ચહેરો7 કલાક પહેલા
- લિંક કૉપિ કરો
ડીંડોલીમાં પત્નીએ ચા આપવામાં મોડું કરતાં વૃધ્ધ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ડિંડોલીમાં માધવ કોમ્પ્લેક્સની પાછળની શ્રદ્ધા સોસાયટીમાં રહેતા બંસીલાલ આનંદા સોનાવણે (62)એ તેમની પત્નીને સાંજે ચા બનાવવા કહ્યું હતું.
પત્ની મંગળાબેને ચા બનાવવામાં થોડો સમય લીધો. આ બાબતે દંપતી વચ્ચે ઝઘડો થવા લાગ્યો. આ પછી બંસીલાલે ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. ઘટના સ્થળે પહોંચેલી ડીંડેલી પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપી હતી.
વધુ સમાચાર છે…
,