ભાઈના મિત્ર સાથે પ્રેમ કરી બેઠી હતી અંબાણીની બહેન. જાણો સંપૂર્ણ સ્ટોરી.
મુકેશ અંબાણીની લવ સ્ટોરી વિષે તો આપણે બધા જાણીએ જ છીએ કે તેમણે નીતા અંબાણીને પ્રપોઝ કર્યું હતું અને તેમની સાથે લગ્ન માટે મનાવી હતી. પણ શું તમે મુકેશ અંબાણીની બહેન દીપ્તિ સલગાવકરની લવ સ્ટોરી વિષે જાણો છો? દીપ્તિના લગ્ન ગોવાના એક મોટા અને પ્રસિદ્ધ કુટુંબમાં થયા છે. તેમના પતિનું નામ દત્તરાજ સલગાવકર છે.
તે વી. એમ. સલગાવકર ગ્રુપ ઓફ કંપનીઝના માલિક છે, જે અયસ્ક ખનન, લોહ અયસ્કની નિકાસ, રીયલ એસ્ટેટ અને આરોગ્યના ક્ષેત્ર સાથે જોડાયેલી છે. અને તેમની પત્ની દીપ્તિ એક ગૃહિણી છે. તે હંમેશા લાઈમલાઈટથી દુર જ રહે છે. તો આવો જાણીએ તે બંનેની લવ સ્ટોરી વિષે.
ખાસ કરીને આ વાત વર્ષ 1978 ની છે, જયારે ધીરુભાઈ અંબાણીનું કુટુંબ મુંબઈની ઉષા કિરણ બિલ્ડીંગના એક ફ્લેટમાં રહેતા હતા. અંબાણી કુટુંબ 14 માં માળ ઉપર રહેતું હતું, જયારે સલગાવકર કુટુંબ 22 માં માળ ઉપર રહેતા હતા. તે દરમિયાન બંને કુટુંબ વચ્ચે સંબંધ વધ્યા અને વેપારમાં વાસુદેવ સલગાવકરના દીકરા દત્તરાજ મુકેશ અંબાણીના ઘણા નજીકના મિત્ર બની ગયા હતા. બંનેને હંમેશા એકબીજાના ઘરે જવાનું થતું રહેતું હતું. તે દરમિયાન દત્તારાજની મુલાકાત દીપ્તિ સાથે થઇ. લગભગ 5 વર્ષની રિલેશનશિપ પછી બંનેએ 1983 માં લગ્ન કરી લીધા હતા.
લગ્ન પછી સલગાવકર કુટુંબ સાથે દીપ્તિ પણ ગોવા શિફ્ટ થઇ ગઈ અને કુટુંબની જવાબદારીઓ સંભાળવાનો નિર્ણય લીધો. આ રીતે બે વેપારી કુટુંબ એકબીજાના સંબંધી પણ બની ગયા. પોતે દત્તારાજ સલગાવકરે એક ઈન્ટરવ્યુંમાં તેમના અંગત જીવન વિષે વાત કરતા જણાવ્યું હતું કે, મુકેશ અંબાણી તેમના સારા મિત્ર હતા અને ઘરે આવતા જતા રહેતા હતા. ત્યારે તેમની મુલાકાત દીપ્તિ સાથે થઇ હતી. તેમણે જણાવ્યું કે, આ વાત બંનેએ પોતાના કુટુંબ વાળાને કરી અને બંને કુટુંબ તરત જ રાજી થઇ ગયા.
દીપ્તિના પતિ દત્તરાજ સલગાવકર ઘણું ભણેલા છે. તેમણે બોમ્બે યુનિવર્સીટી માંથી પ્રોડક્શન ઈન્જીનીયરીંગમાં બેચરલ ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેની સાથે જ તેમણે અમેરિકાની પેનસિલ્વેનિયા યુનિવર્સીટી માંથી ફાઈનેંસમાં એમબીએ પણ કર્યું છે. તેમને ફરવાની સાથે સાથે ફોટોગ્રાફીનો પણ ઘણો શોખ છે, જયારે દીપ્તિને વાંચવાનો શોખ છે.
લગ્ન પછી દીપ્તિ કુટુંબ સાથે ગોવા શિફ્ટ થઇ ગઈ. રાજ અને દીપ્તિના બે બાળકો છે. જેમના નામ ઈશિતા સલગાવકર અને વિક્રમ સલગાવકર છે. વિક્રમ વ્હાર્ટન બિઝનેસ સ્કુલના સ્નાતક છે. જયારે ઈશિતાને પત્રકારીતા અને કળામાં રૂચી છે. ઈશિતાના લગ્ન પ્રસિદ્ધ વેપારી નીરવ મોદીના નાના ભાઈ નીશલ મોદી સાથે થયા છે.
દીપ્તિ પોતાના પતિ સાથે જે ઘરમાં રહે છે, તેનું નામ ‘હીરા વિહાર’ છે. તે ઘર કોઈ મહેલથી ઓછું નથી. કહેવાય છે કે એ ઘર એટલું મોટું છે કે તેના મુખ્ય દરવાજાથી ઘર સુધી પહોંચવામાં ગાડીની જરૂર પડી શકે છે. તે ઉપરાંત પણ ગોવામાં દીપ્તિ અને દત્તરાજના બીજા ઘણા વિશાળ ઘર છે, જેની ડીઝાઈન વિદેશી એન્જીનીયર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
એટલું જ નહિ, કહેવામાં એ પણ આવે છે કે જયારે મુકેશ અંબાણી અને અનીલ અંબાણી વચ્ચે વિવાદ ઉભો થયો હતો, તો દીપ્તિ સલગાવકર અને નીના કોઠારીએ જ મતભેદો ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. માં કોકિલાબેન સાથે બંને બહેનોએ ભાઈઓના વેપારી વિવાદને શાંતિપૂર્વક ઉકેલવામાં મદદ કરી હતી.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.