નવા વર્ષમાં આ લોકોને નોકરીમાં પ્રગતિ મળવાની સાથે મળશે ધન લાભના યોગ, જાણો કોણ છે તે લોકો.
જ્યોતિષ શાસ્ત્રની જેમ જ અંક જ્યોતિષથી પણ ભવિષ્યફળનું આંકલન કરવામાં આવે છે. 2022 મૂળાંક 6 વાળા માટે લાભદાયક સાબિત થશે. મૂળાંક 6 ના સ્વામી ગ્રહ શુક્ર છે. મહિનાની 6, 15 અને 24 તારીખોમાં જન્મેલા લોકોનો મૂળાંક 6 હોય છે. નવા વર્ષમાં આ લોકોને નોકરીમાં પ્રગતિ મળવાની સાથે ધન લાભના યોગ પણ ઉભા થશે. જાણો કેવી રહેશે તેમની આર્થિક અને કારકિર્દીની સ્થિતિ.
નોકરીમાં નવી તકો મળશે : મૂળાંક 6 વાળાને નોકરીમાં નવી તકોની પ્રાપ્તિ થઇ શકે છે. કુટુંબનો સહકાર મળશે. નોકરી વાળાને કામમાં મજબુતી પ્રાપ્ત થશે. પ્રમોશન મળી શકે છે. બિઝનેસ કરવા વાળા લોકોને નફો થઇ શકે છે. નવા વર્ષમાં તમે વેપારનો વિકાસ કરી શકો છો. વાહન અને મકાન સુખની પ્રાપ્તિ થઇ શકે છે.
કૌટુંબિક જીવન : લવ લાઈફમાં તમારે પડકારોનો સામનો કરવો પડશે. પાર્ટનર સાથે કોઈ વાતને લઈને વિવાદ થઇ શકે છે. કારકિર્દીમાં જીવનસાથીનો પુરતો સહકાર મળશે. સિંગલ લોકોની લવ લાઈફમાં કોઈ ખાસની એન્ટ્રી થઇ શકે છે.
વિદ્યાર્થીઓ માટે સમય અનુકુળ છે : શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે વર્ષ 2022 અનુકુળ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા વાળા વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળી શકે છે. આ સમય દરમિયાન અભ્યાસ ઉપર ધ્યાન આપવું. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અભ્યાસમાંથી મન ભટકી શકે છે.
આરોગ્ય : નવા વર્ષમાં તમારું આરોગ્ય સારું રહેવાનું છે. વર્ષની વચ્ચે તમને છાતી, પેટ અને ગળાની સમસ્યા થઇ શકે છે.
નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી ઉપર અમે એ દાવો નથી કરતા કે તે સંપૂર્ણ રીતે સાચી અને સચોટ છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.