બુધવાર, જુલાઇ 6, 2022
Homeરાશિફળઆ રાશિઓ માટે જન્માષ્ટમી વાળું આ અઠવાડિયું રહેવાનું છે ઘણું શુભ, ધંધામાં...

આ રાશિઓ માટે જન્માષ્ટમી વાળું આ અઠવાડિયું રહેવાનું છે ઘણું શુભ, ધંધામાં લાભ થશે.


મેષ રાશિ : આ અઠવાડિયે કાર્યક્ષેત્રમાં દોડધામ જળવાઈ રહેશે. થોડી અડચણો હોવા છતાં પણ પ્રયત્ન કરવાથી આગળ વધવાના યોગ છે. ઘરેલું સમસ્યાઓ મગજ ઉપર છવાયેલી રહી શકે છે. સંતાન પક્ષને લઇને કોઈ મોટી ચિંતા સતાવશે. પિતા પુત્રમાં અણબનાવ પણ ઉભા થઇ શકે છે.

અઠવાડિયાના ઉત્તરાર્ધમાં સ્થિતિઓમાં થોડા ફેરફાર જોવા મળશે. તે દરમિયાન ધાર્મિક પ્રવાસ કે પછી કોઈ માંગલિક આયોજનમાં સામેલ થવાની તક મળી શકે છે. વેપારીઓ માટે પણ અઠવાડીયાના પૂર્વાર્ધની સરખામણીમાં ઉત્તરાર્ધ વધુ લાભદાયક સાબિત થશે. પ્રેમ સંબંધોમાં લવ પાર્ટનર સાથે મુલાકાત ન થઇ શકવાને કારણે મન બેચેન રહેશે. મુશ્કેલ સમયમાં જીવનસાથીનો પુરતો સહકાર મળશે.

વૃષભ રાશિ : આ અઠવાડિયે વૃષભ રાશિના લોકોએ બધા સાથે ઘણું સંભાળીને લેવડ દેવડ કરવી જોઈએ. કાર્યક્ષેત્રમાં છુપા શત્રુઓથી સતર્ક રહો અને કોઈની ટીકા કરવાથી ચેતો. પ્રેમ સંબંધોમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ તમારા માટે મોંઘી સાબિત થઇ શકે છે અને સુધરેલી વાત પણ બગડી શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. આરોગ્યને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખશો.

મિથુન રાશિ : આ અઠવાડિયે મિથુન રાશિના લોકોએ આરોગ્યને લઈને ઘણું સાવચેત રહેવું પડશે. ઋતુજન્ય બીમારી કે જુના રોગના ઉભરાને કારણે આરોગ્ય પ્રભાવિત થઇ શકે છે. કામ ધંધામાં થોડી અડચણ આવી શકે છે. વ્યવસાયની બાબતમાં લાંબા અને ટૂંકા અંતરનો પ્રવાસ કરવો પડશે.

મનમાં દ્વિધા ઉભી થવાને કારણે કોઈ પણ નિર્ણય લેવાને લઈને મુંઝવણમાં રહેશો. જો કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો કોઈ શુભચિંતકની સલાહ જરૂર લો કે પછી શક્ય હોય તો થોડા સમય માટે ટાળી દો. મહિલા પ્રોફેશનલોના કાર્યક્ષેત્રમાં ધીરજથી કામ લેવું પડશે. પ્રેમ સંબંધોમાં ભાવનાઓમાં વહેવાથી ચેતો. જીવનસાથી અને સાસરીયા પક્ષ તરફથી પુરતો સહકાર મળશે.

કર્ક રાશિ : અઠવાડિયાની શરુઆત મોજ મસ્તી અને મનોરંજન સાથે થશે. અઠવાડિયાની શરુઆતમાં જ પીકનીક કે પર્યટનનો કાર્યક્રમ બની શકે છે. મિત્રો અને કુટુંબીજનોનો પુરતો સહકાર મળશે. અઠવાડિયાની મધ્યમાં સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે.

સુખ સુવિધાઓ સાથે જોડાયેલી બાબતો ઉપર વધુ પડતું ધન ખર્ચ થઇ શકે છે. કોઈ પ્રભાવી વ્યક્તિની મદદથી જમીન મકાન સાથે જોડાયેલા વિવાદ સમાપ્ત થઇ જવાથી શાંતિનો અનુભવ કરશો. પ્રેમ પ્રસંગમાં મજબુતી આવશે. લવ પાર્ટનર સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે.

સિંહ રાશિ : આ અઠવાડિયે સિંહ રાશિના લોકોને સૌભાગ્યનો પુરતો સાથ મળશે. રોજગારીની દિશામાં કરવામાં આવેલા પ્રયત્ન સફળ થશે. વિદેશ સાથે સંબંધિત કાર્ય કરવા વાળાને લાભ થશે. કુટુંબમાં તાલમેલ જાળવીને ચાલવાથી લાભની તકો ઉભી થશે. મિત્ર કે કોઈ શુભચિંતકની મદદથી ધંધામાં લાભ થશે.

વેપારમાં કોઈ નવા ભાગીદાર મળી શકે છે. જમીન મકાનના વેચાણનું આયોજન થશે. લધુ અને કુટીર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનો સમય શુભ છે. પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે. લવ પાર્ટનર સાથે મોજ મસ્તી કરવાની તક મળશે. અઠવાડિયાના અંતમાં જીવનસાથીના આરોગ્યને લઈને મન ચિંતિત રહેશે.

કન્યા રાશિ : આ અઠવાડિયે ઘર-ગૃહસ્થી સાથે જોડાયેલા કાર્યોને લઈને વ્યસ્તતા જળવાઈ રહેશે. કારકિર્દી વેપારને લઈને પણ મન થોડું ચિંતિત રહી શકે છે. કાર્યક્ષેત્રમાં મિત્રો અથવા સહયોગીઓની ઉપેક્ષાથી મન દુઃખી રહેશે. કોઈ પણ સ્થિતિમાં તમારું મગજ ન ગુમાવો કેમ કે અઠવાડિયાના ઉત્તરાર્ધમાં વસ્તુ તમારા મનમુજબ થવાની શરુ થઇ જશે.

તે દરમિયાન આર્થિક સમસ્યાઓ ઉકેલવાના યોગ ઉભા થશે. કોઈ મહિલા મિત્રની મદદથી અટકેલા કાર્ય પુરા થશે. પ્રેમ પ્રસંગમાં આંશિક અનુકુળતા જ સંભવ થઇ શકશે. પ્રેમ સંબંધોમાં કોઈ ત્રીજા વ્યક્તિના પ્રવેશને લઈને મન આશંકિત રહેશે. માતાના આરોગ્યને લઈને મન ચિતિત રહેશે.

તુલા રાશિ : આ અઠવાડિયે નજીકના ફાયદામાં દુરનું નુકશાન કરવાથી દુર રહો. કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની બેદરકારી તમારા અપમાનનું કારણ બની શકે છે. પિતૃક સંપત્તિને લઈને કુટુંબીજનો સાથે વિવાદની આશંકા છે. કોઈ નવી યોજના કે પછી ધંધામાં સમજી વિચારીને નાણાનું રોકાણ કરો. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં કામ કાજને લઈને થોડા આળસુ રહેશો. તે દરમિયાન લાંબા કે ટૂંકા અંતરનો પ્રવાસ થઇ શકે છે. પ્રેમ પ્રસંગમાં ઈમાનદાર રહો. કોઈ સાથે ફલર્ટ કરવાથી ચેતો, નહિ તો ઉભા કરેલા પ્રેમ પ્રસંગ સમાપ્ત થઇ શકે છે. દાંપત્ય જીવનમાં મીઠી ખટપટ ચાલતી રહેશે.

વૃશ્ચિક રાશિ : આ અઠવાડીયે મિત્રો અને સહયોગીઓનો પુરતો સાથ મળશે. લાંબા સમયથી અટકેલા કાર્ય પુરા થશે. રોજગારીની દિશામાં કરવામાં આવેલા પ્રયત્ન સફળ થશે. માન સન્માનમાં વૃદ્ધી થશે અને આરોગ્ય પણ સારું જળવાઈ રહેશે. કોઈ મોટા દેવા માંથી મુક્તિ મળવાથી રાહત અનુભવશો. અઠવાડિયાની મધ્યમાં કુટુંબમાં કોઈ માંગલિક કાર્યક્રમ પુરા થશે. ધાર્મિક સામાજિક કાર્યોમાં સહભાગી રહેશો. કોર્ટ કચેરી સાથે જોડાયેલા કાર્યોમાં સફળતા મળશે. પ્રેમ સંબંધ લગ્નમાં પરિવર્તિત થઇ શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે.

ધનુ રાશિ : આ અઠવાડિયે ધનુ રાશીના લોકોનો તેમના પરિચિતો ઉપર પુરતો પ્રભાવ જળવાઈ રહેશે. કોઈ કાર્ય કે યોજનાને લઈને કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે. જુદા જુદા સ્ત્રોતો માંથી આવકના યોગ ઉભા થશે. લાંબા કે ટૂંકા અંતરના પ્રવાસ ભાગ્યોદયના કારક સાબિત થશે. કારકિર્દીમાં પ્રગતી થશે. અઠવાડિયાની મધ્યમાં ધાર્મિક કાર્યોમાં ભાગીદાર બનશો. માન સન્માનમાં વધારો થશે. જો કોઈ સામે પ્રેમનો પ્રસ્તાવ રાખવાનું વિચારી રહ્યા હતા તો તમારો પ્રયત્ન સફળ થશે. કુટુંબીજનો સાથે સુખદ સમય પસાર થશે.

મકર રાશિ : મકર રાશીના લોકો માટે આ અઠવાડિયું મિશ્ર સાબિત થશે. અઠવાડિયાની શરુઆતમાં કોઈ સાથે ઝગડા કરવાથી દુર રહો. કાર્યક્ષેત્રમાં સાવચેતીપૂર્વક કાર્ય કરો કેમ કે તમારી એક નાની એવી બેદરકારી તમારા માટે મુશ્કેલીરૂપ સાબિત થઇ શકે છે. આરોગ્યને લઈને વધુ સાવચેત રહો. કોઈ જુના રોગ ઉભરી શકે છે. અઠવાડિયાની પૂર્વાર્ધની સરખામણીમાં ઉત્તરાર્ધ થોડો રાહત ભરેલો રહી શકે છે.

આ સમય દરમિયાન ભવિષ્યમાં લાભ અપાવનારી યોજનાઓ ઉપર કાર્ય કરવાની તક મળશે. વેપારીઓ માટે અઠવાડિયાના અંતમાં લાભના યોગ ઉભા થશે. પ્રેમ સંબંધોમાં કોઈ એવું વચન ન આપો, જે પૂરું ન કરી શકવાને કારણે તમારે શરમાવું પડે. દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે.

કુંભ રાશિ : અઠવાડિયાની શરુઆતમાં જ કામની બાબતમાં લાંબા કે ટૂંકા અંતરનો પ્રવાસ કરવો પડશે. પ્રવાસ સુખદ અને લાભદાયક સાબિત થશે. પરિચિતો વચ્ચે તમારો પ્રભાવ વધશે અને લોકો તમારા નિર્ણયની પ્રસંશા કરશે. બેંક, વીમા અને મ્યુચુઅલ ફંડ વગેરેના કાર્ય કરવા વાળા માટે સમય શુભ સાબિત થશે. નોકરી ધંધા વાળા લોકો ઘણા લાંબા સમયથી પ્રમોશન કે બદલીની રાહ જોઈ રહ્યા હતા તે મળી શકે છે.

રાજકારણ સાથે જોડાયેલા લોકોને પણ મોટી જવાબદારી મળી શકે છે. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં લેવડ દેવડ કરતી વખતે વધુ સાવચેતી રાખવાની જરૂર રહેશે. પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે. મુશ્કેલ સમયમાં લવ પાર્ટનરનો પુરતો સહકાર મળશે. દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે.

મીન રાશિ : આ અઠવાડિયે અટકેલા કાર્યોમાં પ્રગતિ આવશે. નિરંતર અને વધુ ભાગ્યોદયથી આર્થિક લાભ થશે અને વેપારમાં પ્રગતિ થશે. ઇષ્ટ મિત્રોનો પુરતો સહકાર મળશે. કોર્ટ કચેરીની બાબતમાં વિજય મળશે. દુશ્મનો અને વિરોધીઓ પાછા પડશે. છૂટક વેપારીઓ માટે સમય સારો છે. અઠવાડિયાની મધ્યમાં ઘરમાં કોઈ પ્રિય વ્યક્તિના આવવાથી આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. સ્ત્રી અને સંતાન પક્ષ તરફથી સુખદ સમાચાર મળશે. પ્રેમ પ્રસંગમાં સફળતા મળશે. લવ પાર્ટનર સાથે સુખદ સમય પસાર કરશો. જીવનસાથી સાથે ફરવા જવાનો પ્રોગ્રામ બની શકે છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular