શુક્રવાર, ઓગસ્ટ 12, 2022
Homeહેલ્થત્રિફળા અષ્ટામ્રત આખા શરીર માટે આયુર્વેદિક હર્બલ ટોનિક, ફાયદા એટલા બધા કે...

ત્રિફળા અષ્ટામ્રત આખા શરીર માટે આયુર્વેદિક હર્બલ ટોનિક, ફાયદા એટલા બધા કે આજથી જ શરુ કરી દેશો.


કબજિયાત, ગેસ, ખરતા વાળ, ઈમ્યુનીટી જેવી ઘણી સમસ્યાઓમાં ઉપયોગી છે ત્રિફળા અષ્ટામ્રત, જાણો ક્યાંથી અને કેટલામાં મળશે?

ત્રિફળા એક આયુર્વેદિક ઔષધી છે જેનો ઉપયોગ ખાસ કરીને લોકો કબજિયાત દુર કરવા માટે કરે છે. પણ તે માત્ર કબજિયાત દુર કરવાની દવા જ નહિ પણ તેના બીજા પણ ઘણા ફાયદા છે. આયુર્વેદિક સારવારમાં શિયાળા પહેલા ત્રિફળાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રિફળા રસ કે ચૂર્ણને આયુર્વેદમાં શરીરની કાયાકલ્પ કરવા વાળી રસાયણ ઔષધી માનવામાં આવે છે.

ઓનલી આયુર્વેદ લાવ્યું છે ત્રિફળા અષ્ટામ્રત જેને ત્રિફળા ઉપરાંત બીજા પાંચ પ્રકારની ઔષધી ભેગી કરીને બનાવવામાં આવે છે. જે નીચે મુજબ છે.

આંબળા

હરડે

બહેડા

પુનર્નવા

અર્જુન

મકોય (રસભરી)

તુલસી

અશ્વગંધા

ત્રિફળા અષ્ટામ્રતના ફાયદા :

ત્રિફળા અષ્ટામ્રતનો દરેક ઉંમરના લોકો રસાયણ ઔષધી તરીકે ઉપયોગ કરી શકે છે. તે ઉપરાંત ત્રિફળાના નિયમિત સેવનથી પેટ સાથે જોડાયેલી બીમારીઓ દુર થાય છે. આ ઔષધી ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેશર, રક્ત શુદ્ધિકરણ, આંખોની દૃષ્ટિ, વાળ માટે, ગેસ અને કબજિયાત, એસીડીટી જેવી ગંભીર બીમારીઓમાં ફાયદાકારક છે. તે ઈમ્યુનીટી બુસ્ટર પણ છે.

કબજિયાત દુર કરવામાં મદદરૂપ : આયુર્વેદમાં કબજિયાતને ઘણા ગંભીર રોગોનું મૂળ ગણવામાં આવે છે. જો તમે કબજિયાતથી પીડિત છો તો આગળ જતા હરસ, ભગંદર જેવી ઘણી બીમારીઓ થઇ શકે છે. ત્રિફળા અષ્ટામ્રત કબજિયાત દુર કરવાની અસરકારક ઔષધી છે. તે જૂની કબજિયાતથી પીડિત દર્દીઓને પણ ઘણી ઉપયોગી છે.

પેટમાં ગેસની સમસ્યા (એસીડીટી) માંથી રાહત : કબજિયાત ઉપરાંત પેટ સાથે જોડાયેલી એક બીજી સમસ્યા છે એસીડીટી જેનાથી મોટાભાગના લોકો પરેશાન રહે છે. આ સમસ્યા ખોટું ખાવા પીવા અને અનિયમિત રહેણીકરણીને કારણે થાય છે. ત્રિફળા અષ્ટામ્રત પેટ ફૂલવા, પેટમાં ગેસની સમસ્યા વગેરે રોગો માંથી આરામ અપાવે છે.

આંખો માટે ફાયદાકારક : ઘણા ઓછા લોકો તેના વિષે જાણે છે કે ત્રિફળા અષ્ટામ્રત આંખો માટે પણ ફાયદાકારક છે. તે આંખોને સ્વસ્થ રાખવાની સાથે સાથે આંખોને અનેક રોગોથી બચાવે પણ છે.

વજન ઘટાડવા અને મોટાપો ઓછો કરવામાં મદદરૂપ : જો તમે વધતા વજન અને મોટાપાથી પરેશાન છો અને તેનાથી જલ્દી છુટકારો મેળવવા માંગો છો તો ત્રિફળા અષ્ટામ્રત તમારા માટે એક અસરકારક ઔષધી હોઈ શકે છે.

આયુર્વેદ મુજબ ત્રિફળામાં એવા ગુણ છે જે પાચન શક્તિ વધારવા અને વજન ઘટાડવામાં મદદરૂપ છે. એટલા માટે નિયમિત રીતે ત્રિફળા અષ્ટામ્રતનું સેવન કરો.

પાચન શક્તિ વધારે છે : પાચન શક્તિ નબળી હોવાથી ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. આયુર્વેદ મુજબ ત્રિફળા અષ્ટામ્રતમાં એવા ગુણ છે જે પાચન શક્તિને મજબુત બનાવે છે અને પેટ સંબંધી રોગોનું જોખમ ઓછું કરે છે. એટલા માટે જો તમારી પાચન શક્તિ નબળી છે તો તેનું સેવન શરુ કરી દો.

વાળને ખરતા અટકાવે છે : આજકાલ મોટાભાગના લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન રહે છે, અને રોજ વાળ ખરતા અટકાવવા માટે નવી રીતો અજમાવતા રહે છે. પણ જો તમે આયુર્વેદની મદદ લો તો વાળ ખરવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. આયુર્વેદિક ત્રિફળા અષ્ટામ્રતના સેવનથી વાળ ખરવાનું ઘણે અંશે ઓછું કરી શકાય છે.

ભૂખ વધારે છે : પેટ સાથે જોડાયેલી લગભગ દરેક સમસ્યા માટે ત્રિફળા અષ્ટામ્રત સર્વોત્તમ ઔષધી છે. આયુર્વેદમાં તેના ગુણોનો ઉલ્લેખ કરતા લખવામાં આવ્યું છે કે, તેના સેવનથી ભૂખ અને પાચન શક્તિ વધે છે. એટલા માટે જો તમને ભૂખ ઓછી લાગે છે કે નબળી પાચન શક્તિ છે તો નિયમિત તેનું સેવન કરો.

પેશાબ સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક : ત્રિફળા અષ્ટામ્રત પેશાબ સંબંધી સમસ્યાઓમાં પણ ઉપયોગી છે. તેના સેવનથી અટકી અટકીને પેશાબ આવવો, પેશાબમાં બળતરા વગેરે સમસ્યાઓ માંથી આરામ મળે છે.

કોઢના રોગમાં ફાયદો : કોઢ ત્વચા સાથે સંબંધિત એક સમસ્યા છે જેમાં ત્વચા ઉપર સફેદ ડાઘ, ગાંઠા કે ઘા થવા લાગે છે. આયુર્વેદિક નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કુષ્ઠરોગમાં ત્રિફળા અષ્ટામ્રતનું સેવન ફાયદાકારક હોય છે.

ઈમ્યુનીટી બુસ્ટર : ત્રિફળા અષ્ટામ્રતમાં ત્રિફળા ઉપરાંત જે તમામ ઔષધીઓ નાખવામાં આવી છે તે આખા શરીર માટે ઘણી ફાયદાકારક અને ગુણકારી છે. તે શરીરની ઈમ્યુનીટી વધારે છે અને આખા શરીરનું લોહી સાફ કરે છે.

ત્રિફળા અષ્ટામ્રતને ખરીદવા અને વધુ જાણકારી માટે 8866181846 પર વોટ્સએપ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular