સોમવાર, મે 29, 2023
Homeઅજબ-ગજબ100 રૂપિયા સાથે દિલ્હીમાં મોમોસની લારી શરુ કરનાર પાસે આજે પોતાની ત્રણ...

100 રૂપિયા સાથે દિલ્હીમાં મોમોસની લારી શરુ કરનાર પાસે આજે પોતાની ત્રણ દુકાનો છે.

સ્ત્રીઓ ધારે તો બધું જ કરી શકે છે, 100 રૂપિયાથી બિઝનેસ શરૂ કરવા વાળી આ સ્ત્રી 3 દુકાનોની માલિક બની ગઈ છે.

દિલ્હીમાં મોમોસનો ક્રેઝ તો તમે જોયો જ હશે. દરેક શેરી-ગલીઓમાં તમને એક મોમોસની લારી તો મળી જ જશે, પણ શું તમે જાણો છો કે આ મોમોસ દિલ્હીમાં લાવ્યું કોણ? તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ડોલમા આંટી વિષે. તિબેટથી આવેલી ડોલમા આંટીએ 1994 માં દિલ્હીમાં મોમોસની પોતાની પહેલી લારી શરૂ કરી હતી. દિલ્હી વાળાએ તેમના મોમોસનો સ્વાદ ચાખ્યો તો તે મોમોસના દીવાના થઇ ગયા.

ડોલમા આંટી તિબેટની રહેવાસી હતી. લગ્ન પછી તે પોતાના પતિ સાથે દિલ્હી આવી ગઈ. ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી અને દિલ્હી જેવા શહેરમાં ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું હતું. પછી ડોલમા આંટીએ પોતે જ કામ કરવાનું વિચાર્યું. ઘણી જગ્યાએ નાનું મોટું કામ કર્યા પછી જયારે કાંઈક ખાસ હાથ ન લાગ્યું, તો તેમણે મોમોસ વેચવાનો નિર્ણય લીધો. સૌથી પહેલા તેમણે 100 રૂપિયાનું એક નાનું ટેબલ ખરીદ્યું અને મોમોસ વેચવાની શરુઆત કરી.

સફર ઘણી પડકાર ભરેલી અને મુશ્કેલી ભરેલી રહી : ડોલમા આંટીએ મોમોસ વેચવાનું એટલા માટે પસંદ કર્યું, કેમ કે મોમોસ તિબેટનું ફેમસ ફૂડ માનવામાં આવે છે. કોઈ પણ પર્વ હોય કે કોઈ તહેવાર હોય ત્યાં લોકો મોમોસ ખાવાનું વધુ પસંદ કરે છે. પણ આ સફર એટલી સરળ ન હતી. તેમના રસ્તામાં ઘણા બધા પડકાર આવ્યા. પહેલો તો એ કે તે સમયે માર્કેટમાં ફ્રાય જંક ફૂડની જ માંગ હતી. લોકો અડધા પાકેલા મોમોસ ખાવાથી અચકાતા હતા.

બીજું એ કે 90 ના દશકમાં જ મહિલાઓ બજારમાં ઉતરીને લારી કે સ્ટોલ લગાવીને ખાવાનું વેચતી હતી. અને ત્રીજી હતી ભાષાને લઈને સમસ્યા, કારણ કે ડોલમા આંટી હિન્દી બોલી શકતી ન હતી.

તેથી તેમના માટે પોતાને બજારમાં સ્થાપિત કરવા અને પોતાના મોમોસને ગ્રાહક સુધી પહોંચાડવા એક ચેલેન્જ હતી. છતાં પણ તેમણે હાર ન માની અને પોતાના કામમાં લાગી રહી. પહેલા તેમના બનાવેલા મોમોસ ખાવા વધારે લોકો તેમની લારી પર આવતા ન હતા, પણ ખાસ વાત એ રહી કે જેમણે પણ એક વખત ડોલમા આંટીના મોમોસ ચાખ્યા તે તેના ફેન બની ગયા. અને પછી એવી રીતે ધીમે ધીમે તેમના ગ્રાહકોની સંખ્યા વધવા લાગી. તે એક પ્લેટમાં 6 મોમોસ 15 રૂપિયામાં વેચતી હતી અને આજે તેમની એક પ્લેટ મોમીસની કિંમત 60 રૂપિયા છે.

આજે દિલ્હીમાં તેમની ત્રણ દુકાન છે : ડોલમા આંટીએ પોતાની જેઠાણી સાથે મળીને લાજપત નગરમાં પોતાની પહેલી દુકાન જમાવી હતી અને આજે દિલ્હીમાં તેમની 3 દુકાન છે. એક લાજપત નગર, બીજી કલમા નગર અને ત્રીજી દુકાન ન્યુ ફ્રેન્ડસ કોલોનીમાં છે. આ ત્રણેય સ્ટોલ ઉપર 15 થી વધુ લોકો કામ કરે છે. ડોલમા આંટીના મોમોસની ખાસ વાત એ છે કે, તેમના મોમોસની લેયર ઘણી પાતળી હોય છે જે બનાવવામાં ઘણી મહેનત લાગે છે. ઘણી વખત તો તે તૂટી પણ જાય છે. ડોલમા આંટી સવારે 9 વાગ્યાથી જ મોમોસનું ફીલિંગ બનાવવાની તૈયારી શરુ કરી દે છે. તેના ફીલિંગમાં કોબી, ડુંગળી, લસણ અને ગાજર હોય છે.

પાતળા પડ વાળા, અંદરથી સ્ટફિંગથી ભરેલા ડોલમા આંટીના મોમોસ સ્વાદમાં એટલા આકર્ષક છે કે ખાતા જ મજા આવી જાય છે. તેમને ત્યાં પનીર અને ચીકન મોમોસની પ્લેટ 60 અને 80 રૂપિયાની મળે છે. તેમની લાલ રંગની લસણની ચટણી તેમના સ્ટોલની સ્ટાર છે. લોકોને મોમોસ સાથે પીરસવામાં આવતી ચટણી વધુ પસંદ આવે છે અને તેની માંગ પણ રહે છે. મોમોસ ઉપરાંત તે નુડલ્સ, ચીલી પનીર, મંચુરીયન અને ચીલી પોટાટો પણ વેચે છે.

લોકડાઉન પહેલા 200-300 ગાહક આવતા હતા : સાંજના સમયે આ દુકાન ઉપર લાગેલી ભીડ જણાવી દે છે કે, ત્યાં મોમોસનો કેવો જાદુ છે. લોકડાઉન પહેલા સુધી અહિયાં દરરોજ 200-300 ગ્રાહક આવતા હતા, પણ હાલમાં કો-રો-નાને કારણે જ તેમના કામ ઉપર પણ અસર પડી છે.

ડોલમા આંટી દિલ્હીમાં પોતાનું એક રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે. મહેનત અને ધગશ સાથે તે આજે પણ પોતાના ગ્રાહકોને હંમેશા કાંઈક યુનિક આપવાના પ્રયત્નમાં લાગી રહે છે. ભીડથી દુર, એકદમ નવી અને યુનિક ડીશ સાથે ડોલમા આંટીએ ડગ્યા વગર પોતાનો રસ્તો પોતે બનાવ્યો અને આજે તેઓ એવી દરેક મહિલા માટે પ્રેરણા સ્ત્રોત બની ચુકી છે, જે બજારમાં ઉતરીને પોતાની ઓળખ ઉભી કરવા માંગે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular