શનિવાર, જૂન 3, 2023
Homeલેખસરકારી યોજનાઓમાં થતી ચોરી અટકાવવા સરકાર લાવશે ઈ-રૂપી વાઉચર, બધા માટે છે...

સરકારી યોજનાઓમાં થતી ચોરી અટકાવવા સરકાર લાવશે ઈ-રૂપી વાઉચર, બધા માટે છે ફાયદાનો સોદો.

શું છે ઈ-રૂપી વાઉચર? કઈ રીતે તે સબસીડીમાં થતા ગોટાળા અટકાવશે? અહીં જાણો તેની A ટુ Z માહિતી.

ઈ-રૂપી ખાસ કરીને એક ડીજીટલ પ્રીપેડ વાઉચર છે. કોઈ લાભાર્થીને તેના ફોન નંબર ઉપર એસએમએસ કે કયુઆર કોડના રૂપમાં તે વાઉચર મળશે. જે ઉદ્દેશ્ય માટે તેને બહાર પાડવામાં આવશે, તે સંબંધિત અધિકૃત કેન્દ્ર ઉપર જ તેનો ઉપયોગ કરી શકાશે. કોઈ એક સેવા માટે મળેલા વાઉચરનો ઉપયોગ કોઈ બીજી સેવામાં નહિ કરી શકાય. દેશમાં યુપીઆઈની વ્યવસ્થા સંભાળનાર નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ તેને વિકસિત કર્યું છે. તે કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેંટ સીસ્ટમને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ હશે. ઘણા લોકો તેને ડીજીટલ કરેંસી તરફ વધતું ડગલું પણ માની રહ્યા છે.

ઉપયોગ માટે અનંત આકાશ : હાલમાં એનપીસીઆઈએ 1,600 થી વધુ હોસ્પિટલો સાથે કરાર કર્યો છે, જ્યાં ઈ-રૂપીથી ચુકવણી કરી શકાશે. સરકાર બાળ કલ્યાણ યોજના, ટીબી અન્મુલન, આયુષ્યમાન ભારત, રસીકરણ સહીત ઘણી બીજી યોજનાઓ માટે તેનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે. ખાનગી કંપનીઓને પણ તેમના કર્મચારીઓ માટે આરોગ્ય, શિક્ષણ વગેરે માટે વાઉચર બહાર પાડવાની સુવિધા મળશે. ભવિષ્યમાં શોપિંગ વગેરે માટે પણ તેને લેવડ દેવડનું માધ્યમ બનાવી શકાશે.

બધા માટે ફાયદાનો શોદો : ઈ-રૂપી વન ટાઈમ યુઝ માટે બનેલું વાઉચર છે. કાર્ડ, ડીજીટલ પેમેંટ એપ અને ઈંટરનેટ બેંકિંગની સુવિધા વગર તેનો ઉપયોગ કરી શકાશે. તે તમામ સંબંધિત પક્ષો માટે ફાયદાનો સોદો છે.

આવી રીતે કરશે કામ : કોઈ પણ સરકારી એજન્સી અને કંપનીને તેની ભાગીદાર બેંકના માધ્યમથી આ વાઉચર પુરા પાડવાની મંજુરી મળશે. કંપની કોઈ ચોક્કસ કાર્ય માટે ચોક્કસ રકમનું વાઉચર બેંકના માધ્યમથી જાહેર કરશે. સંબંધિત સેવા કે કાર્ય પછી કિંમત ચુકવતી વખતે લાભાર્થી વાઉચરથી ચુકવણી કરી શકશે. વાઉચર ચુકવતા જ તે રકમ સંબંધિત કેન્દ્રના ખાતામાં પહોંચી જશે. વાઉચરના બદલામાં રોકડ નહિ મળે.

લાભાર્થીને થતો લાભ : બેંક ખાતા, સ્માર્ટફોન, ઈંટરનેટ જેવી સુવિધાઓ વગર જુદા જુદા પ્રકારની સહાયતા મેળવવી શક્ય છે. જે રીતે સરકાર ઈ-રૂપીને આવનારા દિવસોમાં જુદી જુદી સરકારી યોજનાઓની સબસીડીનું માધ્યમ બનાવવા વિષે વિચારી રહી છે, તેનાથી કોઈ યોજનાનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચાડવાનો રસ્તો ખુલશે. ન કોઈ વચેટિયાની ભૂમિકા રહેશે અને ન તો સબસીડીનો દુરુપયોગ થવાની શક્યતા.

બહાર પાડનારને શાંતિ : કોઈ લાભાર્થીને વાઉચર આપવા વાળા માટે આ વ્યવસ્થા શાંતિ આપનારી છે. તેને ઉદાહરણ તરીકે સમજીએ.

માની લો કે તમારી પાસે કોઈ વ્યક્તિ કોઈ ગંભીર બીમારીના ઈલાજના નામ ઉપર મદદ માંગવા આવે છે, અને તમે તેને 10 હજાર રૂપિયાની મદદ કરો છો. એવામાં ક્યારેક ક્યારેક એવું બને છે કે સામે વાળા વ્યક્તિ સંપૂર્ણ મદદ સંબંધિત વ્યક્તિ સુધી નથી પહોંચાડતી કે પછી તે સહાયની રકમનો ઉપયોગ કોઈ બીજા કામમાં કરવાનો પ્રયત્ન કરે છે. ઈ-રૂપી વાઉચરથી એવું શક્ય નહી થાય. તમે ઈલાજમાં મદદ માટે નિર્ધારિત રકમનું વાઉચર આપી શકો છો, જેને સંબંધિત હોસ્પિટલમાં બીલની ચુકવણી કરતા સમયે જ વાપરી શકાશે. તેનાથી મદદ કરવા વાળાને એ વિશ્વાસ આવશે કે મદદ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી છે.

આ બેંકો દ્વારા આપવામાં આવશે વાઉચર : એનપીસીઆઈએ ઈ-રૂપી લેવડ દેવડ માટે 11 બેંકો સાથે ભાગીદારી કરી છે. તેમાં એક્સીસ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ડીયન બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, પંજાબ નેશનલ બેંક, ભારતીય સ્ટેટ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા શામેલ છે. તે સ્વીકારવા વાળી એપ્સમાં ભારત પે, ભીમ બરોડા મર્ચન્ટ પે, પાઈન લેબ્સ, પીએનબી મર્ચન્ટ પે અને યોનો એસબીઆઈ મર્ચન્ટ પે શામેલ છે. વહેલી તકે આ પ્રક્રિયામાં બીજી બેંક અને એપને શામેલ કરવાની આશા છે.

યોજનાઓમાં નહિ થાય ચોરી : સરકારી યોજનાઓમાં મળતી સબસીડીમાં ચોરીની વાતો હંમેશા સામે આવે છે. સરકારની તૈયારી છે કે જુદી જુદી યોજનાઓમાં આપવામાં આવતી સબસીડીને ઈ-રૂપી વાઉચરના માધ્યમથી લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે. તે ડાયરેક્ટ બેનીફીટ ટ્રાંસફરથી પણ એક ડગલું આગળની વાત હશે. બેંક ખાતા સિવાયના પણ સરળતાથી તેનો લાભ લઇ શકશે. તેનાથી સુનિશ્ચિત થશે કે જે પૈસા જે યોજના માટે છે, તેનો ઉપયોગ તેમાં જ થાય. અત્યાર સુધી સબસીડી તરીકે મળતી રકમના બીજા ઉપયોગના સમાચાર આવતા રહ્યા છે.

સામાન્ય ફી વસુલશે બેંક : મળતી જાણકારી મુજબ, બેંક ઈ-રૂપી વાઉચર આપવા માટે સામાન્ય ફી લેશે. તે ફી 1000 રૂપિયા સુધીના વાઉચર માટે 2 રૂપિયા, 1 થી 5 હજાર રૂપિયા માટે 10 રૂપિયા અને 5 થી 10 હજાર રૂપિયા માટે 20 રૂપિયા હોઈ શકે છે.

રસીકરણ વધારવા માટે પણ બનશે માધ્યમ : ઈ-રૂપી વાઉચર આપતી વખતે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ કો-રો-નાની રસી લગાવવા માટે તેનો ઉપયોગ કરવાની વાત કરી છે. તે દેશમાં રસીકરણ અભિયાનને વેગ આપશે. ઉદાહરણ તરીકે કોઈ કંપની પોતાના કર્મચારીઓ માટે રસીકરણને સ્પોન્સર કરવા માટે સંબંધિત બેંકનો સંપર્ક કરી વાઉચર અપાવી શકશે. નિર્ધારિત હોસ્પિટલ કે રસીકરણ કેન્દ્ર ઉપર પહોંચીને રસી લગાવડાવી તેની ચુકવણી વાઉચરથી કરી શકશે.

તરત ચુકવણીની ગેરંટી : સબસીડીની રકમ મોડેથી મળવી પણ ઘણી વખત સમસ્યાનું કારણ બને છે. ઈ-રૂપી વાઉચર આ મુશ્કેલી દુર કરશે. યોજના કે સંબંધિત સેવાનો લાભ લેતા પહેલા જ લાભાર્થીને વાઉચર મળી જશે. આ પ્રીપેડ વાઉચર છે, એટલા માટે જ્યાં તેને ચુકવવામાં આવશે, ત્યાં વાઉચર સ્કેન કરતા જ એસએમએસમાં મળેલા નંબર દ્વારા પ્રક્રિયા આગળ વધતા જ સંબંધિત પક્ષના ખાતામાં પૈસા પહોંચી જશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular