ખાંસીની સમસ્યાથી છુટકારો મેળવવા અને ફેફસાને સ્વસ્થ રાખવા માટે ઘરે બનાવો આયુર્વેદિક સીરપ, ઝટથી મળશે રાહત.
ચોમાસાની ઋતુમાં આપણને કોઈ વખત ખાંસી, છીંક જેવી સમસ્યા થઇ શકે છે. આ મહામારીના સમયમાં હમણાં આવું કંઇક થાય તો આપણે પહેલા જ વિચારમાં પડી જઈએ છીએ કે, શું હું આ મહામારીમાં સંક્રમિત તો થઈ ગયો ને? એવામાં જો તમને લાગે કે તમે એકદમ સ્વસ્થ્ય છો અને ફક્ત ખાંસી આવી રહી છે, તો આજે તમે તમારા માટે એક ઉપાય લઈને આવ્યા છીએ જે તમારી મદદ કરી શકે છે. તેના માટે તમારે એક વસ્તુ બનાવવાની છે જેને તમે તમારા રસોડાની વસ્તુઓમાંથી એકદમ સરળ અને ઝડપી બનાવી શકો છો.
આ ઉપાય તમને ખુબ ઝડપથી ફાયદો કરશે અને આ ઉપાયને નાનાથી લઈને મોટા સુધી દરેક અજમાવી શકે છે. આમાં મહેનત જરૂર છે પણ તે તમારા પર સારી અસર કરશે. આ ઉપાય તમારા ગળાને સ્વસ્થ રાખશે, ખાંસીને દુર રાખશે અને ફેફસાને સ્વસ્થ રાખશે.
સામગ્રી :
મધ્યમ સાઈઝનો આદુનો ટુકડો
થોડું સિંધવ મીઠું
મોટી ચપટી હળદળ પાઉડર
2 નાની ચમચી મધ
10 લવિંગ (તમે ઈચ્છો તો તજ લઇ શકો છો)
20 દાણા કાળા મરી
બનાવવાની રીત : સૌથી પહેલા કાળા મરીને એક તવા પર મુકો. જેટલા કાળા મરી લીધા હોય તેના અડધા લવિંગ લેવાના છે. અમે 20 મરીના દાણા લીધા છે એટલે 10 લવિંગ લઈશું પણ ધ્યાન રાખો કે, તમારે લવિંગ ઉપર ફૂલનો દાણો હોય તેવા જ લવિંગ લેવાના છે. જો લવિંગ ન લેવા માંગતા હોય તો તમે તજનો એક મોટો ટુકડો લઇ શકો છો.
ગેસ ચાલુ કરી તવા પર ધીમા તાપે તેને ઘી કે તેલ વગેરે વગર શેકવાના છે. શેકાઈ ગયા પછી તમે જોઈ શકશો કે લવિંગનો કલર બદલાઈ જશે. હવે તમારે ખાંડણી દસ્તો લેવાનો છે અને તેમાં શેકેલા લવિંગ અને કાળા મરીને નાખી દેવાના છે અને જે ગરમ તવો છે તેના પર આદુ મૂકી દેવાનો છે. ગેસ બંધ કરી દેવાનો છે, આદુને ફક્ત તવા પર ગરમ કરવાનો છે. હવે લવિંગ અને કાળી મરી છે તેને ખાંડણી દસ્તા વડે પીસી લેવાના છે. જો તમે વધારે માત્રામાં બનાવો છો તો તમે મીક્ષરનો પણ ઉપયોગ કરી શકો છો.
આદુને પણ છીણી વડે છીણી લેવાનું છે. હવે નાની વાટકી લેવાની છે અને એક પાતળું કપડું લઈને વાટકી ઉપર મૂકી દેવાનું છે અને તેના પર આદુની છીણ મૂકી દેવાની છે. હવે તે કપડાને ઉપરથી બંધ કરી હાથ વડે કપડાને દબાવી કે આદુનો રસ કાઢવાનો છે.
સૌથી પહેલા મધ અને આદુના રસને મિક્ષ કરી દેવાનું છે. તેમાં એક ચપટી સિંધવ મીઠું અને હળદળ મિક્ષ કરવાની છે. જો તમે નાના બાળક (વર્ષ-દોઢ વર્ષ કે બે વર્ષના બાળક માટે) માટે બનાવો છો તો એક ચપટી લવિંગ-મરીની ભૂકી લો અને જો તમે મોટા માટે બનાવો છો તો ચાર ચપટી લવિંગ મરીની ભૂકી લેવાની છે. પછી આ બધી વસ્તુ મિક્ષ કરી દેવાની છે.
આ મિશ્રણ સવારે ખાલી પેટ લેવાનું છે. ચા પીતા હોય તો ચા પહેલા આ મિશ્રણનું સેવન કરો. આના સેવનના 30 મિનિટ પછી જ ચા કે બીજી કોઈ વસ્તુનું સેવન કરો. અને આના સેવનનો બીજો ટાઈમ છે રાતનો. તમે રાત્રે ઊંઘતા પહેલા આને લઇ શકો છો. રાત્રે આના સેવન પછી કાંઈ લેવાનું નથી. આ એક સ્વાસ્થ્ય વર્ધક નુસખો છે. જેનું પોતે પણ સેવન કરો અને બીજાને પણ આપો. એક વર્ષથી નાના બાળકને તમે ડોકટની સલાહ પછી જ આ મિશ્રણ આપી શકો છો.