૂપિયાની નોટમાં, થ્રેડની સાથે શબ્દો પણ છાપવા લાગ્યા. આમાં ભારત, 1000 અને RBI હિન્દીમાં છાપવામાં આવ્યા હતા.
તેમજ હવે 2000 રૂપિયાની નવી નોટો પર તૂટેલી ધાતુની પટ્ટી દેખાય છે, જેના પર હિન્દીમાં ભારત અને અંગ્રેજીમાં આરબીઆઈ છાપવામાં આવે છે. તેના પર પ્રિન્ટ રિવર્સમાં કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, 500, 100 તેમજ 05, 10, 20 અને 50 રૂપિયાની નોટો પર પણ આ પ્રકારના સિક્યોરિટી થ્રેડ હોય છે.
આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.