આ છે દેશના સૌથી મોટા રોકાણકારો, 5-10 હજારથી શરૂઆત કરીને કરોડો રૂપિયા કમાઈ લીધા.
હવે તો બધા શેર બજારમાંથી પૈસા કમાવાની ઇચ્છા રાખે છે. અને છેલ્લા કેટલાક મહિનાઓમાં શેરબજાર તરફ રિટેલ વેપારીઓની રુચિ વધી છે. પરંતુ મોટાભાગના લોકો શેર બજારમાંથી પૈસા નથી કમાઈ શકતા. ઓછો અનુભવ અને બજારની ચાલ યોગ્ય રીતે ના સમજી શકવાને કારણે શેર બજારમાં નિષ્ફ્ળતા મળે છે. પરંતુ ઘણા લોકો કહે છે કે, જેમને બજારની નસ સમજાય જાય તે દેશના મોટા રોકાણકાર માનવામાં આવે છે. આજે અમે તમને 5 એવા લોકો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે દરેક શેર બજારમાંથી કરોડો કમાય છે. એક રીતે તેઓ શેર બજારના ધનકુબેર છે.
રાકેશ ઝુનઝુનવાલા : રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) ને શેર બજાર (Stock Market) માં રોકાણનો 40 વર્ષથી વધુ સમયનો અનુભવ છે. તેઓ જે શેરમાં હાથમાં નાખે છે, તે દોડવા લાગે છે. રોકાણકાર તેમની ટિપ્સ ફોલો કરે છે. ઝુનઝુનવાલા ભારતીય શેર બજારના વોરન બફેટ પણ કહેવાય છે. તેમણે 18 વર્ષની ઉંમરમાં શેર બજારમાં પગ મુક્યો હતો.
ઝુનઝુનવાલાએ પોતાના કરિયરની શરૂઆત ફક્ત 5000 રૂપિયાથી કરી હતી. દિગ્ગજ રોકાણકારે વર્ષ 1985 માં દલાલ સ્ટ્રીટ (Dalal Street) ની સફર શરૂ કરી હતી, ત્યારે બીએસઈ સેન્સેક્સ 150 અંક સ્તર હતું. રાકેશ ઝુનઝુનવાલા અનુસાર 1988 માં તેમની નેટ વર્થ એક કરોડ રૂપિયા હતી, જો 1993 માં વધીને 200 કરોડ થઈ ગઈ. ફોર્બ્સ અનુસાર આજે રાકેશ ઝુનઝુનવાલા પાસે 36,000 કરોડથી વધારેની સંપત્તિ છે.
રાધાકિશન દમાની : રાધાકિશન દમાની (Radhakishan Damani) લાઈમલાઈટથી દૂર રહે છે. પરંતુ મોટા રોકાણકારના રૂપમાં ઓળખાય છે. દમાની એક સફળ રોકાણકારની સાથે-સાથે સફળ બિઝનેસમેન પણ છે. ડી-માર્ટ નામની રીટેલ ચેનના માલિક રાધાકિશન દમાની છે. ભારતના રિટેલ કિંગ કહેવાતા દમાની દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પણ ગુરુ છે. શેર બજારમાં તેમની ટિપ્સ ફોલો કરવામાં આવે છે. રાધાકિશન દમાની ભારતના ટોચના 10 અમીરોની યાદીમાં શામેલ છે. તાજેતરમાં દમાનીએ દક્ષિણ મુંબઈના મલાબાર હિલ્સ વિસ્તારમાં 1,001 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો.
રાધાકિશન દમાનીએ શેર બજારમાં પોતાની શરૂઆત 1980 માં કરી હતી. તેમણે 5000 રૂપિયાથી શરૂઆત કરી હતી. રાધાકિશન દમાની હંમેશા સફેદ કપડાં પહેરે છે અને શેર બજારના મોટા રોકાણકારો વચ્ચે ‘મિસ્ટર વ્હાઇટ એન્ડ વ્હાઇટ’ નામથી પ્રખ્યાત છે. તેમની સલાહ છે કે કોઈ પણ શેરમાં ટૂંકા સમય માટે પૈસા રોકવાથી બચો. એક સેક્ટર સિવાય દરેક સેક્ટરના સારા શેરો પર નજર રાખો.
બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડિક્સ અનુસાર રાધાકિશન દમાનીની સંપત્તિ 19.3 બિલિયન ડોલર એટલે કે 1.42 લાખ કરોડ રૂપિયા છે. પ્રોપર્ટીની બાબતમાં દમાની વિશ્વના અમીરોની યાદીમાં હાલ 117 નંબર પર છે. દમાનીએ ઇન્ડિયા સીમેન્ટ, વી.એસ.ટી. ઇન્ડસ્ટ્રીઝ, બ્લુડાર્ટ, સિનેપ્લેક્સ કંપનીઓ અને અમુક તમાકુ કંપનીઓમાં રોકાણ કર્યું છે. રાધાકિશન દમાનીના પિતા એક શેર બ્રોકર હતા.
ડોલી ખન્ના : પુરુષોના વર્ચસ્વ વાળા ભારતીય શેર બજારમાં ચેન્નઇની એક મહિલા રોકાણકાર ડોલી ખન્ના (Dolly Khanna) એ પોતાનું નામ બનાવ્યું છે. ચેન્નઇની દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્નાએ શેરોથી કરોડોની કમાણી કરી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ડોલીએ પોતાના પતિ રાજીવ ખન્ના (Rajiv Khanna) સાથે મળીને શેરમાં રોકાણ કરી મોટી કમાણી કરી છે. ડોલી ખન્ના ચમક-દમકથી દૂર રહે છે.
ડોલી ખન્નાના પોર્ટફોલિયોનું મેનેજમેન્ટ તેમના પતિ રાજીવ ખન્ના કરે છે. ડોલી ખન્નાની ઘણી કંપનીઓમાં મોટી ભાગીદારી છે. મુથૂટ કેપિટલ, ટાટા મેટાલિક્સ, રેન ઇન્ડસ્ટ્રીઝ, બટરફ્લાય ગાંધીમઠી એપ્લાયન્સીસ, આરએસડબલ્યુએમ, શ્રીકલાહસ્તી પાઇપ્સ, પોલિપ્લેક્સ કોર્પોરેશન, તિરુમલા કેમિકલ્સ, રેડિકો ખેતાન અને જેકે પેપમાં રોકાણકાર છે. ડોલી ખન્નાની નેટવર્થ હાલ 357.4 કરોડ રૂપિયાની છે. રાજીવ ખન્ના કહે છે કે શેર બજારમાં સફળ થવા માટે ફક્ત મેરીટ અગત્યનું નથી. થોડો નસીબનો સાથ પણ હોવો જોઈએ.
રામદેવ અગ્રવાલ (Raamdeo Agrawal) : દિગ્ગજ રોકાણકાર અને મોતીલાલ ઓસવાલ ફાયનેંસ સર્વિસ લિમિટેડ (Motilal Oswal Financial Services) ના વહીવટી સંચાલક રામદેવ અગ્રવાલ દલાલ સ્ટ્રીટના મોટા ખેલાડી છે. વર્ષ 1983 માં સી.એ.નું ભણતર પૂરું કર્યા પછી રામદેવ અગ્રવાલને નોકરીની ઘણી ઓફર આવી. પરંતુ તેમણે શેર બજાર પસંદ કર્યું.
તેમણે 25 વર્ષ પહેલા 4-5 લાખ રૂપિયાના રોકાણથી શરૂઆત કરી હતી. રામદેવનું કહેવું છે કે તેજ કંપનીમાં રોકાણ કરો જેનો બિઝનેસ સારો છે અને તે બિઝનેસને ચલાવનાર મેનેજમેન્ટ સારું છે. મહારાષ્ટ્ર સ્કૂટર્સ, ભારત વાયર રોપ્સ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ તેમના પોર્ટફોલિયોમાં છે.
અનિલ કુમાર ગોયલ : આ દિગ્ગજ રોકાણકારને સ્મોલકેપ શેરોમાં ખાસ રુચિ છે. ક્વોલિટી સ્મોલકેપ શેરમાં રોકાણ કરી મોટી કમાણી કરવામાં તે પારંગત છે. ગોયલ પાસે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સની ઓછામાં ઓછી 30 કંપનીઓમાં સારી એવી ભાગીદારી છે. અનિલ કુમાર ગોયલ (Anil Kumar Goel) એ જેબીએમ ઓટો, શ્રીકલાહસ્તી પાઇપ્સ, તિરુમલા કેમીકલ્સ, કોસ્મો ફિલ્મ્સ, દ્વારિકેશ શુગર ઇન્ડસ્ટ્રીઝ, ઓપી ચેન્સ, સાંઘવી મૂવર્સ અને વર્ધમાન હોલ્ડિંગ્સમાં મોટું રોકાણ કર્યું છે. ગોયલની કુલ નેટવર્થ (Anil Kumar Goel Net Worth) 1,330.9 કરોડ રૂપિયા છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.