સોમવાર, જૂન 5, 2023
Homeલેખદેશની પહેલી મહિલા IPS જેમને મળ્યુ સ્વોર્ડ ઓફ ઓનર, યુપીએસસીમાં 5 વખત...

દેશની પહેલી મહિલા IPS જેમને મળ્યુ સ્વોર્ડ ઓફ ઓનર, યુપીએસસીમાં 5 વખત થઇ હતી ફેઈલ.

વુમન પાવર : આ છે આઈપીએસમાં સ્વોર્ડ ઓફ ઓનર મેળવનાર દેશની પહેલી મહિલા, વાંચો તેમની પ્રેરણાદાયક સ્ટોરી.

હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેદમી (SVPNPA) માં ભારતીય પોલીસ સેવાના અધિકારીઓની તાલીમમાં એક ગોલ્ડન ચેપ્ટર એડ થઇ ગયું છે. ખાસ કરીને એસવીપીએનપીએના ઈતિહાસમાં પહેલી વખત આઈપીએસ એસોસિએશનનો સ્વોર્ડ ઓફ ઓનર કોઈ મહિલા પોલીસ અધિકારીએ પ્રાપ્ત કર્યો છે. તેમનું નામ છે રંજીતા શર્મા.

રંજીતા શર્માનો જન્મ હરિયાણાના એક નાના એવા ગામમાં થયો હતો, તેમ છતાં પણ જે રીતે તે આઈપીએસ બની અને પછી સ્વોર્ડ ઓફ ઓનર સહીત સાત બીજી શ્રેણીઓમાં સફળતા મેળવી તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. તેમની આ સફર તે લોકો માટે પ્રેરણાદાયક પણ છે જે એક વખત નિષ્ફળ થયા પછી હાર માની લે છે અને ફરી પ્રયત્ન પણ નથી કરતા.

SVPNPA માં પોલીસ અધિકારીઓના પ્રશિક્ષણનો 72 મો દીક્ષાંત સમારંભ 2021 થોડા દિવસો પહેલા 6 ઓગસ્ટના રોજ પૂર્ણ થયો. આ વર્ષે 2017, 2018 અને 2019 બેચના 144 ભારતીય પોલીસ સેવા અને પાડોશી દેશોના 34 પોલીસ અધિકારીઓએ પોતાની 2 વર્ષની તાલીમ પૂરી કરી. એવામાં તેઓ પાસીંગ આઉટ પરેડ 2021 પછી પોત પોતાના કેડરમાં જઈને ટ્રેનીની જગ્યાએ રેગ્યુલર આઈપીએસ તરીકે જોડાઈ જશે.

આઈપીએસ રંજીતા શર્મા 2019 બેચની રાજસ્થાન કેડર છે. તેમને SVPNPA માં 72 આરઆરની પાસ આઉટ પરેડ 2021 માં આઈપીએસ એસોસિએશનના સ્વોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા. આ ઓનર તાલીમ લેવા વાળા તે બધા આઈપીએસ અધિકારીઓ માંથી તેને મળે છે, જે ફીઝીકલ એક્ટીવીટીના અલગ અલગ લેવલ ઉપર ટોપ કરે છે.

આઈપીએસના આ પ્રશિક્ષણમાં માર્શલ આર્ટ, પીટી, ફાય રીંગ, રૂટ માર્ચમાં રાય ફલ સહીત 20 કિલો વજન ઉપાડીને 40 કી.મી. સુધી દોડવું, સ્વીમીંગ, હોર્સ રાઈડીંગ જેવી વસ્તુ શામેલ હોય છે. તેમાં ઓલ અવર સૌથી વધુ નંબર લાવવા વાળા આઈપીએસને બેસ્ટ આઉટડોર પ્રોબેશનર તરીકે આઈપીએસ એસોસિએશનનો સ્વોર્ડ ઓફ ઓનર પ્રાપ્ત થાય છે. SVPNPA નો ઈતિહાસ જોઈએ તો અત્યાર સુધી માત્ર પુરુષ જ આ સ્વોર્ડ ઓફ ઓનર પ્રાપ્ત કરતા આવ્યા હતા.

પણ આ વર્ષ 2021 માં પહેલી વખત કોઈ મહિલાને આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. આઈપીએસ રંજીતા શર્માએ સ્વોર્ડ ઓફ ઓનર પ્રાપ્ત કરી પરેડને કમાંડ પણ કરી.

હરિયાણાના રેવાડી જીલ્લાના ગામ ડહીનાના રહેવાસી આઈપીએસ રંજીતા શર્માનો જન્મ 1 નવેમ્બર 1986 ના રોજ સતીશ કુમાર શર્મા અને સવિતા શર્માના ઘરે થયો હતો. હાલ તેમની ફેમીલી હરિયાણાના ફરીદાબાદમાં રહે છે. રંજીતાના બે ભાઈ (ભાનુ પ્રતાપ શર્મા અને વીર પ્રતાપ શર્મા) છે જે પ્રાઈવેટ જોબ છે. રસપ્રદ વાત એ છે કે રંજીતા પોતાના ગામની પહેલી આઈપીએસ છે. જો કે તેમના મામાના દીકરા આદિત્ય પ્રકાશ ભારદ્વાજ પણ એક આઈપીએસ અધિકારી છે.

રંજીતા શર્માએ યુપીએસસીની સિવિલ પરીક્ષા 2018 માં 130 મો રેંક પ્રાપ્ત કર્યો હતો. ત્યાર પછી તેમણે રાજસ્થાન કેડર એલોટ થયુ. અહિયાંથી તે રાજસ્થાનની લેકસીટી ઉદયપુરમાં એક ટ્રેનર એએસપી તરીકે સેવા આપવા લાગી. હવે પાસીંગ આઉટ પરેડ પછી ફરીથી તેમને રાજસ્થાન જવું પડશે જ્યાં તે રેગ્યુલર એએસપી તરીકે જોઈન્ટ કરશે.

આઈપીએસ રંજીતા શર્માની યુપીએસસી ક્લીયર કરવાની સફર ઘણી મુશ્કેલ છે. તેમણે સતત પાંચ વખત નિષ્ફળતા મેળવી છે. તે 2013, 2015 અને 2017 માં શરુઆતની પરીક્ષા પણ પાસ કરી શકી ન હતી. ત્યાર પછી 2014 અને 2016 માં શરુઆતની અને મુખ્ય પરીક્ષા તો પાસ કરી લીધી પણ ઈંટરવ્યુમાં અટકી ગઈ. ત્યાર પછી વર્ષ 2018 માં તેમણે છઠ્ઠા અને છેલ્લા પ્રયત્નમાં ત્રણે તબક્કા પાસ કર્યા અને આઈપીએસ બની ગઈ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular