બુધવાર, જુલાઇ 6, 2022
Homeહેલ્થઝડપથી વજન ઘટાડવાથી લઈને કેન્સર સામે લડવામાં મદદરૂપ છે આ ફળ, તેને...

ઝડપથી વજન ઘટાડવાથી લઈને કેન્સર સામે લડવામાં મદદરૂપ છે આ ફળ, તેને ઘરે કુંડામાં પણ ઉછેરી શકાય છે


થોડી અમથી કાળજી રાખીએ તો ઘર આંગણે નોની ફ્રુટ ઉછેરી શકાય છે. ઘરે મોટા કુંડામાં અથવા ગ્રોબેગમાં આસાનીથી ઉછેરી શકાય. આ સાથે મારા કીચન ગાર્ડનમાં ઉછેરેલા નોની પ્લાન્ટનાં ફોટો છે.

આપણે ત્યાં રંગારી કે આલ નામે ઓળખાતા વૃક્ષ પણ નોનીનો એક પ્રકાર છે. આપણે ત્યાં થતી રંગારી કે આલના ફળમાં પણ નીચે મુજબના ફાયદાઓ છે.

ORAC મૂલ્ય :

મિત્રો, ORAC મૂલ્ય એ ગુણનું માપદંડ છે કે જે-તે ફળમાં એન્ટિ ઓક્સિડન્ટ કેટલા પ્રમાણમાં છે, તમે સમજી શકો છો કે જેટલા ORAC વધારે એટલું તંદુરસ્તી માટે સારુ.

અહીં હું નોનીના ORAC મૂલ્યની સરખામણીમાં અન્ય ફળોના આંકડાઓ પણ લખી રહ્યો છું જેથી તમને અંદાજો આવી શકે કે નોની કેટલું લાભદાયી છે.

સફરજન : ૩,૦૮૨

સંતરા: ૭૨૬

કેળું: ૭૯૫

નોની: ૩,૪૦,૦૦૦

100 થી પણ વધારે બીમારીઓને ક્યોર કરે છે આ 1 ફળ. પ્રાકૃતિક ઔષધિઓનો ભંડાર એટલે નોની ફળ. તેમાં 150 થી પણ વધારે પોષક તત્વો હોય છે અને તે 100 થી પણ વધારે બીમારીથી રક્ષણ આપે છે. જડીબુટ્ટીના લિસ્ટમાં જાણીતું એવું એક ફળ એટલે નોની ફળ. તેના પાન, ફળ અને જયુસનો પણ દવામાં ઉપયોગ કરાય છે.

માનવામાં આવે છે કે આ ચમત્કારિક ફળમાં 100 થી પણ વધારે રોગને સાજા કરવાની તાકાત છે આ સિવાય તેમાં 150 થી પણ વધારે પોષક તત્વો છે. માનવામાં આવે છે કે તે કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે. બજારમાં નોની જ્યૂસ મળી રહી છે. તો જાણો નોની ફળના ફાયદા.

ઝડપથી વજન ઘટાડે છે :

નોનીના જ્યૂસમાં એન્ટી ઓબેસિટી ગુણ મળે છે. એવામાં તે આ લોકોને માટે ફાયદો કરે છે જે ઝડપથી વજન ઘટાડવા ઈચ્છે છે. વજન ઘટાડવાથી અનેક રોગ નિયંત્રિત થઈ જાય છે. નોનીના જયુસમાં મેદસ્વીતા વિરોધી ગુણધર્મો જોવા મળે છે, તેથી જે લોકો ઝડપથી વજન ઓછું કરવા માંગે છે તેમના માટે પણ ખૂબ ફાયદાકારક છે. મેદસ્વીપણાને ઘટાડવાથી, તમામ રોગો આપમેળે નિયંત્રણમાં આવે છે કારણ કે મેદસ્વીપણા એ તમામ રોગોનું કારણ માનવામાં આવે છે.

બ્લ-ડશુ-ગ-રને કરે છે કંટ્રોલ :

નોની બ્લ-ડ-શુ-ગ-રના લેવલને કંટ્રોલ કરે છે. એવામાં તેનો જ્યૂસ પીવાથી ડાયાબિટિસ નિયંત્રણમાં રહે છે. સામાન્ય લોકોને ડાયાબિટિસથી રક્ષણ મેળવવામાં પણ મદદ કરે છે.

કેન્સર સામે આપે છે રક્ષણ :

શોધમાં સામે આવ્યું છે કે નોનીમાં બીટા ગ્લુકેન્સ અને સંયુગ્મિત લિનોલિક એસિડ હોય છે જેના કારણે તે પ્રો-સ્ટે-ટ-કે-ન્સ-ર અને બ્રે-સ્ટ-કે-ન્સ-રને રોકવામાં સક્ષમ રહે છે. સાથે કેન્સરથી બચવામાં પણ મદદ કરે છે.

ઇન્ફર્ટિલિટીની સમસ્યાને કરે છે દૂર :

આ નોની જ્યૂસથી પુરુષોમાં નપુસંકતા અને સ્ત્રીઓને વાંઝિયાપણું દૂર કરવામાં મદદ મળે છે. મહિલાઓને માસિકની મુશ્કેલીઓમાં પણ મદદ કરે છે.

જાણો કોણે ન કરવું જોઈએ આ ફ્રૂટ કે જ્યૂસનું સેવન?

કિડનીની બીમારી ધરાવતા લોકોએ નોનીના જ્યૂસનું સેવન કરવું નહીં.

જો તમે હાઈ બીપીની દવા લઈ રહ્યા છો તો નોની જ્યૂસ કે ફળનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

જરૂર કરતા વધારે સેવનથી શુગર લેવલ ઓછું થવાનો ખતરો રહે છે. માટે તેને યોગ્ય પ્રમાણમાં લેવાય તે જરૂરી છે.

કોઈ પણ સાઈડ ઈફેક્ટથી બચવા માટે જરૂરી છે કે તેને લેતા પહેલા આયુર્વેદ વિશેષજ્ઞની સલાહ લેવામાં આવે.

નોની જયુસ ખુબ જ હેલ્ધી છે, હાઈ બીપી અને કેન્સરમાં સારા પરિણામ મળે છે. ગુગલ કરશો તો આ બહુ ઉપયોગી પ્લાન્ટ વિશે વધુ માહિતી મળશે. આ ચોમાસામાં ૧૦૦ જેટલા નોની પ્લાન્ટ ઉછેરીને વિતરણ કરવાનો પ્રયાસ કરીશ.

– જયેશ રાદડિયા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular