રતન ટાટા માટે ઉંમર ફક્ત એક આંકડો છે, મોટી ઉંમરે પણ નવું નવું શીખવા તૈયાર રહે છે, જુઓ ફોટા.
રતન ટાટા (Ratan Tata) જે ટાટા ગ્રુપ (Tata Group) ના ચેરમેન રહ્યા છે, તેમની ગણતરી વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાં થાય છે. ટાટા ઉદ્યોગ જગતની એક એવી વ્યક્તિત્વ છે, જેના વિશે ભાગ્યે જ કોઈ ના જાણતું હોય. બિઝનેસ ઉપરાંત, તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની રસપ્રદ પોસ્ટ્સને કારણે ચર્ચામાં રહે છે. આ દરમિયાન તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તે કઈ વસ્તુમાં રુચિ રાખે છે.
હકીકતમાં 83 વર્ષના મહાન ઉદ્યોગપતિ રતન ટાટાએ મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર પિયાનોફોર્ટ (Pianoforte) વગાડતો પોતાનો ફોટો શેર કર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, હું બાળપણમાં થોડું શીખ્યો હતો, હું હજુ પણ તેને શીખવાનું વિચારી રહ્યો છું.
રતન ટાટાએ ઇન્સ્ટાગ્રામ પર પિયાનો વગાડતો પોતાનો જે ફોટો પોસ્ટ કર્યો હતો, તેમાં તેણે લખ્યું હતું કે, “હું એક યુવાન છોકરાના રૂપમાં પિયાનો વગાડવાનું થોડું શીખ્યો છું. હું હજુ પણ શીખવાના વિચારમાં છું. નિવૃત્તિ પછી મને સારા પિયાનો શિક્ષક મળ્યા, પણ હું વધારે ધ્યાન આપી શક્યો નહીં, મને આશા છે કે નજીકના ભવિષ્યમાં ફરી પ્રયત્ન કરીશ.”
ઉદ્યોગપતિ રતન ટાટાની આ પોસ્ટને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લાઈક્સ મળી છે. રતન ટાટાની પોસ્ટ પર યુઝર્સ તરફથી કોમેન્ટનું પૂર આવ્યું છે. કોઈએ કહ્યું, કાંઈ વગાડીને સાંભળાવો, તો કોઈએ કહ્યું કે, હંમેશા શીખવાની ઈચ્છા રાખનારા.
નોંધપાત્ર વાત એ છે કે, નિવૃત્તિ પછી પણ રતન ટાટા કાર ચલાવવામાં, વિમાન ઉડાડવામાં, વાંચવામાં અને પિયાનો વગાડવામાં રુચિ રાખે છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે તે નિવૃત્ત થયા ત્યારે તેમણે વિચાર્યું કે, હું ફરીથી પિયાનો વગાડવાનું શીખીશ. હું પહેલાથી (બાળપણથી) પિયાનો વગાડવાનું શીખી રહ્યો છું.
મિત્રો રતન ટાટા ભારત દેશના એક એવા વ્યક્તિ છે જેમને આખી દુનિયાના ઘણા બધા લોકો આદર્શ માને છે. 28 ડિસેમ્બર 1937 ના રોજ જન્મેલા રતન ટાટા અત્યારે 83 વર્ષના છે છતાં પણ તે પોતાની કંપની માટે કાર્યરત છે. તે આ ઉંમરે પણ નવું નવું શીખવા માટે તૈયાર રહે છે. તેમનો આ ઉત્સાહ અને જુસ્સો દુનિયાના લોકોને પ્રેરણા પુરી પાડે છે.
આટલી મોટી ઉંમરે પણ તે પરિશ્રમ કરવાથી કંટાળ્યા નથી અને સતત કામ કરતા રહે છે. તે ઘણા ટ્રસ્ટ ચલાવે છે અને તેના દ્વારા જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. દુનિયામાં એવા ઘણા બિઝનેસમેન છે જે પોતાના મોજ શોખ માટે અઢળક પૈસા ખર્ચે છે, પણ રતન ટાટા એવા મહાન વ્યક્તિ છે જે સાદાઈથી રહીને બીજાની મદદ થાય તેના માટે પૈસા ખર્ચે છે. તે બીજા શ્રીમંતોની જેમ પૈસાનો દેખાડો નથી કરતા પણ તે પૈસા બીજા માટે વાપરે છે. આવા મહાન વ્યક્તિને લાખ લાખ વંદન.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.