ગુરુવાર, જૂન 1, 2023
Homeરાશિફળબુધનું કન્યા રાશિમાં ભ્રમણ, આ 7 રાશિઓને થશે વધુ લાભ, જાણો તમારી...

બુધનું કન્યા રાશિમાં ભ્રમણ, આ 7 રાશિઓને થશે વધુ લાભ, જાણો તમારી રાશિ આમાં છે કે નથી.


કન્યા રાશિમાં બુધનો પ્રવેશ કાર્યક્ષેત્રમાં સફળતા અપાવશે, પ્રેમમાં પડેલા લોકો માટે સમય અનુકુળ રહેશે.

જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધી, વાણી, વેપાર અને ચેતનાના કારક માનવામાં આવે છે. બુધ ગ્રહ પોતાની રાશિ બદલવાના છે. 26 ઓગસ્ટના રોજ બુધ સિંહ રાશિ માંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. 22 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહ્યા પછી બુધ ભ્રમણ કરતા તુલા રાશિમાં બિરાજમાન થઇ જશે. બુધનું આ ભ્રમણ મોટાભાગની રાશિઓ માટે લાભ લઈને આવ્યું છે, પણ કેટલીક રાશિઓએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર પડશે.

મેષ – બુધનું ભ્રમણ મેષ રાશિ વાળા માટે શુભ રહેવાનું છે. તમે દરેક કાર્ય કુશળતા પૂર્વક કરવામાં સક્ષમ રહેશો. અંગત જીવન અને કાર્યક્ષેત્રમાં તમને તેના સારા ફળ મળશે. મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરવા વાળાને પણ આ ભ્રમણનું શુભ ફળ મળશે. કાર્યક્ષેત્રનું વાતાવરણ ઉત્તમ રહેશે. તમારા બોસ અને વરિષ્ઠ અધિકારી તમારા કામની પ્રશંસા કરશે. કાર્યક્ષેત્રમાં સક્રિય અને સતર્ક જોવા મળશે. ભ્રમણના આ સમયગાળા દરમિયાન તમારે તમારા આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

વૃષભ – બુધના ભ્રમણથી તમારું સંચાર કૌશલ્ય સારું બનશે. તમે લોકોને તમારો પક્ષ સમજાવવા અને તેને અનુકુળ ફળ મેળવવામાં સક્ષમ રહેશો. તે દરમિયાન તમે તમારા કુટુંબ સાથે સારો સમય પસાર કરશો. વિદ્યાર્થીઓ માટે આ ભ્રમણ કાળ વધુ સારો રહેવાનો છે. તમે તમારા શિક્ષણમાં નિપુણ બનશો અને પૂરી એકાગ્રતા સાથે તમારા દરેક વિષયને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશો. સંપાદક, લેખક અને રચનાત્મક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે આ સમયગાળો વધુ સારો રહેશે. તમારા રચનાત્મક વિચાર તમને સફળતા અપાવી શકે છે. પ્રોફેશન બદલવા માટે સારો સમય છે.

મિથુન – મિથુન રાશિ વાળા આ ભ્રમણથી સારા પરિણામ પ્રાપ્ત કરશે. કૌટુંબિક જીવનમાં તમે સારા વાતાવરણનો આનદ લઇ શકશો. કુટુંબના સભ્યોમાં એકતા વધશે. જમીન સંપત્તિમાં રોકાણ કરવા માટે સમય અનુકુળ છે. આ સમયે તમારી અંદર બીજાને મનાવવાની ક્ષમતા ઘણી વધુ રહેશે. જે વ્યક્તિ કૌટુંબિક ધંધા સાથે જોડાયેલા છે, તેમના માટે પણ આ સમય સારો રહેશે. તેમની સાથે તમારા સંબંધ સુધરશે. જો વાત કરીએ નોકરી ધંધા વાળાની તો આ સમય દરમિયાન તમારા ઉપરી અધિકારીઓ અને બોસ વચ્ચે તમારી છાપ અને પ્રતિષ્ઠા સારી રહેશે. તેનાથી તમે તમારા કાર્યોમાં તેમનો સહકાર પ્રાપ્ત કરી શકશો.

કર્ક – આ ભ્રમણ કાળ દરમિયાન તમે ઉર્જાથી ભરાયેલા રહેશો અને આસપાસની વસ્તુ અને કાર્યોમાં સક્રિય રીતે ભાગ લેશો. કૌટૂંબિક જીવનમાં પણ તમે નાના ભાઈ બહેનો સાથે સારા સંબંધોઓ આનંદ લેશો. કોઈ નાના પ્રવાસ ઉપર જવાનું આયોજન થઇ શકે છે. તમારા મિત્રો અને સંબંધીઓ વચ્ચે તમારી લોકપ્રિયતા વધશે. તમારી અભિવ્યક્તિ સારી રહેશે અને લોકો તમારી સલાહ અને માર્ગદર્શન લેતા જોવા મળશે. દુરસંચાર, પત્રકારીતા, પરિવહન અને મીડિયા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને ભ્રમણનું શુભ ફળ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઘણો સારો રહેવાનો છે.

સિંહ – આ ભ્રમણ તમારા માટે આર્થિક રીતે વધુ સારો રહેવાનો છે. તમારી આવકમાં વધારો થશે. નોકરી ધંધા વાળા લોકોને પણ આ સમયગાળા દરમિયાન પગાર વધારો કે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થવાની ઘણી સારી તકો મળશે. અને વેપાર સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે પણ સમય ઉત્તમ છે. તમે આ સમયે સારો નફો કમાશો, જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ સારી બનશે. તમે આ સમયગાળામાં એકથી વધુ સ્ત્રોતો માંથી કમાણી કરી શકશો. ઉત્તમ સમયનો લાભ ઉઠાવતા, દીર્ઘકાલીન રોકાણ કરી શકો છો. આ ભ્રમણની અસરથી તમારી વાણી પણ મધુર બનશે અને તમે તમારી વાતો અને ભાવોથી લોકોના દિલ જીતી શકશો.

કન્યા – બુધના આ ભ્રમણની સૌથી વધુ અસર તમારી જ રાશિ ઉપર થવાની છે. ભ્રમણની અસરથી તમે તમારા પ્રયત્નોમાં સફળ થશો. તમારી સખત મહેનત અને પ્રયત્નોથી તમને અપાર સફળતાની પ્રાપ્તિ થશે. આ સમય તમારા માટે ઘણો શુભ રહેવાનો છે. તમે તમારી બોદ્ધિક ક્ષમતાઓ અને પ્રેરક શક્તિઓ સાથે, આ સમયગાળામાં દરેક કાર્ય માંથી ઉત્તમ ફળ પ્રાપ્ત કરી શકશો. આ સમય તમને યુવા ઉર્જા સાથે ગજબનું આકર્ષણ આપશે. આ સમયે તમે તમારા વેપારના વિકાસ માટે રચનાત્મક યોજનાઓને સફળતાપૂર્વક લાગુ કરી શકશો. નોકરી કરો છો, તો તમારા માટે સમય વિશેષ અનુકુળ રહેવાનો છે. અભ્યાસ અને લેખનના ક્ષેત્રો સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે આ સમયગાળો વિશેષ શુભ રહેશે.

તુલા – ભ્રમણકાળના આ સમયગાળામાં તુલા રાશિ વાળાએ ઘણા પ્રવાસ કરવા પડશે. પ્રવાસ અને વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ઘણો શુભ છે. પ્રવાસ દ્વારા તમે તમારી સાથે નવા ગ્રાહકો જોડીને વેપારમાં વિકાસ કરી શકશો. બીજા વેપારીઓને પણ આ સમય દરમિયાન કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા પ્રવાસ કરવાના થશે અને આ પ્રવાસ તમારી યોજનાઓમાં સાર્થક પરિણામ લઈને આવશે. જો તમે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં કાર્યરત છો કે વિદેશ સાથે જોડાયેલા કોઈ વેપાર કરો છો તો, તમારા માટે પણ આ સમય ભાગ્યનો સાથ લઈને આવવાનો છે. વિદેશ જઈને અભ્યાસ કરવાના સપના જોઈ રહેલા લોકોની ઈચ્છા પૂરી થઇ શકે છે.

વૃશ્ચિક – બુધનું ભ્રમણ તમને જુદા જુદા સ્ત્રોતો માંથી ધન લાભ થવાના યોગ ઉભા કરશે. કેટલાક લોકોને તેમના મિત્રો, નજીકના સંબંધીઓ પાસેથી ધન પ્રાપ્તિ પણ થઇ શકશે. આ સમયગાળામાં તમે તમારી આવકમાં વિવિધતા લાવવા અને સારું રોકાણ કરવામાં સફળ રહેશો. તમે તમારા મિત્રો સાથે સમય પસાર કરીને તેમનો સહકાર પણ પ્રાપ્ત કરી શકશો. મિત્રોનો પુરતો સહકાર મળશે. તે લોકો જે ખરીદ-વેચાણ, માર્કેટિંગ, પબ્લિક સેક્ટર સાથે જોડાયેલા કે, તેમના માટે સમય વિશેષ અનુકુળ રહેશે. તમારી કુશળ વાણીના બળ ઉપર દરેક સમસ્યાઓનો ઉકેલ કાઢવામાં સક્ષમ બનશો.

ધનુ – બુધના આ ભ્રમણથી તમારા ઉત્સાહમાં વૃદ્ધી થશે. તમે તમારા જીવનમાં લક્ષ્ય પ્રાપ્તિ માટે દરેક કાર્યને જનુન અને ઉત્સાહ સાથે કરતા જોવા મળશો. કાર્યક્ષેત્ર ઉપર પણ તમે વધુ આત્મવિશ્વાસી અને સાહસી બનશો, જેનાથી તમને દરેક કાર્યમાં અપાર સફળતા અને પ્રતિષ્ઠા મળી શકશે. કાર્યક્ષેત્ર ઉપર તમારા માન સન્માનની છાપમાં સારો એવો સુધારો કરશો. તેનાથી ઉપરી અધિકારીઓનો પણ સહકાર મળશે. દરેક શુભ પ્રસંગનો સારો લાભ મેળવવાનો પ્રયત્ન કરો. પહેલા કરવામાં આવેલી મહેનતનું પૂરું ફળ મળશે. બઢતી અને પ્રગતિ થવાની સંભાવના વધશે. આ સમય પરણિત લોકોના જીવનમાં આનંદ લઈને આવશે.

મકર – આ ભ્રમણ દરમિયાન તમે ઘણા એવા પ્રવાસ ઉપર જશો જેનાથી તમને અનુકુળ પરિણામ પ્રાપ્ત થશે. જો તમે ઘરેથી કોઈ કામ કરો છો તો, તમારા માટે શુભ રહેશે. જો કે કેટલાક લોકોના તેમના ઉપરી અધિકારીઓ સાથે ઝગડા થઇ શકે છે, એટલા માટે તમારા કાર્યક્ષેત્ર ઉપર વિવાદ અને ઝગડાથી દુર રહો, તમારા શબ્દો પ્રત્યે સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સમય પોતાને ઓફીસના દરેક રાજકારણથી દુર રાખવાનો પ્રયત્ન કરો. આ સમય દરમિયાન તમારા દુશ્મનો સક્રિય થશે, જે સતત તમારી છાપ ખરાબ કરવાનો પ્રયત્ન કરતા રહેશે. સંપત્તિ કે જમીન સાથે જોડાયેલા વિવાદ ઉકેલાઈ જશે.

કુંભ – આ રાશિના વિદ્યાથીઓ માટે આ ભ્રમણ ઘણા શુભ પરિણામ લઈને આવી રહ્યું છે. પીએચડી, દાર્શનિક અને શોધકર્તાનો અભ્યાસ કરવા વાળા લોકો માટે આ સમય અનુકુળ રહેશે. તમારા શિક્ષણમાં ઉત્તમ લાભ પ્રાપ્ત કરશો. આ સમયગાળામાં તમને કોઈ સંપત્તિ માંથી પણ ધન લાભ થવાની સંભાવના છે. કૃષિ અને ખાણ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની કારકિર્દીમાં વધારો થશે. તમારી સખત મહેનત કાર્યક્ષેત્રમાં તમને સફળતા અપાવશે. પ્રેમમાં પડેલા લોકો માટે આ સમય અનુકુળ રહેશે. સાથી સાથે તમારા સંબંધ વધુ મજબુત બનશે. આરોગ્યની ગણતરીએ તમને થોડું વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

મીન – પરણિત લોકો માટે બુધનું આ ભ્રમણ વધુ શુભ રહેવાનું છે. આ સમયગાળા દરમિયાન તમને તમારા જીવનસાથીનો વધુ પ્રેમ અને સહકાર મળશે. તમારા બંને વચ્ચેની સમજ અને સંબંધ પણ સારા રહેશે. આ ભ્રમણ તમારા જીવનસાથીને પણ કારકિર્દીમાં આગળ વધવામાં મદદ કરશે, જેના પરિણામે તે તેમના કાર્યક્ષેત્રમાં પ્રગતી પ્રાપ્ત કરી શકશે. કૌટૂંબિક જીવનમાં તમને તમારા કુટુંબ તરફથી જરૂરી સહકાર મળશે. ભાગીદારીમાં વેપાર કરવા વાળાને શુભ ફળ મળશે. આ રાશિના વિદ્યાથીઓ તેમના અધ્યયન અને શિક્ષણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખી શકશે. સમાજમાં તમને ઉચિત પ્રતિષ્ઠા પ્રાપ્ત થઇ શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular