શુક્રવાર, જુલાઇ 1, 2022
Homeરાશિફળગુરુનું મકર રાશીમાં ભ્રમણ, 3 રાશી વાળાને નોકરીમાં લાભ મળવાના આપી રહ્યા...

ગુરુનું મકર રાશીમાં ભ્રમણ, 3 રાશી વાળાને નોકરીમાં લાભ મળવાના આપી રહ્યા છે સંકેત


ગુરુના મકર રાશિમાં પ્રવેશ કરવાથી આ રાશિઓને થશે વિશેષ લાભ, સમાજમાં પ્રસિદ્ધી અને સન્માન મળશે.

જ્યોતિષમાં ગુરુને એક જ્ઞાની ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ ધન અને મીન રાશીના સ્વામી છે. કર્ક રાશીમાં તે ઉચ્ચ હોય છે, તો મકરમાં નીચના માનવામાં આવે છે. આ ગ્રહ ભાગ્ય અને માન સન્માન પ્રાપ્તિના કારક ગ્રહ છે. ગુરુ ગ્રહ 14 સપ્ટેમ્બરના રોજ મકર રાશીમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને 21 નવેમ્બર સુધી આ રાશિમાં રહેશે. ગુરુનું ભ્રમણ શનીની યુતિ સાથે થશે. જેની અસર લાંબા સમય સુધી રહેશે. જાણો કઈ રાશીઓ માટે આ ભ્રમણ સુખદાયી સાબિત થશે.

મેષ : ગુરુ ગ્રહનું ભ્રમણ આ રાશીના દશમાં ગૃહમાં થવા જઈ રહ્યું છે. જે કારકિર્દીમાં સફળતા અપાવવાના કારક બનશે. આ ભ્રમણ દરમિયાન તમને સિદ્ધી પ્રાપ્ત થશે. તે દરમિયાન તમારી કોઈ અધુરી ઈચ્છા પૂરી થઇ શકે છે. નોકરી ધંધા વાળા લોકોને બઢતી મળી શકે છે. આર્થિક રીતે તમે તમને સક્ષમ અનુભવશો. કાર્યક્ષેત્રમાં તમને માન સન્માનની પ્રાપ્તિ થવાની સંભાવના રહેશે. કામ અંગે નાના મોટા પ્રવાસ કરવા પડશે. જેમાં ધન લાભ જોવા મળી રહ્યો છે.

વૃષભ : વૃષભ રાશી વાળાને ભાગ્યનો સાથ મળશે. જે લોકો નોકરીની શોધ કરી રહ્યા છે તેને સફળતા મળી શકે છે. તમારી આવક વધવાની વધુ સંભાવના રહેશે. તમને આ સમયગાળામાં દરેક ક્ષેત્રમાં ભાગ્યનો સાથ મળશે. તમને તમારા લક્ષ્યોમાં સફળતા મળશે. સમાજમાં પ્રસિદ્ધી અને સન્માન મળશે. ધનનો પ્રવાહ તમારા માટે અનુકુળ રહેશે. આવકની કેટલીક નવી તકો ઉભી થશે. વાહન સુખની પ્રાપ્તિની વધુ શક્યતા છે. કોઈ નવા કામની શરુઆત કરવા માટે સમય સારો રહેશે.

મીન : મીન રાશી વાળાને આ ભ્રમણ દરમિયાન સારા અને શુભ પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના રહેશે. તમને પરિશ્રમનો લાભ મળશે. કાર્યક્ષેત્રમાં તમારું પ્રદર્શન સારું રહેશે. તમને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ધંધાકીય દ્રષ્ટિએ આ સમયગાળો તમારા માટે અનુકુળ રહેશે. તમે આવકની નવી નવી તકો ઉભી કરવામાં સક્ષમ બનશો. તે દરમિયાન રોકાણ માંથી તમને લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. તમારા ખર્ચામાં ઘટાડો આવશે. રોકાણ કરવાનું આયોજન પણ થઇ શકે છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular