ચા વેચવા માટે છોડ્યું આઈએએસનું સપનું, વાર્ષિક ટર્નઓવર જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.
હંમેશા ભારતીય સમાજમાં વડીલોને એ કહેતા સાંભળવામાં આવે છે કે, કોઈ પણ કામ મોટું કે નાનું નથી હોતું. એ વાત તો સાચી પણ છે. કેમ કે જો એક સમયે ચા વેચવા વાળા વ્યક્તિ દેશના પ્રધાનમંત્રી બની શકે છે, તો ખરેખર કોઈ કામ નાનું અને મોટું નથી હોઈ શકતું. પણ જો કામને પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી કરવામાં આવે તો જ સફળતા મળે છે. આજે અમે તમને એવી જ એક સ્ટોરી વિષે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ. જે સાંભળીને તમે પણ અચંબિત થઇ જશો.
તમારા બધાની વિચારસરણી ભલે એવી હોય કે દરેક ચા વેચીને પ્રધાનમંત્રી નથી બની શકતા, તો એ વાત પણ સાચી છે. પણ અમે એ કહીશું કે ભલે ચા વેચીને દરેક વ્યક્તિ પ્રધાનમંત્રી ન બને, પણ કરોડપતિ તો બની જ શકે છે. હવે તમે કહેશો કે પાંચ દસ રૂપિયાની ચા વેચીને કોઈ કરોડપતિ કેવી રીતે બની શકે છે? તો આવો તમને જણાવીએ સંપૂર્ણ સ્ટોરી.
કહેવાય છે ને કે જે કામમાં મન લાગે વ્યક્તિએ તે કામ કરવું જોઈએ. એવું જ કાંઈક કર્યું એમપીના બે યુવાનોએ. જોકે તેમના માતા પિતા ઇચ્છતા હતા કે દીકરાઓ મોટા થઈને ભણી ગણીને આઈએએસ બને, પણ તેમણે તો ચા નો ધંધો શરુ કરી દીધો. અને પછી તેમનો ધંધો એટલો સારો ચાલ્યો કે તેમની કંપનીનું ટર્નઓવર સાંભળીને કોઈ પણ માતા પિતા પોતાના બાળકોને ચા વેચવાથી તો નહિ રોકે.
યુપીએસસીની તૈયારી : આ સ્ટોરી છે અનુભવ દુબે અને આનંદ નાયકની. અનુભવ પોતાના અભ્યાસ માટે પોતાના ગામમાંથી ઇન્દોર આવ્યો હતો, જ્યાં તેની મુલાકાત આનંદ નાયક સાથે થઇ. થોડા સમય પછી આનંદ અભ્યાસ છોડી બિઝનેસ કરવા લાગ્યો અને અનુભવ યુપીએસસીની તૈયારી માટે દિલ્હી જતો રહ્યો. બધું પોતાની ઝડપે ચાલી રહ્યું હતું, ત્યારે એક દિવસ અનુભવને આનંદનો ફોન આવ્યો અને તેણે જણાવ્યું કે તેનો બિઝનેસ સારો નથી ચાલી રહ્યો. આપણે મળીને કંઈક કરવું જોઈએ.
પછી યુવાઓને કર્યા ટાર્ગેટ : પછી શું હતું, અનુભવ પણ બિઝનેસ કરવા માંગતો હતો. તેણે હા કહી દીધી અને થોડો ચર્ચા વિચારણા કર્યા પછી બંનેએ યુવા વર્ગને ટાર્ગેટ કરીને ચા ની દુકાન ખોલવાનો નિર્ણય લીધો. બંનેનું માનવું છે કે દેશમાં પાણી પછી સૌથી વધુ ચા પીવામાં આવે છે. જેની દરેક જગ્યાએ માંગ પણ રહે છે. સાથે જ તે શરુ કરવામાં વધુ નાણાની પણ જરૂર નથી રહેતી. એટલા માટે તેમણે ચા નો બિઝનેસ કરવાનો નિર્ણય લીધો.
3 લાખથી શરુ કરી હતી દુકાન : 2016 માં 3 લાખના રોકાણથી બંનેએ ઇન્દોરમાં પહેલી ચાની દુકાન ખોલી. તેના માટે તેમણે ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં ભાડા ઉપર એક રૂમ લીધો. થોડા જુના ફર્નીચર માંથી આઉટલેટ બનાવ્યું અને પૈસાની અછતને કારણે પોતાનું બોર્ડ પણ સાદું એવું રાખ્યું. જેની ઉપર ‘ચા સુટ્ટા બાર’ લખ્યુ હતું. આમ તો બધું એટલું સરળ ન હતું. તેમણે ઘણી મુશ્કેલી વેઠવી પડી. કુટુંબથી લઈને સંબંધી સુધીના લોકોના મેણા સાંભળવા મળ્યા, કેમ કે યુપીએસસીની તૈયારી માંથી સીધો ચા ની દુકાનનો બિઝનેસ કરવો કોઈ પણ વ્યક્તિ માટે આંચકા સમાન હતું.
હવે વર્ષનું 100 કરોડનું છે ટનઓવર : ધીમે ધીમે મુશ્કેલી ઘટતી ગઈ અને ગ્રાહકોની સંખ્યા વધતી ગઈ. તેમની દુકાન ઈંટરનેટ દ્વારા ઘણી પ્રસિદ્ધ થઇ. તેમણે જણાવ્યું કે, આજે અમારું વાર્ષિક ટનઓવર 100 કરોડ રૂપિયાથી વધુનું છે અને દેશભરમાં તેમના 165 આઉટલેટ્સ છે. જે 15 રાજ્યોમાં ફેલાયેલા છે. વિદેશમાં પણ 5 આઉટલેટ્સ છે. ચા સુટ્ટા બારના મેન્યુમાં 10 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીની ચા મળે છે.
આ સ્ટોરીનો ભાવાર્થ એટલો જ છે કે વ્યક્તિએ એ કામ કરવું જોઈએ જેમાં તેનું મન લાગે. નહિ તો આ દુનિયા છે અને એક ગીત તો આપણે બધાએ સાંભળ્યું જ હશે કે, કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહના.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.