અમદાવાદ8 કલાક પહેલા
- લિંક કોપી કરો
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે અમદાવાદમાં અભિનંદન સંદેશ સાથે પેરાલિમ્પિક મેડલ વિજેતા ભાવિના પટેલના અભિનંદન ચિત્રનું અનાવરણ કર્યું હતું. ભાવિના શ્રમ મંત્રાલય હેઠળ ESIC ના કર્મચારી છે. તેણે ટોક્યો, (જાપાન) પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો છે.
કેન્દ્રીય મંત્રીએ કર્મચારીઓના રાજ્ય વીમા નિગમ માટે ‘ESIC કા હાથ, રાજ્ય કે શ્રમિક – કામદાર કે સાથ’ નામના પુસ્તકનું વિમોચન પણ કર્યું. આ પુસ્તકમાં ગુજરાતના ESIC લાભાર્થીઓની જીવનકથાઓ છે.
વધુ સમાચાર છે …
.