બુધવાર, જૂન 29, 2022
Homeલેખસુરતના ખેડૂત પરિવારની દીકરી બની દેશની સૌથી નાની ઉંમરની પાયલોટ, બનાવ્યો નવો...

સુરતના ખેડૂત પરિવારની દીકરી બની દેશની સૌથી નાની ઉંમરની પાયલોટ, બનાવ્યો નવો રેકોર્ડ.


18 મહિનાની તાલીમ 11 મહિનામાં જ પૂરી કરીને સુરતના ખેડૂતની દીકરી બની સૌથી નાની ઉંમરની પાયલોટ.

ગુજરાતના એક ખેડૂત કુટુંબની દીકરીએ માત્ર 19 વર્ષની ઉંમરમાં પાયલોટ બનીને ઈતિહાસ રચી દીધો છે. દીકરીની સફળતા પાછળ પિતાનો સંઘર્ષ છે. પોતાની એકમાત્ર દીકરીને પાયલોટ બનાવવા માટે જયારે કોઈ સરકારી બેંક માંથી લોન ન મળી તો ખેડૂત પિતાએ પોતાની જમીન વેચીને તેનું સપનું સાકાર કર્યું.

સુરતની રહેવાસી મૈત્રી પટેલ (ઉંમર 19 વર્ષ) અમેરિકાથી પાયલોટ બનીને પાછી ફરી છે. આટલી નાની ઉંમરમાં દીકરીના પાયલોટ બનવાથી માતા પિતાના આનંદનો કોઈ પાર ન રહ્યો. મૈત્રીના પિતા કાંતિભાઈ પટેલ અને માં રેખા પટેલે દીકરીના પાયલોટ બનવાના સપનાને પૂરું કરવા માટે પોતાની જમીન પણ વેચી દીધી હતી અને દીકરીએ પણ પોતાની મહેનત અને જોશથી તેમના ત્યાગને સફળ બનાવ્યું અને 19 વર્ષની ઉંમરમાં જ પાયલોટ બનીને માતા પિતાનું નામ રોશન કર્યું.

ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ છે, આખું કુટુંબ દીકરીની આ સફળતાથી આનંદ વ્યક્ત કરી રહ્યા છે. મૈત્રીના પિતા કાંતિભાઈ પટેલ અને માં રેખા પટેલે દીકરી મૈત્રીને તિલક લગાવીને આરતી ઉતારીને જીવનમાં આગળ વધવાના આશીર્વાદ આપ્યા.

12 માં ધોરણમાં અભ્યાસ કર્યા પછી પાયલોટ બનવા માટે અમેરિકા ગયેલી મૈત્રી પટેલે માત્ર 11 મહિનામાં તાલીમ પૂરી કરી કમર્શિયલ પાયલોટનું લાયસન્સ પ્રાપ્ત કરી લીધું છે. આ પ્રસંગે મૈત્રી પટેલે જણાવ્યું કે, તે માત્ર 8 વર્ષની હતી ત્યારે તેણીએ પાયલોટ બનવાનું સપનું જોયું હતું અને હવે તે સપનું 19 વર્ષની ઉંમરમાં પૂરું થયું છે. મૈત્રી હવે આગળ કેપ્ટન બનવા માંગે છે અને પોતાની એક અલગ ઓળખ ઉભી કરવા માંગે છે.

આમ તો મૈત્રીના પાયલોટ બનવાની સફર એટલી સરળ ન હતી. એક સમય એવો હતો જયારે મૈત્રીના પિતાએ તેને પાયલોટ બનાવવાની તાલીમ અપાવવા માટે બેંકો માંથી લોન લેવાના પ્રયત્ન કર્યા હતા. તે દરમિયાન કોઈ પણ બેંક માંથી તેમને લોન ન મળી. છેવટે તેમણે પોતાના પૂર્વજોની જમીન વેચીને દીકરીની પાયલોટની તાલીમની ફી ભરી.

સામાન્ય રીતે કમર્શિયલ વિમાન ઉડાડવાની તાલીમ 18 મહિનામાં પૂરી થાય છે. જોકે ઘણા લોકો તો 18 મહિનામાં પણ તાલીમ પૂરી નથી કરી શકતા. તેવામાં તેમના માટે તાલીમના સમયગાળામાં 6 મહિના વધારી દેવામાં આવે છે. પણ મૈત્રી પટેલે માત્ર 11 મહિનામાં જ કમર્શિયલ પાયલોટ બનવાની તાલીમ પૂરી કરી લીધી. અમેરિકામાં કમર્શિયલ વિમાન ઉડાડવા માટે મૈત્રી પટેલને લાયસન્સ મળી ગયું છે, પણ હજુ ભારતમાં વિમાન ઉડાડવા માટે અહિયાંના નિયમો મુજબ તાલીમ લાયસન્સ લેવું પડશે.

તેથી અહિયાંનું તાલીમ લાયસન્સ મળતા જ મૈત્રી ભારતમાં પણ વિમાન ઉડાડી શકશે. માત્ર 19 વર્ષની ઉંમરમાં પાયલોટ બનીને મૈત્રી પટેલ દેશમાં સૌથી નાની ઉંમરની પાયલોટ બની ગઈ છે.

મૈત્રીના પાયલોટ બનવાની સ્ટોરી એક પ્લેનમાં પ્રવાસ કરતી વખતે શરુ થઇ હતી. જયારે તેણીએ 8 વર્ષની ઉંમરમાં પહેલી વખત સુરતથી દિલ્હી માટે પ્લેનમાં પ્રવાસ કર્યો હતો, તે દરમિયાન મૈત્રીએ પોતાના પિતાને પૂછ્યું હતું કે, પપ્પા વિમાન કેવી રીતે ઉડે છે? તેને કોણ ઉડાડે છે? તો પપ્પાનો જવાબ હતો ‘પાયલોટ’. ત્યાર પછી મૈત્રીએ પૂછ્યું પાયલોટ કેવી રીતે બનાય? હું પણ મોટી થઈને આવું જ વિમાન ઉડાડીશ. પછી શું હતું ત્યારથી પાયલોટ બનવાની ધૂન મૈત્રી ઉપર સવાર થઇ ગઈ. ત્યાર પછી પિતાના સંઘર્ષ અને દીકરીની મહેનત રંગ લાવી અને તે 19 વર્ષમાં જ પાયલોટ બની ગઈ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular