કૃપા કરીને આ માહિતી દરેક સુધી પહોંચાડો, જેથી કોઈપણ વ્યક્તિ નવા નવા ટચપુનજીયા વાયરસ ના નામે કોઈ છેતરાઈ ન જાય.
માર્ચ મહિના પછી પચવામાં ભારે હોય એવી વસ્તુઓનું સેવન કરવાથી પિત્તનો પ્રકોપ થાય છે, જેના કારણે તાવ આવવો સ્વાભાવિક બની જાય છે. એટલે આ સમય દરમિયાન પચવામાં ભારે વસ્તુઓ જેવી કે બેસન, મેંદા, નોનવેજ, સૂકું નારિયેળ, તળેલા ભોજન, સૂકા ફળ વગેરેના સેવનથી બને એટલું દૂર રહો.
જો તમારે બદામ ખાવી હોય તો તેને 12 કલાક પલાળી રાખ્યા પછી જ ખાઓ.
એક સમયના ભોજનમાં સલાડ જરૂર ખાઓ, સલાડમાં કાકડી, ટામેટા, ગાજર, લીંબુ, મૂળો, પેપ્સીકમ, ખાઓ
મોળી છાશ પીવો
રોટલી પર પણ ઘી ઓછું લગાવો.
તાવ આવે તો?
પિત્તના કારણે આવતા તાવમાં બેચેની રહે છે ઉલ્ટી કરવાની ઈચ્છા થયા કરે કે વોમેટિંગ થાય તો લીંબુનું શરબત સિંધવ મીઠું અને કાળા મરી નાખેલું પીવો.
નબળી પાચનશક્તિ વાળા લોકો આ સિઝનમાં ઉપરોક્ત બાબતોનું ધ્યાન રાખો અને કોઈક પ્રકારનું લિવર નું ટોનિક જરૂર પીવો.
સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.
સાભાર : ચેતન શેખાવત (ઓન્લી આયુર્વેદ કંપની)