શનિદેવ સપ્ટેમ્બર મહિનામાં આ રાશિઓ પર વરસાવશે પોતાની કૃપા, જાણો તમારી રાશિને કેવો લાભ થશે?
શનિદેવને જ્યોતિષમાં પાપી અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શનિની અશુભ અસરોથી દરેક ભયભીત રહે છે. પણ એવું નથી કે શનિ માત્ર અશુભ ફળ આપે છે. શનિ શુભ ફળ પણ આપે છે. શનિના શુભ હોવાથી વ્યક્તિનું જીવન રાજા જેવું બની જાય છે. શનિદેવ રંકને પણ રાજા બનાવી દે છે. આ સમયે શનિ વક્ર ચાલ ચાલી રહ્યા છે. શનિ સપ્ટેમ્બરમાં પણ વક્રી ચાલ જ ચાલશે. શનિ વક્રી અવસ્થામાં સપ્ટેમ્બર માસમાં કેટલીક રાશીઓ ઉપર વિશેષ કૃપા કરશે. આવો જાણીએ સપ્ટેમ્બરમાં કઈ રાશીઓ ઉપર રહેશે શનિદેવની કૃપા.
વૃષભ રાશી :
શુભ ફળની પ્રાપ્તિ થશે.
કાર્યક્ષેત્રમાં માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધી થશે.
કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.
દરેક તમારા કામની પ્રશંસા કરશે.
વેપાર માટે આ સમય શુભ રહેવાનો છે.
નોકરીમાં પ્રગતિના યોગ ઉભા થઇ રહ્યા છે.
સિંહ રાશી :
સિંહ રાશીના લોકોને ફાયદો થઇ શકે છે.
કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ ઉભા થઇ રહ્યા છે.
વેપાર અને નોકરી માટે સમય શુભ છે.
તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા થશે.
આર્થિક પક્ષ મજબુત રહેશે.
કન્યા રાશી :
સામાજિક કાર્યોમાં ભાગ લેશો, જેથી સમાજમાં માન સન્માન વધશે.
કૌટુંબિક જીવનમાં સંબંધ મધુર રહેશે.
કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો.
કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા થશે.
ધન લાભ થવાના યોગ પણ ઉભા થઇ રહ્યા છે.
મીન રાશી :
નોકરી અને વેપારમાં પ્રગતિ કરશો.
આ સમયે ધન લાભ પણ થઇ શકે છે.
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય શુભ રહેવાનો છે.
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.