ગાંધીનગર3 કલાક પહેલા
- લિંક કૉપિ કરો
રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનનો આખરે અંત આવ્યો છે. ખેડૂત સંઘના પ્રતિનિધિઓ અને સરકારના ચાર મંત્રીઓ વચ્ચેની બેઠક બાદ રાજ્ય સરકારે ખેડૂતો માટે 225 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત બાદ ખેડૂત સંગઠને આંદોલન છેડ્યું છે.
સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારે ખેડૂત સંઘની માંગણીઓને ગંભીરતાથી લીધી છે. ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. જેમાં ખેડૂત સંઘના બે પ્રતિનિધિઓ પણ સામેલ થશે. સમિતિની ભલામણોના આધારે સરકાર યોગ્ય નિર્ણય લેશે.
સરકારે તાજેતરમાં લીધેલા નિર્ણય મુજબ, 7.5 હોર્સપાવર કનેક્શન માટે નિયત મીટર ચાર્જ 20 રૂપિયા વસૂલવામાં આવે છે, જેમાં 50% કાપીને 10 રૂપિયા વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે.
,